કોંગ્રેસમાં કકળાટ? AMCના વિપક્ષના નેતાને હાલમાં બદલવા યોગ્ય નહીં, દિનેશ શર્માના બચાવમાં આવ્યા ધારાસભ્યો

કોંગ્રેસમાં કકળાટ? AMCના વિપક્ષના નેતાને હાલમાં બદલવા યોગ્ય નહીં, દિનેશ શર્માના બચાવમાં આવ્યા ધારાસભ્યો
દિનેશ શર્માની તસવીર

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન હવે નજીક આવતું હોય હાલ કોર્પોરેશનના વિપક્ષના નેતાને બદલવાનો યોગ્ય સમય નહિ હોવાનું નિવેદન આપ્યું છે.

  • Share this:
અમદાવાદઃ  છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad municipal corporation) વિપક્ષના નેતાને બદલવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.. એવામાં અમળવાદના બે ધારાસભ્યો (MLA) દિનેશ શર્માના (Dinesh sharma) બચાવમાં સામે આવ્યા છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન હવે નજીક આવતું હોય હાલ કોર્પોરેશનના વિપક્ષના નેતાને બદલવાનો યોગ્ય સમય નહિ હોવાનું નિવેદન આપ્યું છે. પાર્ટી કોઈનું હિત સંતોષવા માટે નથી, આ સમયે પાર્ટીનો નિર્ણય જે હોય તે પણ અમે પક્ષના હિત માટે સામે આવ્યા છીએ.

આ મામલે પ્રતિક્રિયા આપી છે, જ્યારે ચૂંટણી 3 મહિના પછી યોજાવાની છે અને આ આંતરિક ડખો બહાર આવ્યો છે.કોણ વિરોધ કરે છે એ બાબતની સ્પષ્ટતા તો ધારાસભ્યો નથી કરી રહ્યા, પણ એવું પણ કહી રહ્યા છે કે પાર્ટીને નુકસાન થાય એવું કંઈ થાય તે યોગ્ય નથી. AMC વિપક્ષના નેતા દિનેશ શર્મા બદલવાનો મામલે જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ખુલીને સામે આવ્યા છે.આ મુદ્દે પ્રતિક્રિયા આપતા આ જણાવ્યું છે કે અમારું સમર્થન દિનેશ શર્માને નહિ કોંગ્રેસ માટે છે. AMC ઇલેક્શન હવે નજીક આવી રહ્યું છે ત્યારે આ યોગ્ય સમય નથી વિપક્ષના નેતા બદલવાનો. કેટલાક લોકો પોતાને પાર્ટીથી મોટા સમજતા હોય તો તે સાચા કોંગ્રેસી તરીકે સહન કરી શકાય નહીં. ચૂંટણી સમયે નેતા બદલવા એ યોગ્ય નથી એમ અમને લાગે છે. એવું કરવાથી કોંગ્રેસના કાર્યકરોમાં ખોટો મેસેજ જશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ દિવાળી-નવરાત્રી પહેલા જ સોના-ચાંદીના ભાવમાં બોલાયો મોટો કડાકો, જાણો આજના નવા ભાવ, આગળ શું થશે?

હાલના સમય માં ભાજપ સામે લડવાની જગ્યાએ કોંગ્રેસ કોંગ્રેસ રમવું એ યોગ્ય નથી. આ મુદ્દે અમે રાજીવ સાતવજી અને અહેમદ પટેલ ને પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસ પાર્ટી એ 100 વર્ષ ઉપરથી જૂની પાર્ટી છે.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! સૂસાઈડ નોટમાં લખ્યું કુંડળીમાં આત્મહત્યાનો યોગ છે, બે ભાઈઓએ વારા ફરથી નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ-ગોધરાઃ પહેલા જ દિવસે માલિકે શરીરે માલિશ, સેક્સ માટે પાડી ફરજ, ઘરકામ કરવા આસામથી લવાયેલી યુવતીને બચાવાઈ

માત્ર 1 કે 2 લોકોના અહમ ને સંતોષવા માટેની આ પાર્ટી નથી. રાજ્ય સભાની ચૂંટણી વખતે જો તમે કોઈને પ્રોમિસ આપ્યું હોય તો પણ હાલ આ ના કરવું જોઈએ એવું બંને ધારાસભ્યોએ ઉમેર્યું હતું.હાલ જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી નજીક છે ત્યારે પાર્ટીને ફાયદો થાય તેવુ કામ કરવા માટે અમે વિચારીએ છીએ.મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી ને હવે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે કોંગ્રેસ માં આ કકળાટ સામે આવ્યો છે.
Published by:ankit patel
First published:October 14, 2020, 20:31 pm

ટૉપ ન્યૂઝ