Ahmedabad news: સામાન્ય નાગરિક પાસે ટેક્ષ બિલમાં (tax bill) નામ ફેરબદલ કરવા માટે સાહેબને વહીવટ આપવો પડશે. તેવી વાતચિત કરતો ઓડિયો (adio viral) સામે આવ્યો છે . જેમા વારસાઇ નામ ફેર કરવા માટે રૂપિયા માંગવામાં આવ્યા છે.
અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકા (Amdavad municipal coproration) ટેક્ષ વિભાગ (tax department) જાણે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય નાગરિક પાસે ટેક્ષ બિલમાં (tax bill) નામ ફેરબદલ કરવા માટે સાહેબને વહીવટ આપવો પડશે. તેવી વાતચિત કરતો ઓડિયો (audio viral) સામે આવ્યો છે . જેમા વારસાઇ નામ ફેર કરવા માટે રૂપિયા માંગવામાં આવ્યા છે.
ઘાટલોડિયામા અલ્કાપુરી સોસાયટીમાં રહેલા કલ્પેશભાઇ પટેલને અમદાવાદ મહાનગર પાલિકાનો કડવો અનુભવ થયો છે. કલ્પેશભાઇના માતા પિતા કોરોના મહામારી (corona pandemic) વચ્ચે નિધન થયું છે.
ત્યારે તેમના માતા નામે રહેલા ટેક્ષ બિલ હવે વારસાઇ તેઓના નામે કરવા માટે મહાનગર પાલિકાના છેલ્લા ચાર મહિનાથી ધર્મના ધક્કા ખાઇ રહ્યા છે. ચાર મહિના પહેલા આપેલા અરજી વહિવટ ન થયો હોવાથી નિકાલ થયો ન હતો.
ન્યુઝ18 ગુજરાત સાથે વાતચિત કરતા કલ્પેશભાઇ પટેલ જણાવ્યુ હતુ કે મારા માતા પિતા કોરોનામાં નિધન થયું હતુ. તેથી હું જ્યા હાલ રહુ છુ અલ્કાપુરી સોસાયટી ઘાટલોડિયા મારા મકાનના ટેક્ષમા વારસાઇ નામ બદલવાનું હતુ. પરંતુ છેલ્લા ચાર મહિનાં એએમસી અલગ અલગ ઓફિસ ધક્કા ખાઇ રહ્યો છું.
એકવાર 50 સ્ટેમ્પ પર સોંગધનામુ લાવવું કહે અને બીજી કલાકે કરે 300 રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરી આપો તેવા બહાના કાઢી ફાઇલ માત્ર દબાવી રાખી હતી. આમ છતા પણ કામ ન કરતા બે દિવસ બાદ ફોન કર્યો હતો.
ત્યારે ટેક્ષ કર્મચારી પરિમલભાઇ બોલ્યા હતા કે કામ તો અડધો કલાકમાં થઇ જશે. સાહેબને વહિવટ આપવો પડશે. અને વહિવટી હા પડાતા ત્યાર બાદ બીજી દિવસે કામ પૂર્ણ કરાયુ હતું. જો આખરે અન્ય એક વ્યક્તિ મધ્યસ્થ થતા રૂપિયા વગર કામ કર્યું હતું. અને સવારે પીડીએફમાં નવા નામ સાથે બિલ મોકલ્યું હતું.
હાલ આ અંગે એએમસીમાંથી કોઇ સત્તાવાર કોઇ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ ચોકક્સ કહી શકાય એક તરફ સરકાર સુશાસન સપ્તાહ ઉજવણી કરે છે. રાજ્યના મહેસૂલ મંત્રી વિભાદ ભ્રષ્ટાચાર મુક્ત થાય તે માટે સરપ્રાઇઝર ચેકીંગ હાથ ધરી રહ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકના ટેક્ષ વિભાગ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર