AMC સ્કૂલ બોર્ડ સવા લાખ વિદ્યાર્થીઓને સ્માર્ટ બનાવવા કરાવશે મેક ઓવર


Updated: January 28, 2020, 4:59 PM IST
AMC સ્કૂલ બોર્ડ સવા લાખ વિદ્યાર્થીઓને સ્માર્ટ બનાવવા કરાવશે મેક ઓવર
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ

અમદાવાદમાં ખાનગી શાળાઓને હંફાવવા માટે દોઢ કરોડના ખર્ચે સ્માર્ટ સ્કૂલનો કન્સેપ્ટ અપનાવ્યો છે.

  • Share this:
અમદાવાદની સરકારી શાળાઓમાં મેલા-ઘેલા અને લઘર-વઘર જોવા મળતા વિદ્યાર્થીઓને હવે સ્માર્ટ લુક આપવનો પ્રયોગ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડે હાથ ધરી દીધો છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સ્માર્ટ સ્કૂલ બાદ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્માર્ટ લુકમાં જોવા મળે તો નવાઈ નહિ. કારણ કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ કરાવશે વિદ્યાર્થીઓનું મેક ઓવર.

અમદાવાદમાં ખાનગી શાળાઓને હંફાવવા માટે દોઢ કરોડના ખર્ચે સ્માર્ટ સ્કૂલનો કન્સેપ્ટ અપનાવ્યો છે. અને આગામી વર્ષમાં 25 જેટલી સ્માર્ટ સ્કૂલ તૈયાર કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે ત્યારે હવે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ સ્માર્ટ લુક આપવાનું નક્કી કર્યું છે. જે માટે છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદની એક ખાનગી સંસ્થાઓ સાથે ચર્ચા ચાલી રહી હતી. અને હવે આખરે આ ખાનગી સંસ્થાને મ્યુનિસિપલ શાળાના વિદ્યાર્થીઓના હેર કટિંગ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. 31 જાન્યુઆરીથી આ સંસ્થાના 25 સભ્યોની ટીમ મ્યુનિસિપલ સ્કૂલની વિવિધ સ્કૂલમાં ફરશે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડે નહિ તેને ધ્યાને રાખીને રીશેષના સમયમાં કે સ્કુલ છુટ્યા બાદ એક-બે કલાક રોકાઈને વિદ્યાર્થીઓના હેર કટિંગ કરશે.

આ અંગે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ધિરેન્દ્રસિંહ તોમર જણાવે છે કે, ગુજરાતમાં સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાતના ઉદેશ્ય સાથે આગળ વધી રહ્યું છે બાળકોના હેર કટ કરીને તેઓને પણ સ્માર્ટ લુક આપવો એ એક પ્રકારની સ્વચ્છતા જ છે. અને તે હવે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ કરવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો ગરીબ અને મધ્યમ પરીવારમાંથી આવતા હોય તેઓના બાળકો સ્માર્ટ દેખાય તે જરુરી છે. તેઓના પરિવારજનોને પણ એ લાગવુ જોઈએ કે, તેઓનું બાળક શાળામાં સ્માર્ટ બનીને આવ્યું છે. આ માટે એક સંસ્થા વાત ચાલતી હતી.



આ સંસ્થા કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર વિદ્યાર્થીઓના હેર કટ કરશે તેને શેમ્પુ કરશે અને વિદ્યાર્થીને અપ ટુ ડેટ બનાવીને ઘરે મોકલશે. જેથી બાળકને ખ્યાલ આવશે કે બાળકના વાળ આડા અવળા હોય ત્યારે તે કેવો દેખાય છે અને હેર કટિંગ થયા બાદ તે કેવો સુંદર દેખાય છે તે બાળકને ખ્યાલ આવશે. જેનાથી બાળકની સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધશે. અને બાળક સ્વચ્છતા પ્રત્યે જાગૃત થશે તો તેનું સ્વાસ્થ્ય સારુ બનશે અને તેનું સ્વાસ્થ્ય સારુ બનશે તો ગુજરાત અને દેશ સમૃદ્ધ બનશે. આ માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની 387 સ્કૂલ છે. જેમાં આ સંસ્થાની ટીમને અલગ અલગ ઝોન પ્રમાણે કામ આપ્યું છે. મ્યુનિસિપલ સ્કૂલના 1 લાખ 21 હજાર બાળકો છે. જે પાછળ એક માત્ર ઉદેશ્ય વિદ્યાર્થી સ્વચ્છ અને સ્માર્ટ દેખાય તે છે.
First published: January 28, 2020
વધુ વાંચો
अगली ख़बर