કોરોના વાયરસ : AMC કમિશનર વિજય નહેરાએ વીડિયો જાહેર કરી અમદાવાદીઓને સાવચેત રહેવા કરી અપીલ

News18 Gujarati
Updated: March 12, 2020, 1:58 PM IST
કોરોના વાયરસ : AMC કમિશનર વિજય નહેરાએ વીડિયો જાહેર કરી અમદાવાદીઓને સાવચેત રહેવા કરી અપીલ
વિજય નહેરાની ફાઇલ તસવીર

કોરોના વાયરસ અંગે ખોટો ભય ઉભો કરવો નહીં, જરૂર લાગે તો 104 પર ફોન કરીને માર્ગદર્શન મેળવવું : અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર

  • Share this:
અમદવાદ : કોરોના વાયરસ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ (AMC Commissioner Vijay Nehra) પત્રકાર પરિષદ યોજી હતી. કમિશનર નહેરાએ પોતાના ટ્વિટરના માધ્યમથી અમદાવાદીઓને કોરોના વાયરસ (Coronavirus Threat) થી બચવા માટે અપીલ કરતો એક વીડિયો (Video) પણ જાહેર કર્યો છે. પત્રકાર પરિષદમાં નહેરાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી અમદાવાદીઓ  (Coronavirus case in Ahmedabad)ડરવાની જરૂર નથી. માત્ર સાવચેતી કોરોના વાયરસનો મોટો ઇલાજ છે.

પત્રકાર પરિષદ દરમિયાન કમિશનર વિજય નહેરા સ્પષ્ટતા કરી હતી કે, અમદાવાદીઓએ ડરવાની કે ભયભીત થવાની જરૂર નથી. WHO તરફથી કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. હું અમદાવાદીઓ ખાસ અપીલ કરું છું કે જાગૃત થાઓ. લોકોએ સાથે હાથ મિલાવવાનું ટાળો. ભીડ હોય તેવી જગ્યાઓ પર જવાનો પણ ટાળો.

આ પણ વાંચો :  Coronavirus વૈશ્વિક મહામારી જાહેર, જાણો શું હોય છે મહામારી

વધુમાં કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, તમામ લોકોને માસ્કનો ઉપયોગ કરવાની જરૂર નથી. લોકોએ ખોટો ડર ઉભો ન કરવો જોઈએ. માસ્ક એવા જ વ્યક્તિએ પહેરવું જોઇએ જેમને કોરોના જેવા લક્ષણો દેખાતા હોય. સામાન્ય નાગરિકોએ માસ્કનો ઉપયોગ કરવો હિતાવહ નથી. એટલું જ નહીં, દરેક વ્યક્તિને સેનેટાઇઝરની જરૂરી નથી, પરંતુ હોથ જરૂરથી ધોવા જોઇએ. આ મામલે જરૂર લાગે તો 104 નંબર પર કોલ કરી માર્ગદર્શન લેવું જોઇએ. નહેરાના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસ મુદ્દે અમદાવાદના તમામ કાઉન્સિલરોને પત્ર પણ લખવામાં આવશે. તેમના કહેવા પ્રમાણે તમામ કાઉન્સિલરો ડોર ટૂ ડોર જઈને લોકોને જાગૃત કરે તેવા ઉદેશ્ય સાથે આવો પત્ર લખવાની વિચારણા છે.

નોંધનીય છે કે કોરોના વાયરસના પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ચાર હજારથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. તેમજ લાખોની સંખ્યામાં લોકો કોરોના વાયરસનો શિકાર બન્યા છે. અમદાવાદ શહેરમાં પણ કોરોના વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. આથી અમદાવાદીઓ આ મહામારીની ઝપેટમાં ન આવે તેના માટે ખાસ કાળજી લેવાની જરૂર છે. કમિશનર અને મેયર સહિત રાજ્ય સરકાર લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : કોરોના, તાવ અને શરદીના લક્ષણોમાં શું તફાવત છે, કેવી રીતે ખબર પડે કે શું થયું છે?
First published: March 12, 2020, 1:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading