AMC હાઉસિંગ યોજના મકાન ફાળવણી કૌભાંડ, હાઈકોર્ટે બિલ્ડરની રાહત અરજી ફગાવી

News18 Gujarati
Updated: April 25, 2018, 6:46 PM IST
AMC હાઉસિંગ યોજના મકાન ફાળવણી કૌભાંડ, હાઈકોર્ટે બિલ્ડરની રાહત અરજી ફગાવી

  • Share this:
આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે એએમસીની હાઉસિંગ યોજના હેઠળ બનેલા મકાનોની ફાળવણીમાં કૌભાંડ કરવાના કેસમાં હાઈકોર્ટે અમદાવાદના જાણીતા બિલ્ડર ગૃપને રાહત આપવાની ના પાડી છે. પિડીતોના વકીલનુ કહેવુ છે કે, આ કેસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હાઈકોર્ટે પણ આરોપીને રાહત આપી નથી, આ સંજોગોમાં આરોપીની ધરપકડ થવી જોઈએ.

આ ઉપરાંત, આવનારા દિવસોમાં તેઓ માગ કરશે કે, આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સુપરત કરે. ભૂતકાળમાં આ કેસમાં હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, પોલીસ આ કેસની તપાસ કરે અને યોગ્ય લાગે તો આરોપી બિલ્ડર સામે ફરિયાદ નોંધે. આ આદેશ બાદ, પોલીસે બિલ્ડર સામે ફરિયાદ નોંધેલી છે. આ ફરિયાદને રદ કરવા માટે બિલ્ડર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવેલી છે.

મહત્વનુ છે કે, અમદાવાદના લખુડી તળાવ વિસ્તારમાં એએમસી દ્વારા ગરીબો માટે મકાનો બનાવવામાં આવ્યા છે, તેમાં વિસ્થાપિતોના બદલે અન્ય લોકોને મકાનોની ફાળવણી કરવાનો આક્ષેપ થયા છે.
Published by: kiran mehta
First published: April 25, 2018, 6:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading