Home /News /madhya-gujarat /

હવે તો સુધરો! અમદાવાદીઓએ માત્ર 11 દિવસમાં માસ્ક ન પહેરવાના 25 લાખથી વધારે ચૂકવ્યાં

હવે તો સુધરો! અમદાવાદીઓએ માત્ર 11 દિવસમાં માસ્ક ન પહેરવાના 25 લાખથી વધારે ચૂકવ્યાં

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad news: અમદાવાદ મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોનાં ચેકીંગ દરમ્યાન કુલ ૨૪૪૯ લોકો માસ્ક વગરનાં પકડ્યા હતા.

અમદાવાદ: શહેરમાં કોરોનાનાં (Coronavirus in Ahmedabad) કેસોમાં સામાન્ય કરતા વધારે ઉછાળો જોવા મળી રહેલ છે. તથા ઝડપથી અને વધારે લોકોને એકસાથે સંક્રમિત કરતા નવા ઓમિક્રોન વેરીયન્ટનાં (Omicron varient) કારણે પણ કેસો વધી રહેલ છે. જેથી નાગરીકોને કોરોના સંક્રમણની રોકવા માટે સરકારના જાહેરનામાં અનુસાર જાહેરમાં માસ્ક (Mask) પહેરવું ફરજીયાત અને થુંકવા પર પ્રતિબંધ તેમજ સોશિયલ ડીસ્ટન્સનું ફરજીયાતપણે અસરકારક અમલ કરાવો જરૂરી છે. જે માટે મહાનગર પાલિકાએ (AMC) ૭ ઝોનનાં ૪૮ વોર્ડમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ૧૮૦થી વધારે ટીમો કાર્યરત કરવામાં આવેલ છે.

આ ટીમો દ્વારા રોજેરોજ સવારથી મોડી રાત્રી સુધી તેમજ શનિ - રવિની રજાઓમાં પણ મોડી રાત્રી દરમ્યાન ચેકીંગની કામગીરી કરવામાં આવે છે.
અમદાવાદ મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોનાં ચેકીંગ દરમ્યાન કુલ ૨૪૪૯ લોકો માસ્ક વગરનાં માલુમ પડેલા હતા અને કુલ ૨૫૭૫૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન થતું હોય કે મોટા પ્રમાણમાં માસ્ક વગરનાં લોકો માલુમ પડેલ તેવા કતાર એરવેઝ અને VIDA કલીનીકલ રીસર્ચ પાસે રૂપીયા એક લાખ દંડ પેટે વસુલ કરવામાં આવેલ છે. તેમજ લાલદરવાજા પાથરણા બજાર , નહેરૂનગરવાળા ખાતથી રૂપીયા પચ્ચીસ હજાર તેમજ રસમ હોટલ અને મિની ડી માર્ટમાંથી રૂપિયા અગીયાર હજારનો દંડ વસુલ કરવામાં આવેલ હતો.

આ પણ વાંચો - ગાંધીનગર: ચોરી કરતાં કરતાં ચોરને ઠંડીમાં દેખાયો બ્લેનકેટ, સાત લાખના દાગીના બાજુમાં મુકીને ત્યાં જ સુઇ ગયો

આ ઉપરાંત કોવિડ - ૧૯ ની ગાઇડલાઇનનું પાલન ન કરવા બાબતે પશ્ચિમ ઝોનમાં લો ગાર્ડન પાસેનું વી માર્ટ યુનિટ સીલ કરવામાં આવેલ હતુ . આગામી સમયમાં પણ નાગરીકોનાં આરોગ્યનાં હિતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સઘન ચેકીંગ ચાલુ રાખવામાં આવનાર છે .

આ પણ વાંચો - RTPCR ટેસ્ટને લઈ મહત્વના સમાચાર: જાણો અમદાવાદમાં ક્યાં થશે મફતમાં ટેસ્ટ

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પાલન સાથે કોરોના સામે લડવા એક માત્ર ઉપાય વેકિસન મહાઅભિયાન પણ વેગ આપી રહી છે . શહેરમાં છેલ્લા ૧૨ દિવસમાં સવા બે લાખ બાળકોએ  રસીનો પ્રથમ ડોઝ લીધો છે. બુધવારે શહેરમાં ૭૦૭૭ બાળકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે . જ્યારે બુધવારે બુસ્ટર ડોઝ ૧૪ હજાર ૭૫૩ વ્યક્તિ અપાયો છે . હાલ બુસ્ટર ડોઝ , બાળકો માટે પણ રસીડોઝ આ ઉપરાત બીજો ડોઝ બાકી હોય તેવા વ્યક્તિ મહાનગર પાલિકી ૮૦ અર્બન હેલ્થ સેન્ટર અને ૮૦ શાળાઓ કોરોના વેકિસન અભિયાન ચાલી રહ્યું છે .
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, કોરોના વાયરસ, ગુજરાત, માસ્ક

આગામી સમાચાર