અમદાવાદ: જે હોસ્પિટલનું અસ્તિત્વ જ નથી તેને AMCએ કોવિડ ડેઝિગ્નેટ હોસ્પિટલ જાહેર કરી નાંખી

અમદાવાદ: જે હોસ્પિટલનું અસ્તિત્વ જ નથી તેને AMCએ કોવિડ ડેઝિગ્નેટ હોસ્પિટલ જાહેર કરી નાંખી
અમદાવાદ : જે હોસ્પિટલનું અસ્તિત્વ જ નથી તેને એએમસીએ કોવિડ ડેઝિગ્નેટ હોસ્પિટલ જાહેર કરી નાંખી

અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગનો મોટો છબરડો સામે આવ્યો, 3 વર્ષથી હોસ્પિટલ બંધ છે અને અહીં ઓફિસ બનાવાનું કામ ચાલી રહ્યું છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે. જે સ્થળ પર હોસ્પિટલનુ અસ્તિત્વ જ નથી તે હોસ્પિટલને કોવિડ ડેઝગ્નેટ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ થતા ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યા છે. તેવામાં અમદાવાદ મહાનગર પાલિકા ખાનગી હોસ્પિટલ સાથે એમએયુ કરી તેઓ કોવિડ સારવાર આપવા માટે મંજૂરી આપી રહી છે. પરંતુ આ જ ઉતાવળમાં એએમસીનો મોટો છબરડો સામે આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ નવી 18 ખાનગી હોસ્પિટલને કોવિડ ડેઝગ્નેટ જાહેર કરી છે. જેમા 17 નંબરમાં સેટલાઇટ હોસ્પિટલનો સમાવેશ કરાયો છે પરંતુ આ હોસ્પિટલનું અસ્તિત્વ જ નથી. સ્થળ તપાસતા માલુમ પડ્યું કે અહીં તો 3 વર્ષથી હોસ્પિટલ બંધ છે અને અહીં ઓફિસ બનાવાનું કામ ચાલી રહ્યું છે.આ પણ વાંચો - ગુજરાતમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન મુદ્દે ફરતો થયો લેટર, જાણો શું છે હકીકત

સેટલાઇટ હોસ્પિટલના માલિક મોહનસિંહ ભટ્ટી સાથે ન્યૂઝ 18 ગુજરાતીએે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે એએમસીની ગંભીર ભૂલ છે. મને પણ આજે ખબર પડી તમારા માધ્યમથી કે અમારી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકે સમાવેશ કરાયો છે. છેલ્લા ત્રણ વર્ષથી હોસ્પિટલનું રિનોવેશન ચાલી રહ્યું છે . હાલ અમારી કોઇ સેટલાઇટ હોસ્પિટલ અસ્તિત્વ નથી. હું ખુદ રાજસ્થાન છું. મારી હોસ્પિટલ કોવિડ બનાવા માટે મારી સાથે કોઇ એએમસી સંપર્ક પણ કરાયો નથી.

હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોસ્પિટલ એસો. સેક્રેટરી ડો વિરેન શાહે જણાવ્યું હતું કે એએમસી કોઇ પણ તપાસ વગર કોવિડ હોસ્પિટલ જાહેર કરી રહી છે. તે ગંભીર બાબત કહેવાય. પહેલા એએમસીએ હોસ્પિટલનો ઇતિહાસ તપાસ કરવો જોઇએ. હોસ્પિટલમાં કેટલા બેડની વ્યવસ્થા છે કેવી તૈયારી છે. તેની તપાસ કરવી જોઇએ.

અમદાવાદ મહાનગર પાલિકાએ આયોજન વગર બંધ બારણે કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે. હોસ્પિટલ કોવિડ માટે કોઇ વ્યવસ્થા છે કે નહી તે જાણ્યા વિના જ હોસ્પિટલ જાહેર કરી રહી છે. જે એક મોટી ગંભીર બેદરકારી ગણી શકાય.
Published by:Ashish Goyal
First published:April 09, 2021, 22:27 pm

ટૉપ ન્યૂઝ