કોરોના સામેની લડાઈ : AMCના 3 હજાર શિક્ષકો બીમાર લોકોને શોધવામાં લાગ્યા


Updated: April 9, 2020, 12:26 PM IST
કોરોના સામેની લડાઈ : AMCના 3 હજાર શિક્ષકો બીમાર લોકોને શોધવામાં લાગ્યા
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના 3 હજાર શિક્ષકોને શહેરી વિસ્તારોમાં પેમ્ફ્લેટ વિતરણ અને બીમાર વ્યક્તિનો સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવી છે. પરંતુ આ સર્વેની કામગીરીમાં લોકો સહકાર નહિ આપતા હોવાની શિક્ષકોની ફરિયાદ સામે આવી છે.

કોરોના મહામારીનું સંકટ ધીરે ધીરે વધી રહ્યું છે અને અમદાવાદનાં કોટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસો સામે આવતા કેટલાક વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટાઇન કર્યા  છે. તો કેટલાક વિસ્તારોને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હવે કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ કેસ શોધવા તંત્રની પ્રાયોરિટી છે તેવામાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મ્યુનિ શાળાઓના શિક્ષકોને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે.

શહેરની 400 જેટલી મ્યુનિ, શાળાઓના 3 હજાર જેટલા શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે. જેમાં શિક્ષકોઓને પેમ્ફ્લેટ વિતરણ કરવા તેમજ બીમાર વ્યક્તિઓનું ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી છે. આ ફોર્મમાં ઘરના કોઈ સભ્યને શરદી, ખાંસી કે તાવ છે. શ્વાસ લેવામાં તકલીફનાં લક્ષણો છે.  જો ફોર્મમાં આ તમામ વિગતો માં હા હોય તો તે ઘરનાં સભ્યોનાં નામ સરનામા અને  કેટલા સમયથી તકલીફ છે તે તમામ વિગતો એકત્રિત કરવની સૂચના અપાઈ છે. પરંતુ આ કામગીરીમાં શિક્ષકોને લોકો તરફથી સહકાર મળી રહ્યો નથી.

એક શિક્ષકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, જ્યારે શિક્ષકો લોકોના ઘરે બીમાર વ્યક્તિના સર્વે ની કામગીરીમાં જાય છે ત્યારે લોકો સરખા જવાબ આપતા નથી માહિતી છુપાવે છે. લોકોને ડર છે કે, જો તેઓ બીમાર વ્યક્તિની માહિતી આપશે તો તેઓને કોરન્ટીન કરી દેવાશે. બીજીતરફ કેટલાક લોકો ના અન્ન બ્રહ્મ યોજના હેઠળ ફોર્મ ભરાયા હતા તેઓને રાશન મળ્યું નથી. જેથી જે તે વિસ્તારમાં જતા જ લોકો એ રાશનકીટ આપવાનું દબાણ કરે છે.

તો વળી કેટલાક વિસ્તારોમાંના આગેવાનો શાળાએ આવી ને શિક્ષકોને ધમકાવે છે. શિક્ષકો સાથે અણછાજતુ વર્તન કરે છે. સ્કૂલબોર્ડનાં શાસનાધિકારી લબ્ધીર દેસાઈ એ જણાવ્યું કે, કોરોના આ સંકટમાં શિક્ષકો શક્ય એટલી તમામ મદદ કરી રહ્યા છે. 3 હજાર શિક્ષકો આ કામમાં લાગ્યા છે. મહત્વનું છે ,કે શિક્ષકોની અપીલ, છે કે જો શિક્ષકો પણ પોતાના જીવન જોખમે લોકોના ઘરે જઈ બિમાર લોકોની વિગતો એકઠી કરતા હોય તો લોકો તેમાં સહકાર આપે. એજ તેમના અને તેમના પરિવારના હિતમાં છે તે જ સમાજ અને રાષ્ટ્રનાં હિતમાં છે.

આ પણ જુઓ : 
First published: April 9, 2020, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading