ભીનું સંકેલાયું? સ્કૂલબોર્ડ ચેરમેને અમદાવાદની શાળામાં વિદ્યાર્થીઓ ભેગા થવાની ઘટના NSUIનું કાવતરું ગણાવ્યું

ભીનું સંકેલાયું? સ્કૂલબોર્ડ ચેરમેને અમદાવાદની શાળામાં વિદ્યાર્થીઓ ભેગા થવાની ઘટના NSUIનું કાવતરું ગણાવ્યું
એ.એમ.સીની શાળાએ શિક્ષણકાર્ય બંધ હોવા વિદ્યાર્થીઓને એકઠા કરવાનો વીડિયો સામે આવ્યો હતો.

“મીડિયામાં વીડિઓ વાયરલ કરનાર NSUIનાં આગેવાનો બાળકોને લઈને શાળાએ આવ્યા હશે, અને આ મામલે સ્કૂલબોર્ડને બદનામ કરવા ષડ્યંત્ર રચાયું છે.”

  • Share this:
અમદાવાદ, સામાન્ય વ્યક્તિ જો ભૂલ કરે તો તેને દંડવામાં આવે છે પરંતુ શાળાએ વિદ્યાર્થીઓ બોલાવી પરીક્ષા લેવાના મામલા માં નાટ્યાત્મક વળાંક જોવા મળ્યો છે. સ્કૂલબોર્ડ જે આચાર્યને સસ્પેન્ડ કર્યા હતા અને જે શિક્ષકોની સામે પગલાં ભર્યા હતા તે રદ કરાયા છે. જે મામલામાં આચાર્યને અને શિક્ષકોને ક્લીનચીટ આપી સમગ્ર આરોપ NSUI પર થોપી દેવાયો છે. અને સમગ્ર મામલમાં પડદો પડી દેવાયો છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું તેવામાં એકમ કસોટી નું આયોજન એ એક આશ્ચર્ય પમાડે તેવી વાત હતી.

તેમાંય એલિસબ્રિજ ની શાળામાં એકમ કસોટીના નામે બાળકો શાળાએ બોલાવવાના મામલામાં નવો વળાંક આવ્યો છે. આ સમગ્ર NSUI નું કાવતરું હોવાનો આક્ષેપ સ્કૂલબોર્ડ ના ચેરમેને કર્યો છે અને એલિબ્રિજ શાળાના પ્રિન્સિપાલ સામે સસ્પેન્સન પાછું ખેંચાયું છે અને અન્ય ચાર શિક્ષકોને ફરજ પર હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.આ પણ વાંચો :  સુરત : હેલ્થ સેન્ટરે Coronaનો એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આપ્યો, ખાનગી લેબનો રિપોર્ટ નેગેટિવ આવતા ખળભળાટ

આ અંગે સ્કૂલબોર્ડ ના ચેરમેન ધીરેન્દ્ર સિંહ તોમર એ જણાવ્યું કે બોર્ડ તરફથી આચાર્ય અને શિક્ષકો ને સ્પષ્ટ સૂચના હતી કે બાળકોને બોલાવવાના નથી તો શિક્ષકો બાળકોને શા માટે શાળાએ બોલાવે. અને દરેક વર્ગના થઈ 200થી 300 બાળકની જગ્યાએ માત્ર 10 કે 15 બાળકો જ હતા એનો મતલબ એ છે કે મીડિયા માં વિડિઓ વાયરલ કરનાર NSUI ના આગેવાનો બાળકોને લઈને શાળાએ આવ્યા હશે. અને આ મામલે સ્કૂલબોર્ડ ને બદનામ કરવા ષડ્યંત્ર રચાયું છે.

આ પણ વાંચો :  હું પણ શિક્ષિત બેરોજગાર', સરકારી ભરતીની રાહે અટવાયેલા યુવાનોની 'ઑગસ્ટ ક્રાંતિ' - Video

શિક્ષકો અને આચાર્ય ના જવાબની સંતુષ્ટિ બાદ કાર્યવાહી રદ કરાઇ છે.  બીજીતરફ NSUI ના મહામંત્રી ભાવિક સોલંકી એ સ્કૂલના સીસીટીવી તપાસવા માંગ કરી છે. તેમણે જણાવ્યું કે શાળાએ બાળકોને બોલાવવા આચાર્ય અને શિક્ષકો ને સૂચના આપનાર સ્કૂલબોર્ડ ના અધિકારીઓ આ મુદ્દે જવાબદાર છે તેમને બચાવવા માટે અને તેમના નામ જાહેર ના થાય માટે આ સસ્પેનશન રદ કરવામાં આવ્યું છે.

તે સમયે મીડિયા સમક્ષ શિક્ષકોએ સ્પષ્ટ કહ્યું હતું કે એકમ કસોટી માટે બોલાવ્યા છે. મહત્વનું છે કે હાલ તો એલિસબ્રિજ ની શાળામાં બાળકોને બોલાવવામાં જે વિવાદ સર્જાયો હતો તે મામલે હવે રાજકારણ ગરમાયુ છે સ્કૂલ બોર્ડ અને કોંગ્રેસની યુવા પાંખ NSUI સામસામે આવી ગયા છે. અને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તો નવાઈ નહિ.
Published by:Jay Mishra
First published:August 01, 2020, 14:50 pm

ટૉપ ન્યૂઝ