Home /News /madhya-gujarat /

કમિશનર લોચન સહેરાએ કહ્યું - AMC તમામ સ્થિતિ માટે તૈયાર, 97 ટકા દર્દીઓને સામાન્ય લક્ષણ

કમિશનર લોચન સહેરાએ કહ્યું - AMC તમામ સ્થિતિ માટે તૈયાર, 97 ટકા દર્દીઓને સામાન્ય લક્ષણ

કમિશનર લોચન સહેરાએ જણાવ્યું હતું કે શહેરમાં કોરોના કેસ વધી રહ્યા છે પરંતુ શહેરીજનોને અપીલ છે પેનિક ન થશો

Coronavirus cases in Ahmedabad -અમદાવાદમાં કોરોના સ્થિત અંગે કમિશનર લોચન સહેરાએ (Lochan Sehra)પત્રકાર પરિષદ કરી માહિતી આપી

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોના કેસમાં (Coronavirus cases in Ahmedabad)ધરખમ વધારો થતા અનેક નિયંત્રણ અમદાવાદીઓ પર લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા (Ahmedabad Municipal Corporation)દ્વારા આયોજીત ફલાવર શો પર રદ કરવાની ફરજ પડી છે. શહેરમાં (Ahmedabad)કોરોના સ્થિત અંગે કમિશનર લોચન સહેરાએ (Lochan Sehra)પત્રકાર પરિષદ કરી માહિતી આપી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ જણાવ્યું હતું કે શહેરમાં કોરોના (Coronavirus)વધી રહેલા કેસના પગલે 8 જાન્યુઆરીથી આયોજીત ફલાવર શો 2022 હાલ પુરતો રદ કરવાનો નિર્ણય કરાયો છે. શહેરમાં રોજ જે કેસ વધી રહ્યા છે તે અનુસાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન વધી રહ્યા છે. હાલ શહેરમાં 977 મકાનમાં 3000થી વધુ લોકો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. શહેરમાં 5634 એક્ટિવ કેસ છે જેમાંથી 5500 હોમ ક્વોરન્ટાઇન છે. જ્યારે 136 હોસ્પિટલમાં દાખલ છે. જે મોટા રાહતની હાલ વાત છે. આ ઉપરાત 142 જેટલા ધન્વંતરિ રથ દ્વારા 4000થી વધુ લોકોને તપાસ કરવામા આવી રહી છે. મોટા ભાગના 97 ટકા લોકો હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ છે. 193 સંજીવની રથ દ્વારા રોજ હોમ આઇસોલેટેડ દર્દીઓને તપાસવામાં આવે છે.

આગામી સમયમાં ટેસ્ટ વધારવામાં આવશે

વધુમા કમિશનર લોચન સહેરાએ કહ્યું હતુ કે એક સપ્તાહ અગાઉ 6000 ટેસ્ટ કરાયા જે હવે ડબલ કરી આ આંકડો 14000 ટેસ્ટ એક દિવસમાં કરવામાં આવી રહ્યા છે. હજુ પણ આગામી સમયમાં ટેસ્ટ વધારવામાં આવશે. માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં કડકાઇથી પાલન કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. પોલીસ 24 કલાક માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનના સ્થળોએ મુકાઈ છે. એક સપ્તાહથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા મુહિમ ચલાવી રહ્યા છે. શહેરમાં AMTS અને BRTS 50 ટકા મુસાફરો સાથે ચલાવવા નિર્ણય કરાયો છે. ત્યારે એક તરફ સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટ 2022 રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો - અમદાવાદની આર્યાએ નાની ઉંમરમાં મેળવી ખાસ સિદ્ધિ, જાણો કેવી કરી કમાલ

શહેરીજનોને અપીલ છે પેનિક ન થશો

વધુમા કમિશનર લોચન સહેરાએ જણાવ્યું હતું કે શહેરમાં કોરોના કેસ વધી રહ્યા છે પરંતુ શહેરીજનોને અપીલ છે પેનિક ન થશો. બીજી લહેર દરમિયાન આપણે જે તૈયારીઓ કરી હતી તેટલા જ સક્ષમ છીએ. હાલ ઓક્સિજન બેડ સામે આઇસીયુ વિથ વેન્ટિલટર આઇસીયુ તૈયાર છે. પરંતુ આ વખતે વર્તમાનમાં હજુ મોટાભાગે હોમ આઇસોલેશનમાં દર્દીઓ છે. હોસ્પિટલમાં ઓછા દર્દીઓ દાખલ છે. આપણે પબ્લિક ટ્રાન્સપોટ ઉપર કડકાઈ મૂકી છે આગામી સમયમાં વધુ કડકાઇથી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન થશે. વિદેશ મુસાફરોનો સવાલ છે ત્યાં સુધી આપણે તેમના ચેકીંગ નિયમિત કરી રહ્યા છે.

જરૂર પડશે તો ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝીગન્ટ હોસ્પિટલ કરીશું

450 જેટલા હોસ્પિટલો સાથે આપણે કરાર કર્યા હતા જેની ક્ષમતા 1700 હતી. હાલ 51 હોસ્પિટલમાં 4000 બેડની ક્ષમતા છે. જેમ જરૂર પડશે તો ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝીગન્ટ હોસ્પિટલ કરીશું. આપણે જે ટેસ્ટિંગ બતાવ્યા છે એ ખાનગી અને સરકારી બંને લેબોરેટરીમાં થતા ટેસ્ટ છે. એપેડેમીક એક્ટ હેઠળ જે કાર્યક્રમ થઈ રહ્યા છે તેની સામે નજર રખાશે. 24 ડિસેમ્બર સુધી આપણે 25 થી 30 પોઝિટિવ કેસ આવતા હતા પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં કેસ ડબલ થવાની સ્થિતિ બની છે.

વધુમા કમિશનર લોચન સહેરાએ જણાવ્યુ હતુ કે AMC ની હોસ્પિટલમાં કુલ 2805 બેડ છે. જેમા 1805 બેડ ઓક્સિજનના બેડ ઉભા કરાયા છે. ICU વેન્ટિલેટરના બેડ 263 હતા બીજી કહેર દરમિયાન જે 500 થી ઉપર વધારવામાં આવ્યા છે. વેબસાઈટ ઉપર આંકડા દર્શાવવાની કામગીરી અમે ફરી શરૂ કરીશું.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, Lochan Sehra, અમદાવાદ

આગામી સમાચાર