Home /News /madhya-gujarat /

AMCએ ટેક્ષમાં કોઈપણ વધારો કર્યા વગર આવકમાં કર્યો ઔતિહાસક વધારો

AMCએ ટેક્ષમાં કોઈપણ વધારો કર્યા વગર આવકમાં કર્યો ઔતિહાસક વધારો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

Ahmedabad News: ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્ષ (Property tax), પ્રોફેશન ટેક્ષ તથા વ્હીકલ ટેક્ષ મળી કુલ રૂ. 1553.23 કરોડ જેટલી આવક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) થઈ છે.

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Ahmedabad Municipal Corporation) વર્ષ 2021-22 માં બજેટમાં નક્કી થયેલા લક્ષ્યાંક કરતા વધુ આવક મેળવવામાં સફળતા મળી છે. ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્ષ (Property tax), પ્રોફેશન ટેક્ષ તથા વ્હીકલ ટેક્ષ મળી કુલ રૂ. 1553.23 કરોડ જેટલી આવક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ છે. ગત વર્ષની  કુલ આવક ની સરખામણી માં રૂ. 172 કરોડ જેટલો વધારો થયો છે. જ્યારે 31 માર્ચ 2022ના રોજ પ્રોપર્ટી ટેક્સની આવક રૂ.79.79 કરોડ થઈ છે.

જે રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષમાં 1 લી જાન્યુઆરીથી 31મી માર્ચ સુધી એક જ ઇન્સેન્ટીવ રીબેટ સ્કીમ જાહેર કરવામાં આવી હતી. આ યોજના સૌથી વધુ સૌથી લાંબા સમયગાળા માટેની યોજના હતી. જેનો મોટો લાભ કોર્પોરેશનને મળ્યો છે. અને ટેક્ષની આવક માં ઐતહાસિક વધારો થયો છે.

આ ઇન્સેન્ટીવ યોજનાનો લાભ 2.69 લાખ કરદાતાઓએ લીધો છે અને જેની આવક રૂ. 396.27 કરોડ જેટલી થઈ છે. ચાલુ વર્ષે ટેક્ષ રીકવરીની ઝુંબેશ અંતર્ગત આશરે 22218 જેટલી મિલકતોને સીલ મારવામાં આવી છે. જેના કારણે આજ સુધી પ્રોપર્ટી ટેક્ષ ની આવક રૂ.1156.19 કરોડ જેટલી થઇ છે.

ચાલુ વર્ષે પ્રોફેશન ટેક્સ દ્વારા પ્રોફેશન ટેક્સ ભરેલો ન હોય તેવા કરદાતાઓને કારણદર્શક નોટીસ આપવામાં આવેલ, જેના કારણે ચાલુ વર્ષે 2021-22માં રૂ. 193.71 કરોડની આવક થઇ છે. જે ગઇ સાલની કુલ આવક રૂ.171.63 કરોડ કરતાં રૂ. 22.08 કરોડ જેટલી વધુ છે.

અમદાવાદ શહેરના તમામ વ્યવસાયીઓ અને સંસ્થાઓને પ્રોફેશન ટેક્ષમાં રજીસ્ટ્રેશન કરાવી પ્રોફેશન ટેક્ષ ભરવાનો હોય છે. અમુક કંપનીઓ રજીસ્ટ્રાર ઓફ કંપની(ROC) માં નોંધાયેલી હોય છે પરંતુ પ્રોફેશન ટેક્સમાં નોંધાયેલી હોતી નથી. ROC સાથે પત્રવ્યવહાર કરી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ROCમાં નોંધાયલી કંપનીની વિગતો મંગાવવામાંઆવી છે.

આ પણ વાંચોઃ-Ahmedabad: તું હજી નાની છું, હાલ અમારે કોઈ છોકરાની જરૂર નથી... કહીને પ્રેગ્નન્સી કઢાવી દીધી

પ્રોફેશન ટેક્ષમાં નોંધાયેલ વ્યવસાયીઓ/સંસ્થાઓવેપારીઓની સરખામણી ROC માંથી નોંધાયેલ કંપનીની વિગતો સાથે કરવામાં આવેલ અને ત્યારબાદ જે વ્યવસાયીઓ સંસ્થાઓ વેપારીઓએ પ્રોફેશન ટેક્ષ રજીસ્ટ્રેશન કરાવેલાંબાનથી તેવા વ્યવસાયીઓ સંસ્થાઓ, વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. પ્રોપર્ટી ટેક્ષના રેકર્ડ સાથે કંપેર કરી જે મિલકતનો કોમર્શિયલ RC નંબર ન હોય તેવા 1.79 મિલકતધારકોને નોટીસ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તને પ્રેમ કરું છું તારા ફોટો જોઉં છું', પુત્રવધૂ સાથે સસરાએ મર્યાદા ઓળંગી

ચાલુ વર્ષે વ્હીકલ ટેક્સ દ્વારા વ્હીકલ ટેક્સ ભરેલો ન હોય તેવા 35000 જેટલા કરદાતાઓને કારણદર્શક નોટીસ આપવામાં આવેલા જેના કારણે ચાલુ વર્ષે 2021-22માં 131.58 કરોડની આવક થઇ છે. જે ગઇ સાલની કુલ આવક 88.34 કરોડ કરતાં 43.24 કરોડ જેટલી વધુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વ્હીકલ ટેક્સ વિભાગ દ્વારા આરટીઓ કચેરી પાસેથી પાસિંગ થયેલા વાહનો ની વિગત મેળવી આરટીઓમાં રજીસ્ટર થયેલ હોય પરંતુ વ્હીકલ ટેક્ષ ભરેલ ન હોય, એવા વ્હીકલ ની યાદી તૈયાર કરવામાં આવે છે. જે વાહનો ના વ્હીકલ ટેક્સ બાકી હોય તેવા વાહન માલિક ને નોટિસ ઇશ્યું કરવામા આવે છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, AMC News, Gujarati news

આગામી સમાચાર