'દાલ મે કુછ કાલા હૈ'? સારવાર કેટલા દર્દીની થઈ તે AMCને ખબર નથી પરંતુ ખાનગી હોસ્પિટલને ચૂકવ્યા 6.40 કરોડ


Updated: September 29, 2020, 6:20 PM IST
'દાલ મે કુછ કાલા હૈ'? સારવાર કેટલા દર્દીની થઈ તે AMCને ખબર નથી પરંતુ ખાનગી હોસ્પિટલને ચૂકવ્યા 6.40 કરોડ
આરટીઆઈ એક્ટીવીસ્ટ યશ મકવાણા

આરટીઆઈ એક્ટીવીસ્ટ યશ મકવાણા સવાલ ઉઠાવી રહ્યાં છે કે તેઓ શહેરના એક જવાબદાર નાગરીક છે અને તેઓ પોતે કરદાતા છે ત્યારે તેઓને જાણવાનો હક છે કે...

  • Share this:
અમદાવાદ: કોરોના વાયરસના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી તેના પેટે સરકાર દ્વારા ચુકવાયેલી મસમોટી રકમને લઈ અનેક સવાલો ઉઠ્યા છે. એએમસીના ઉત્તરઝોનમાં 9 જેટલી હોસ્પિટલમાં કોરોના કાળથી અત્યાર સુધીમાં 6 કરોડ 40 લાખ રુપિયા ચુકવી દેવામાં આવ્યા છે. પરંતુ કેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી કેટલાના મોત થયા અને કેટલા સાજા થયા તેનો જવાબ ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પણ નથી. અને આ હકિકતનો ખુલાસો આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી એક માહિતીમાં સામે આવ્યો છે. તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના અધિકારીઓ સવાલોના ઘેરામાં આવ્યા છે.

કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસમાં વધારો થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર અર્થે મોકલવા માટેની વ્યવસ્થા તો કરી. એએમસીએ ખાનગી હોસ્પિટલમાં અમુક ટકા બેડ સરકાર દ્વારા નક્કી કરાયેલ રકમ ખાનગી હોસ્પિટલોને ચુકવવાનું નક્કી કરાયુ હતું. પરંતુ હાલમાં જ અમદાવાદના એક જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવેલ રાઈટ ટુ ઈન્ફરમેશન એક્ટ અંતર્ગત માહિતીમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે.

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતા યશ મકવાણાએ એએમસીમાં ખાસ કરીને ઉત્તરઝોન વિસ્તારમાં 6 અલગ અલગ પ્રશ્નો પુછી માહિતી માંગવામાં આવી હતી. જેમાં એએમસી દ્વારા ઉત્તરઝોનમાં કુલ કેટલી ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર માટે માન્યતા આપવામાં આવી છે. જે પૈકી એએમસી દ્વારા ઉત્તર ઝોન વિસ્તારની આનંદ સર્જીકલ, સ્ટાર હોસ્પિટલ, કર્ણાવતી હોસ્પિટલ, કોઠિયા હોસ્પિટલ, નારાયણી મલ્ટી સ્પેશિયાલીટી, ઋગવેદહોસ્પિટલ, તપન હોસ્પિટલ, સિંધુ હોસ્પિટલ અને જીસીએસ હોસ્પિટલ એમ 9 હોસ્પિટલમાં ઉત્તરઝોન માટે વ્યવસ્થા કરાઈ હતી. જો કે ત્યાર બાદ પુછાયેલા બીજા પ્રશ્ન અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં કેટલા દર્દીઓએ સારવાર લીધી તેમાંથી કેટલા લોકો મૃત્યુ પામ્યા અને કેટલા સ્વસ્થ થયા જેના જવાબમાં કોર્પોરેશન પાસે કોઈ માહિતી ઉપબલ્ધ નહિ હોવાનો જવાબ આપવામાં આવ્યો.

આ પણ વાંચોCorona વાયરસથી મોતનો ખતરો 50% ઓછો કરી દે છે વિટામિન-D, શોધમાં થયો દાવો

ત્રીજો સવાલ સારવારમાં સાજા થનાર દર્દીઓ અને મૃત્યુ પામનાર દર્દીઓના નામ સરનામા અને તે દર્દીએ સ્વ ખર્ચે સારવાર લીધી કે કોર્પોરેશનના ખર્ચે જો કે તેની માહિતી પણ કોર્પોરેશન પાસે નથી તેવો જવાબ આપવામાં આવ્યો. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં કેટલા દર્દીઓ મોકલ્યા, કેટલા દર્દીઓએ સ્વ ખર્ચે આ હોસ્પિટલમાં સારવાર લીધી તેનો જવાબ પણ એએમસી પાસે નથી. જ્યારે ખાનગી હોસ્પિટલમાં કેટલો ખર્ચ એએમસી દ્વારા ચુકવવામાં આવે છે તેના જવાબમાં એસઓપી મુજબ બિલ ચુકવવામાં આવ્યા હોવાનું જણાવાયું. ત્યાર બાદ અન્ય એક સવાલમાં હોસ્પિટલોને કોરોનાની સારવાર અર્થે અને અન્ય કોઈ ખર્ચ કેટલી રકમ ચુકવવામાં આવી જેના જવાબમાં કોવિડ 19 ડેઝીગનેટેડ હોસ્પિટલોને તેઓના કુલ બિલના 80 ટકા રકમ પ્રમાણે 6 કરોડ 40 લાખ જેટલી રકમ ચુકવવામાં આવી હોવાનું જણાવાયુ છે.

ત્યારે આરટીઆઈ એક્ટીવીસ્ટ યશ મકવાણા સવાલ ઉઠાવી રહ્યાં છે કે તેઓ શહેરના એક જવાબદાર નાગરીક છે અને તેઓ પોતે કરદાતા છે ત્યારે તેઓને જાણવાનો હક છે કે કોર્પોરેશને આટલી મોટી રકમ હોસ્પિટલોને ચુકવી તો કેટલા દર્દીઓએ સારવાર લીધી તે પણ જણાવવું જોઈએ. જેને લઈને તેઓએ ક્યાંકને ક્યાંક રકમ ચુકવવામાં કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો છે.

આ મામલે જ્યારે એએમસીના હેલ્થ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓમપ્રકાશ સાહેબે જણાવ્યું કે, આ અંગેની માહિતી ઉત્તરઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે.બી. ઠક્કર પાસે મળી રહેશે. જેથી આ મામલે ડીવાયએમસી કે. બી. ઠક્કરને પુછતા તેઓએ જણાવ્યું કે, બધુ નિયમ અનુસાર થયુ છે અમારી પાસે જે માહિતી હતી તે આરટીઆઈ હેઠળ આપી છે. જો આરટીઆઈ એક્ટીવીસ્ટને એવું લાગે છે કે તેઓને અન્ય માહિતી મળવી જોઈએ જે મળી નથી તો તેઓ અપીલ કરી શકે છે.

મહત્વનું છે કે, હાલ તો અધિકારીઓએ માહિતી રેકોર્ડ પર છે પણ અસંતોષ હોય તો અપીલ કરે માહિતી આપીશું તેવું જણાવી દીધુ છે. પરંતુ જ્યારે આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી ત્યારે કેમ માહિતી આપવામાં ના આવી અને કેમ દર્દીઓનો આંકડો છુપાવવાનો પ્રયાસ કરાયો તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.
Published by: kiran mehta
First published: September 29, 2020, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading