અમદાવાદઃ આત્મનિર્ભર થીમ પર AMCનું રૂ.576 કરોડના સુધારા સાથે વર્ષ 2021-22નું રૂ.8051 કરોડ બજેટ રજૂ 

અમદાવાદઃ આત્મનિર્ભર થીમ પર AMCનું રૂ.576 કરોડના સુધારા સાથે વર્ષ 2021-22નું રૂ.8051 કરોડ બજેટ રજૂ 
બજેટ રજૂ કરતા સમયની તસવીર

શહેરની રેફરલ હોસ્પિટલને અદ્યતન બનકવવા 10 કરોડની જોગવાઈ. સિનિયર સીટીઝન માટે નવા બગીચાઓ બનાવવા 5 કરોડની જોગવાઈ. આયુષ માનવ ગાર્ડન થીમ આધારિત આરોગ્ય વનનું નિર્માણ માટે 5 કરોડની જોગવાઇ.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકાનુ (AMC) વર્ષ 2021-22નું રૂપિયા 8051 કરોડનું બજેટ સત્તાધીશોએ રજૂ કર્યું હતુ . એએમસી કમિશનર મુકેશ કુમાર દ્વારા રૂપિયા 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ (draft budget) સ્ટેન્ડિગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. જેમા સત્તાધીશોએ 576 કરોડના વધારા સાથે સુધારો કરતું બજેટ કમિટીમાં રજૂ કરાયું હતુ ..

એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યુ હતુ કે આ બજેટના અમદાવાદીઓ પર કોઇ નવો કર વેરો નાખવામા આવ્યો નથી . તેમજ 40 ચો મીના રહેણાક મકાન પર પ્રોપર્ટી ટેક્ષ ૧૦૦ ટકા માફ કરવાની જાહેરા કરી છે. આ ઉપરાત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સોસાયટી ફ્લેટ માટે 4.64કરોડની જોગવાઇ કરવામાં આવી છે.



0થી 100 ચોરસ મીટર સુધીના વિસ્તાર બાંધકામ ધરાવતી સોસાયટી , ફ્લેટ કે જ્યા કોમ પ્લોટ અને રસ્તાની સફાઇ માટે રૂપિયા 250થી 3000ની મર્યાદામાં 1000 ચોરસવાર સ્વીપીંગ દીઠ માસિક ધોરણે ફાળવણી અને ગ્રાન્ટની રકમ સોસાયટીના બેંક એકાઉન્ટમા જમા કરવામાં આવશે. બજેટમાં કાઉન્સિલ બજેટમાં પણ વધારો કરી 30 લાખ કરાયું છે . આમ ચાર કાઉન્સિલર 1.20 કરોડ બજેટ હવે મળશે. ઇલેકેટ્રીક વ્હિકલમાં કરવેરામાં 100 ટકા રાહત અપાઇ છે.

આ પણ વાંચોઃ-OMG! રૂ.163 એક કિલો ઘોંઘા ખરીદી લાવી ગરીબ મહિલા, રાતો રાત બની ગઈ કરોડપતિ, જાણો શું છે આખી કહાની

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

Amc બિલ્ડીંગો મા આવેલી ટ્રસ્ટ હોસ્પિટલમાં મિલકતોમાં 70 ટકા રિબેટ ટેક્ષમા અપાશે. ફાયર સ્ટેશન અને ફાયર ચોકીમાં વધારો કરવા 15 કરોડની જોગવાઈ છે. શહેરમાં 10 આધુનિક પાર્ટી પ્લોટ બનવવા 11 કરોડની જોગવાઈ.

આ પણ વાંચોઃ-ભાવનગરઃ રૂ.5,000ની ઉઘરાણી મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, સારવારમાં મોત, માથાભારે લાલો અને ભઈલો કાઠી સામે હત્યાનો ગુનો દાખલ

આ પણ વાંચોઃ-સુરતઃ કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર

અમ્યૂકો સંચાલિત હોલ ને એ.સી.બનાવવા 12 કરોડ ની જોગવાઈ. મ્યુનિસિપલ કાઉન્સિલર બજેટ રૂ.30 લાખ કરવામાં આવ્યું. જેના માટે 25 કરોડની જોગવાઈ કરાઇ છે. સ્પેશિયલ કમિટી ચેરમેન અને ડે. ચેરમેન માટે બજેટની ફાળવણી માટે 1.65 કરોડ નો જોગવાઈ ઝાયડ્સ રોડ પર 30 બેડનો હોસ્પિટલબનાવવામાં માટે 15 કરોડની ફાળવણી .



શહેરની રેફરલ હોસ્પિટલને અદ્યતન બનકવવા 10 કરોડની જોગવાઈ. સિનિયર સીટીઝન માટે નવા બગીચાઓ બનાવવા 5 કરોડની જોગવાઈ. આયુષ માનવ ગાર્ડન થીમ આધારિત આરોગ્ય વનનું નિર્માણ માટે 5 કરોડની જોગવાઇ.
Published by:ankit patel
First published:April 05, 2021, 20:24 pm

ટૉપ ન્યૂઝ