એએમસી દ્વારા મધ્ય ઝોન વિસ્તારને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન અને કન્ટેઇમેન્ટ ઝોનમાથી મુક્તિ આપી


Updated: June 20, 2020, 9:19 PM IST
એએમસી દ્વારા મધ્ય ઝોન વિસ્તારને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન અને કન્ટેઇમેન્ટ ઝોનમાથી મુક્તિ આપી
એએમસી દ્વારા મધ્ય ઝોન વિસ્તારને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન અને કન્ટેઇમેન્ટ ઝોનમાથી મુક્તિ આપી

મધ્યઝોનમા આવેલ દરિયાપુર , શાહપુર, જમાલપુર અને ખાડિયા વિસ્તારની અનેક પોળ અને ચાલીઓને મુક્તિ આપી

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં મધ્ય ઝોન વિસ્તારને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન અને કન્ટેઇમેન્ટ ઝોનમાથી મુક્તિ આપી છે . નવા કન્ટેઇમેન્ટ ઝોન તરીકે પશ્ચિમ ઝોન , દક્ષિણ ઝોન , પૂર્વ ઝોનના અનેક વિસ્તાર અને પોળનો સમાવેશ થયો છે. અમદાવાદ શહેરમાં કોવિડ -19નુ સંક્રમણ વધતા એએમસી દ્વારા અનેક સાવચેતીના પગલા સમાયતરે લેવામા આવ્યા છે . એએમસી દ્વારા લેવાયો પગલાઓ અને નિર્ણયની સમિક્ષા માટે અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાની આગેવાનીમાં કમિશનર મુકેશ કુમાર સહિત ડેપ્યુટી કમિશનર અને હેલ્થ અધિકારીઓ વચ્ચે બેઠકમાં અત્યાર સુધી કરાયેલ કામગીરીની સમિક્ષા કરાઇ હતી.

એએમસીએ શહેરમાં પહેલાના 35 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તારમાંથી 29 વિસ્તારને મુક્તિ આપી છે. 6 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન યથાવત્ ચાલુ રાખ્યા છે . 29 માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તાર મુક્ત કરાયા છે જેમાં મધ્યઝોનમા આવેલ દરિયાપુર , શાહપુર, જમાલપુર અને ખાડિયા વિસ્તારની અનેક પોળ અને ચાલીઓને મુક્તિ આપી છે . રથયાત્રા રૂટ પર આવતા મોટા ભાગના વિસ્તાર મધ્યઝોન અને ઉત્તર ઝોનના સરસપુર વિસ્તારનો સમાવેશ થાય છે. કોરોના વાયરસ સંક્રમણ પગલે મધ્ય ઝોન વિસ્તારના અનેક પોળ ,ચાલીઓ અને સોસાયટી કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તારમાં સમાવેશ કરાયો હતો પરંતુ હવે કન્ટેઇમેન્ટ અને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.


આ પણ વાંચો  - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 539 કેસ નોંધાયા, 24 કલાકમાં 20 દર્દીના મોત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલ નવી યાદીમાં 35 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાંથી 29 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તારને મુક્ત કર્યા છે. જોકે 6 વિસ્તારનો હજુ માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમા સમાવેશ કરાયો છે.
First published: June 20, 2020, 9:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading