અમદાવાદમાં કોરોના વિસ્ફોટ: વી.એસ, એલ.જી અને શારદા હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ: વી.એસ, એલ.જી અને શારદા હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી
ફાઇલ તસવીર.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી. એસ. હૉસ્પિટલ (V S Hospital), શારદા હોસ્પિટલ (Shardaben Hospital) અને એલ. જી. હૉસ્પિટલ (L G Hospital)ને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે.

 • Share this:
  અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના (Ahmedabad coronavirus cases)ના રાફડો ફાટી નીકળ્યો છે. સરકારી કોવિડ હૉસ્પિટલ (Covid hosptial) સહિત અનેક ખાનગી હૉસ્પિટલને કોરોનાની સારવારની છૂટ આપવામાં આવી હોવા છતાં દર્દીઓને હૉસ્પિટલમાં બેડ નથી મળી રહી. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad municipal corporation) તરફથી શહેરની ત્રણ હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી. એસ. હૉસ્પિટલ (V S Hospital), શારદા હોસ્પિટલ (Shardaben Hospital) અને એલ. જી. હૉસ્પિટલ (L G Hospital)ને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે. અહીં ગાયનેક ઇમરજન્સી સિવાય તમામ કામગીરી બંધ કરવામાં આવી છે. હવે અહીં ફક્ત કોવિડ સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવશે.

  આ માટે ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે કે, શહેરમાં એસ.વી.પી સહિત મોટાભાગની ખાનગી હૉસ્પિટલોને કોવિડ ડેઝીગનેટેડ કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે. આમ છતાં, કોવિડ-19ના દર્દીઓ વધી રહ્યા છે. આથી વધારે સવલત ઊભી કરવા માટે ત્રણ હૉસ્પિટલને કોવિડ-19 હૉસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવે છે. અહીં ઇમરજન્સી (ગાયનેક ઇનરજન્સી) સિવાય તમામ કામગીરી બંધ કરવામાં આવશે.  આ પણ વાંચો: વૃદ્ધાવસ્થામાં યુવાન લાગે છે આ દેશની મહિલાઓ, પાર્લરમાં ગયા વગર આ કામ કરીને રહે છે સુંદર અને યુવાન

  અર્જુન મોઢવાડિયા કોરોના સંક્રમિત

  કૉંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે. હાલ તેઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે હોમ આઇસોલેટ થયા છે. તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત દાણીલીમડાના કૉંગ્રેસના કાઉન્સિલર શહેજાદ ખાન પઠાણ પણ કોરોના પોઝિટિવ થયા છે.

  આ પણ વાંચો: કોરોનાથી બચવા તડકે બેસો, સૂર્યપ્રકાશ કોવિડને નિષ્ક્રિય કરતો હોવાનો એક અભ્યાસમાં દાવો

  શહેરમાં RT-PCR ટેસ્ટ વધારવા અનોખી પહેલ

  અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને વધારેમાં વધારે આરટી-પીસીઆર ટેસ્ટ થયા તે માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેવી રીતે વિદેશમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટ થાય છે તેવી જ રીતે અમદાવાદ ખાતે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. એટલે કે વ્યક્તિએ પોતાની ગાડીમાંથી બહાર નીકળવાની જરૂરી નથી રહેતી. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુપ્રાટેક લેબોરેટરી તરફથી આ પહેલી શરૂ કરવામાં આવી છે.

  આ પણ વાંચો: AMCમાં બીજેપી કાર્યાલય મંત્રી પ્રશાંત કાપડીયાનું કોરોનાથી નિધન; બીજેપી યુવા મોરચાના પ્રમુખ કોરોના સંક્રમિત

  આજથી એટલે કે બુધવારથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ 800 રૂપિયામાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકશે. ટેસ્ટ કરાવ્યાના 24થી 36 કલાકમાં તેઓને ઇ-મેઇલ કે પછી વોટ્સએપના માધ્યમથી આ ટેસ્ટ મોકલી આપવામાં આવશે. વ્યક્તિ ઇચ્છે તો લેબોરેટરી ખાતેથી હાર્ડ કોપી પણ મેળવી શકશે.

  રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 6690 નવા કેસ

  મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 6,690 કેસ નોંધાયા છે. આ દરમિયાન 2,748 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં 1000 કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. 24 કલાકમાં 67 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. મંગલવારે અમદાવાદમાં 2,282, સુરતમાં 1,441, વડોદરામાં 377, રાજકોટમાં 616, જામનગરમાં 315, મહેસાણામાં 177, બનાસકાંઠામાં 137, પાટણમાં 110, ભાવનગરમાં 128, જૂનાગઢામાં 113 કેસ નોંધાયા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:April 14, 2021, 13:09 pm

  ટૉપ ન્યૂઝ