Home /News /madhya-gujarat /

અમદાવાદ : AMC કમિશનરનો સર્ક્યુલર, અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફોન પર યોગ્ય જવાબ આપવો પડશે

અમદાવાદ : AMC કમિશનરનો સર્ક્યુલર, અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફોન પર યોગ્ય જવાબ આપવો પડશે

એએમસી કમિશનર કમિશનર લોચન સહેરા

Ahmedabad Municipal Corporation - અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર લોચન સહેરાના (Lochan Sehra) સર્ક્યુલરથી ખળભળાટ મચી ગયો

અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકાના (Ahmedabad Municipal Corporation)કમિશનર લોચન સહેરાના (AMC commissioner Lochan Sehra) સર્ક્યુલરથી ખળભળાટ મચી ગયો છે. કમિશનર લોચન સહેરાએ (Lochan Sehra)સર્ક્યુલર કરતા સૂચના આપી છે કે તમામ ચૂંટાયેલા જન પ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય (MLA), સાંસદ (MP)અને કાઉન્સિલરના ફોન અધિકારીઓએ ઉપાડવા પડશે. તેમને યોગ્ય સુચારુ ઉત્તર આપવો પડશે.

AMC કમિશનર લોચન સહેરાનો સર્ક્યુલર

AMC કમિશનર લોચન સહેરાએ સર્ક્યુલરમાં જણાવ્યુ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં તમામ ડે . મ્યુનિસિપલ કમિશનરો , આસી . મ્યુનિસિપલ કમિશનરો, ખાતાનાં વડા અધિકારીઓ તથા અન્ય તમામ વિભાગનાં અધિકારીઓને જણાવવામાં આવે છે કે અમદાવાદ શહેરનાં લાગુ પડતા તમામ સંસદસભ્ય( લોકસભા અને રાજયસભા ), તમામ ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ચૂંટાયેલા હોદ્દેદારો ( મેયર , ડે . મેયર , ચેરમેન - સ્ટેન્ડીંગ કમિટી, પક્ષનાં નેતા, દંડક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીના ચેરમેન અને ડે.ચેરમેનો, મ્યુનિસિપલ કાઉન્સિલરો ) તરફથી અને / અથવા તેઓના કાર્યાલયનાં મુખ્ય અંગત મદદનીશ વગેરે તરફથી ફોન દ્વારા સંપર્ક કરવામાં આવે ત્યારે તેઓ સાથે યોગ્ય સુચારૂરૂપે સંદેશા વ્યવહાર થાય તે તમામે સુનિશ્ચિત કરવાનું રહેશે.

આ પણ વાંચો - અમદાવાદ : ફ્લાવર શો ના ટિકિટના દર નક્કી કરાયા, આ નિયમો જાણી લો નહીંતર થશે ધરમનો ધક્કો

AMC કમિશનરનો સર્ક્યુલર


સી આર પાટિલે પણ જાહેર મંચ પરથી અધિકારીઓને ટકોર કરી હતી

નોંધનીય છે કે ભુતકાળમા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે જાહેર મંચ પરથી અધિકારીઓને ટકોર કરી હતી કે અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન ઉપાડી યોગ્ય જવાબ આપવો પડશે. રાજ્યના મુખ્યમંત્રીએ પણ કેબિનેટ બેઠકમાં સૂચના આપી હતી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને યોગ્ય જવાબ અને ફોન ઉપાડવાના રહેશે. ભુતકાળમાં એએમસી ખાતે ભાજપ / કોંગ્રેસ કાઉન્સિલરો અધિકારીઓ સામે બાંયો ચઢાવી ચૂક્યા છે. ત્યારે નવા કમિશનર તરીકે હજુ તો ચાર્જ સંભાળ્યાનો એક સપ્તાહ પૂર્ણ થયો છે ત્યા જ નવા વર્ષના પ્રથમ દિવસે જ કમિશનર દ્વારા કરાયેલ સર્ક્યુલરથી ખળભળાટ મચી ગયો છે.

તો વળી કાઉન્સિલરો કહી રહ્યા છે કે આ સર્ક્યુલર કરવાથી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિનો વચ્ચે યોગ્ય તાલ મેળ વધશે. પ્રજાના કામો સરળતાથી થઇ શકશે. કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિ તેમના વિસ્તારની ફરિયાદના પગલે ફોન કરતા હોય છે. જેથી અધિકારીઓએ આ કામ પણ કરવું જોઇશે. કમિશનર દ્વારા કરાયેલ સર્ક્યુલરથી ચોકક્સ ફાયદો થશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad news, AMC News, અમદાવાદ

આગામી સમાચાર