Home /News /madhya-gujarat /

AMCનું સ્વચ્છતા અભિયાન, જાહેરમાં લઘુશંકા કરનારા 105 લોકોને કર્યો દંડ

AMCનું સ્વચ્છતા અભિયાન, જાહેરમાં લઘુશંકા કરનારા 105 લોકોને કર્યો દંડ

AMC દ્વારા સ્વચ્છતાની દિશામાં કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતાની દિશામાં કાર્યવાહી કરાઇ રહી છે

    પ્રણવ પટેલ, અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતાની દિશામાં કાર્યવાહી કરાઇ રહી છે. AMC દ્વારા જાહેરમાં લઘુશંકા કરનાર, જાહેરમાં થૂકનાર, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં જાહેરમાં લઘુશંકા કરનાર 105 લોકોને નોટિસ આપી રૂપિયા 10 હજારનો દંડ વસૂલ કરાયો હતો.

    ઉપરાંત જાહેરમા થૂંકનાર 350 વ્યક્તિને નોટિસ આપી કુલ 35 હજાર રૂપિયાનો દંડ વસૂલાયો હતો. આટલું જ નહીં, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં 1027 એકમને નોટિસ આપી 708550 રૂપિયાનો વહિવટી ચાર્જ વસૂલ કરાયો હતો.

    આ પણ વાંચો: ત્રીજા બોયફ્રેન્ડથી બાળક જન્મતા કોર્ટે ન આપ્યાં છૂટાછેડા

    ઉલ્લેખનીય છે કે, એએમસી દ્વારા સ્વસ્છતા જાળવવાની દિશામાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં જાહેરમાં થૂંકનાર, લઘુશંકા કરનાર તથા નિયમોનો ભંગ કરનારા લોકોને નોટિસ આપી દંડ ફટકરાવામાં આવી રહ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: CLEAN CITY, People, એએમસી, ઝુંબેશ, દંડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन