Ahmedabad News : વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે (AMC Leader of Opposition Shehzad Pathan) જણાવ્યુ હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ વખત નાણાકીય વર્ષના અંતમાં કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ ચૂકવાયા નથી. તેમજ અંદાજે રૂપિયા 400 કરોડથી વધુના બીલો રદ કરવાની ફરજ પડી છે
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (Ahmedabad Municipla Corporation) નબળી આર્થિક પરિસ્થિતિની (Financial Condition of AMC) માહિતી પ્રજા સમક્ષ મુકવા શ્વેતપત્ર (White Paper) જાહેર કરવા વિપક્ષ કોંગ્રેસ (Congress) માંગ કરી છે . સત્તા પક્ષને વિપક્ષની માંગ માત્ર સસ્તી પ્રસિદ્ધિ ગણાવી હતી . વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે (AMC Leader of Opposition Shehzad Pathan) જણાવ્યુ હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ વખત નાણાકીય વર્ષના અંતમાં કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ ચૂકવાયા નથી. તેમજ અંદાજે રૂપિયા 400 કરોડથી વધુના બીલો રદ કરવાની ફરજ પડી છે. તદુપરાંત મ્યુનિસિપલ કર્મચારી ઓના પગાર અને પેન્શન પણ ચૂકવવામાં અસહ્ય વિલંબ થયો છે. શિક્ષકોના પગાર પણ ચૂકવવામાં મુશ્કેલી આવે છે. આ દર્શાવે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી લગભગ ખાલી થઈ ગઈ છે.
'કોર્પોરેશનની કોઈ ફિક્સ ડિપોઝીટ પણ રહી નથી'
અમારી જાણકારી મુજબ કોર્પોરેશનની કોઈ ફિક્સ ડિપોઝીટ પણ રહી નથી તેમજ સરકાર તરફથી મળતી ઓક્ટ્રોય ની ગ્રાન્ટપેટે માસિક રૂપિયા ૮૭ કરોડની ગ્રાન્ટ મળે છે જેની સામે એડમીન એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ રૂપિયા ૧૨૯ કરોડ છે. આમ દર મહિને આશરે રૂપિયા ૪૦ કરોડની ઘટ એડમીન એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચમાં પણ થઈ રહી છે જેની સામે આવકના સ્ત્રોત ખૂબ જ ઓછા છે.
વધુમા વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ તરફથી માંગ કરવામાં આવે છે કે કોર્પોરેશનની નબળી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ તાકીદે શ્વેતપત્ર જાહેર કરવામાં આવે અને પ્રજા સમક્ષ નબળી આર્થિક પરિસ્થિતિ નું ચિત્ર રજૂ કરવામાં આવે.
એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટે વિપક્ષ જવાબ આપતા કહ્યું હતુ કે વિપક્ષ માત્ર આક્ષેપ કરી રહ્યા છે. ગત નાણાકિય વર્ષમાં કેપિટલ બજેટ માં રૂ 2461 કરોડ જેટલા ચૂકવાયા છે. 220 કરોડ 31 માર્ચ પહેલા આપણે ચૂકવી દિધા છે. રેવન્યુ ખર્ચ પેટે રૂ 3900 કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે. વિપક્ષ પાસે કદાચ આંકડા ખોટા હશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર