અમદાવાદ: ચૂંટણી સંપન્ન, કોરોનાનાં ટેસ્ટિંગ માટે ડોમ બાંધવાની શરૂઆત!

અમદાવાદ: ચૂંટણી સંપન્ન, કોરોનાનાં ટેસ્ટિંગ માટે ડોમ બાંધવાની શરૂઆત!
ફાઇલ તસવીર

મતદાન પૂર્ણ થતાની સાથે જ અમદાવાદ શહેરમાં ચાર રસ્તાઓ પર રાતોરાત ડોમ ઊભા કરી દેવામાં આવતા લોકોમાં આશ્ચર્યની સાથે સાથે ફફડાટ ફેલાયો છે.

 • Share this:
  અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનન (Ahmedabad municipal corporation) માટે રવિવારે (21 ફેબ્રુઆરી, 2021)એ મતદાન સંપન્ન થયું. છ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં આ વખતે સૌથી ઓછું મતદાન (Voting) પણ અમદાવાદ ખાતે નોંધાયું છે. બીજી તરફ મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે શહેરમાં કોરોનાનાં ટેસ્ટ (Corona Testing) વધારવા માટે ચાર રસ્તાઓ પર ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે. મતદાન પહેલા જ એવી આશંકા રજુ કરવામાં આવી હતી કે, લોકો જો બેફામ રીતે વર્તન કરશે તો ચૂંટણી પછી શહેરમાં કોરોનાના કેસમાં વધારો થશે. હવે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને પરિણામ આવવાનું જ બાકી છે ત્યારે શહેરમાં ફરીથી કોરોના ટેસ્ટિંગ માટે ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે.

  ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન દૂર કરાયા હતા ડોમ  અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન શહેરમાં ઠેર ઠેર ઊભા કરવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ દૂર કરી દેવામાં આવ્યા હતા. હવે ફરીથી શહેરના વિવિધ વિસ્તારોમાં તંત્ર તરફથી ડોમ નાખવામાં આવી રહ્યા છે, અથવા તો બંધ કરી દેવામાં આવેલા ડોમ પર ટેસ્ટિંગની કામગીરીની તૈયારી કરી દેવામાં આવી છે.

  આ પણ વાંચો: ગ્રાહકોને વધુ સારી બેન્કિંગ સુવિધા આપવા PSBની પહેલ, બનાવશે નવી કંપની

  કોરોનાનાં કેસ વધવાની શક્યતા

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન વિવિધ પક્ષના નેતાઓ અને કાર્યકરો બેફાન બનીને ફર્યા હતા. ક્યાંક કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થતું હોય તેવું જોવા મળ્યું ન હતું. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમો ભૂલી ગયા હતા. ચૂંટણીને લઈને માસ્ક ન પહેરવા પર દંડ અને ઇ-મેમો બંધ થઈ જતાં લોકો પણ બેફામ બની ગયા હતા. આ દરમિયાન લગ્નની સિઝન પણ ચાલી રહી હોવાથી લોકો બેજવાબદાર બની ગયા હતા. લોકો એવી રીતે ફરી રહ્યા હતા કે જાણે કોરોના જતો રહ્યો હોય. આ જ કારણ છે કે તંત્રએ અગમચેતીના ભાગરૂપે ડોમ બાંધવાની શરૂઆત કરી છે. ચૂંટણી સંપન્ન થતા જ હવે કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવશે.

  આ પણ વાંચો: પ્રેગ્નેન્ટ પત્નીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ, સંબંધ બાંધવા માટે કરતો હતો મજબૂર

  રાતોરાત ડોમ ઊભા કરાયા:

  મતદાન પૂર્ણ થતાની સાથે જ બીજા દિવસે અમદાવાદ શહેરમાં ચાર રસ્તાઓ પર રાતોરાત ડોમ ઊભા કરી દેવામાં આવતા લોકોમાં આશ્ચર્યની સાથે સાથે ફફડાટ ફેલાયો છે.

  અમદાવાદમાં કોરોનાના કેસ:

  અમદાવાદમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો 21મી ફેબ્રુઆરીના રોજ શહેરમાં 66 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દિવસે 55 લોકોને રજા આપવામાં આવી હતી. હાલ શહેરમાં કુલ 211 સક્રિય કેસ છે. કુલ કેસની વાત કરવામાં આવે તો 22 ફેબ્રુઆરી, 2021ની સવારે 11 વાગ્યાની સ્થિતિ પ્રમાણે શહેરમાં કોરોનાનાં કુલ 58,132 કેસ નોંધાયા છે. જેમાંથી અત્યારસુધી 55,669 લોકો સાજા થયા છે. આજ દિવસ સુધી શહેરમાં કોરોનાથી 2,252 લોકોનાં મોત થયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:February 22, 2021, 13:47 pm

  ટૉપ ન્યૂઝ