Home /News /madhya-gujarat /

Exclusive : AMC વિપક્ષ નેતા પદ પર શહેઝાદ ખાન પઠાણ નક્કી, સત્તાવાર જાહેરાત બાકી

Exclusive : AMC વિપક્ષ નેતા પદ પર શહેઝાદ ખાન પઠાણ નક્કી, સત્તાવાર જાહેરાત બાકી

ફાઇલ તસવીર

Ahmedabad news: અમદાવાદ મહાનગર પાલિકાના નવા વિપક્ષ નેતા તરીકે દાણીલમડા કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણ નામ નક્કી કરાયું છે.

અમદાવાદ: છેલ્લા ૧૦ મહિનાઓથી અમદાવાદ મહાનગર પાલિકા (AMC) વિપક્ષ નેતા  (Gujarat Congress) પદ માટે કાઉન્સિલરોમાં ખેંચતાણ ચાલી રહી છે . આ ખેંચતાણ અને ઘમાસાણનો ટુંક સમયમાં જ અંત આવી જશે. અમદાવાદ મહાનગર પાલિકાના નવા વિપક્ષ નેતા તરીકે દાણીલીમડાના કોંગ્રેસ કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણ (Shahejadkhan Pathan) લગભગ નક્કી થયા છે . માત્ર સત્તાવાર જાહેરાત કોંગ્રેસ આગામી ઉતરાયણ પહેલા કરશે. કોંગ્રેસના જાણકાર સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, અમદાવાદ મહાનગર પાલિકાના નવા વિપક્ષ નેતા તરીકે દાણીલમડા કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણ નામ નક્કી કરાયું છે.

અમદાવાદ શહેરના કોંગ્રેસ નેતા, પૂર્વ પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા અને અમદાવાદ શહેરના ચાર ધારાસભ્યોની અભિપ્રાય લઇ લેવામા આવ્યો છે . પ્રદેશ પ્રમુખ દ્વારા કાઉન્સિલર સાંભળવા માટે બે નિરીક્ષકો સી જે ચાવડા અને નરેશ રાવલ મુકવામા આવ્યા હતા. નિરીક્ષકો દ્વારા પણ એક રીપોર્ટ પ્રદેશ પ્રમુખને સોપવામા આવ્યો છે. આથી તમામ સહમતી બાદ ઉતારાયણ પહેલા જ નામની સત્તાવાર જાહેરાત થશે.

આ પણ વાંચો - ધોળકા બગોદરા હાઈવે પર ઇકો કારને અજાણ્યા વાહને મારી ટક્કર, ત્રણ મહિલા સહિત પાંચના મોત

નોંધનીય છે કે, અમદાવાદ મહાનગર પાલિકા કોંગ્રેસ કાઉન્સિલરો વચ્ચે બે ગૃપ પડી ગયા હતા. બન્ને ગૃપ આમને સામને આવી ગયા છે અને વિપક્ષ પદ માટે ઘમાસાણ ચાલી રહ્યું છે. શહેઝાદ ખાન પઠાણ નામ ચર્ચા થતા એક જૂથ નારાજ જોવા મળી રહી છે. કારણ કે, બીજી જૂથ ઇકબાલ શેખ અને કમળાબહેન ચાવડા નામ પર સહમતી દર્શાવી હતી.

આ પણ વાંચો - Happy Birthday: રાજ્યમાં ડ્રગ્સ સામે જંગે ચડનારા હર્ષ સંઘવી એક સમય હતા ચેન સ્મોકર

અમદાવાદ મહાનગર પાલિકા વિપક્ષ નેતા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક નવી ફોર્મ્યુલા બનાવી છે. જેમા દર વર્ષે વિપક્ષ નેતા બદલાશે. આમ ચાર વર્ષ માટે ચાર વિપક્ષ નેતા રહેશે. પહેલા એક વર્ષ માટે મુસ્લિમ, બીજા વર્ષ માટે દલિત, ત્રીજા વર્ષ માટે મુસ્લિમ અને ચોથા વર્ષ માટે ફરી એકવાર દલિત કાઉન્સિલરને વિપક્ષ નેતા બનાવામા આવશે. પરંતુ હવે જોવાનું રહે છે કે, નવા વિપક્ષ નેતા જાહેર થયા બાદ શું કોઇ રાજીનામા પડે છે કે, પછી વિવાદનો અંત આવે છે તે સમય બતાવશે. પરંતુ, હાલ અમદાવાદ મહાનગર પાલિકના કોંગ્રેસ કાઉન્સિલરમાં બે જૂથ ચોક્કસ પડી ગયા છે. જે કોંગ્રસ માટે મોટો પડકાર બની રહશે
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Congress, અમદાવાદ, એએમસી`, ગુજરાત

આગામી સમાચાર