અમદાવાદમાં દોઢથી ચાર ઇંચ સુધી વરસાદ, લોકોને ઘરમાં જ રહેવાની સૂચના

News18 Gujarati
Updated: September 10, 2019, 4:07 PM IST
અમદાવાદમાં દોઢથી ચાર ઇંચ સુધી વરસાદ, લોકોને ઘરમાં જ રહેવાની સૂચના
અમદાવાદ વરસાદ.

અમદાવાદમાં ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા છે. ત્રણેય દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદ શહેરમાં મંગળવારે મેઘરાજા મહેરબાન થયા હતા. શહેરમાં દોઢથી લઈને ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ વરસાદ સતત ચાલુ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ લોકોને કામ વગર ઘર બહાર ન નીકળવાની અપીલ કરી છે. વિજય નેહરાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાવાની શક્યતાઓ રહેલી છે. આથી કામ સિવાય બહાર ન નીકળવું હિતાવહ રહેશે.

અમદાવાદમાં ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા છે. ત્રણેય દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલીને નદીમાં સાત હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડીને વાસણા બેરેજનું લેવલ 127 ફૂટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં બિલ્ડિંગ પર સતત ત્રીજી વખત વીજળી ત્રાટકી, રહીશોમાં ફફડાટ, બાળકો રડી પડ્યાં

શહેરમાં 38 વૃક્ષ ધરાશાયી

વરસાદને કારણે શહેરમાં એક જ કલાકમાં 38 જેટલા વૃક્ષ ધરાશાયી થયા છે. સૌથી વધારે વૃક્ષો ઉત્તર ઝોનમાં ધરાશાયી થયા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં 7, મધ્ય ઝોનમાં 6, દક્ષિણ ઝોનમાં 5, પૂર્વ ઝોનમાં 1, ઉત્તર ઝોનમાં 17, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 વૃક્ષ ધરાશાયી થયું છે.

શહેરમાં ક્યાં કેટલો વરસાદ?ચકુડીયા-------70 એમ.એમ.
ઓઢવ -------- 57 એમ.એમ.
વિરાટનગર---- 60 એમ.એમ.
પાલડી-------- 64 એમ.એમ.
ઉસ્માનપુરા ---- 41 એમ.એમ.
ચાંદખેડા-------43 એમ.એમ.
રાણીપ -------- 36 એમ.એમ.
બોડકદેવ-------46 એમ.એમ.
ગોતા ---------- 33 એમ.એમ.
સરખેજ -------- 65 એમ.એમ.
દાણાપીઠ ------ 56 એમ.એમ.
દુધેશ્વર -------- -43 એમ.એમ.
મેમ્કો ---------- 42 એમ.એમ.
નરોડા -------- 38 એમ.એમ.
કોતરપુર -------36 એમ.એમ.
મણિનગર ----- 70 એમ.એમ.
વટવા --------- 88 એમ.એમ.

પાણી ભરાવાની ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ટ્વિટ કરીને વૃક્ષો ધરાશાયી થવાને કે પછી પાણી ભરવાના કેસમાં હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. વિજય નેહરાએ નંબર જાહેર કરતા કહ્યું છે કે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વૃક્ષો પડ્યા હોય કે પાણી ભરાયા હોય તે 155303 નંબર અને 079-26582502 પર સંપર્ક કરી શકો છો.
First published: September 10, 2019
વધુ વાંચો
अगली ख़बर