Home /News /madhya-gujarat /

સામાન્ય સભામાં AMC કમિશનર અને મહિલા કાઉન્સિલર વચ્ચે શું થઇ ઉગ્ર બોલાચાલી?

સામાન્ય સભામાં AMC કમિશનર અને મહિલા કાઉન્સિલર વચ્ચે શું થઇ ઉગ્ર બોલાચાલી?

એએમસી સામાન્ય સભા

Ahmedabad news: ચાંદખેડાના મહિલા કોંગ્રેસ કાઉન્સિલર રાજશ્રી કેસરીએ (Chandkheda Women's Congress Councilor Rajshri Kesari) મેયરને સંબોધન કરી એએસમી કમિશનર સમક્ષ વેન્ટિલેટર (Ventilator) મુદ્દે સવાલો ઉભા કર્યા હતા.

અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકાની (Amdavad municipal corporation) સામાન્ય સભા પાલડી ટાગોર હોલ (General Meeting Paldi Tagore Hall) ખાતે મળી હતી. ચાંદખેડાના મહિલા કોંગ્રેસ કાઉન્સિલર રાજશ્રી કેસરીએ (Chandkheda Women's Congress Councilor Rajshri Kesari) મેયરને સંબોધન કરી એએસમી કમિશનર સમક્ષ વેન્ટિલેટર (Ventilator) મુદ્દે સવાલો ઉભા કર્યા હતા. આ મુદ્દે એએમસી કમિશનર અને કાઉન્સિલર વચ્ચે ઉગ્ર બોલાચાલી નથી હતી. કમિશનર મુકેશ કુમારે (Commissioner Mukesh Kumar) કાઉન્સિલર કહ્યું હતુ કે તમારી પાસે માહિતી ખોટી અને અધુરી છે. જે મુદે કાઉન્સિલર ઉગ્ર થતા આમને સામને નિવેદનો સામાન્ય સભામાં થતા એક સમય માટે મામલો ગરમાઇ ગયો હતો.

કાઉન્સિલર રાજશ્રી કેસરીએ સામાન્ય સભામાં સંબોધન કરતા કહ્યું હતુ કે કોરોના બીજી લહેરમાં પીએમ કેર ફંડમાંથી 100 વેન્ટિલેટર એએસમીને આપવામાં આવ્યા હતા. જે આજે પણ ટેકનિકલ કારણો સર ધુળ ખાઇ રહ્યા છે . આ ઉપરાત એએસમી કાઉનિસલર અને ધારાસભ્ય બજેટમાંથી 250 નવા વેન્ટિલેટર ખરીદી કરવામાં આવ્યા છે . જ્યારે આજે સમગ્ર વિશ્વ અને અમદાવાદ શહેર ત્રીજી લહેર પહેલાની તૈયારીઓ શરૂ કરી છે.

શહેરમાં બેડની સંખ્યા વધારી છે . શહેરમાં ઓક્સિન પ્લાન્ટ પણ વધાર્યા છે . આ ઉપરાત વેન્ટિલટરની સંખ્યામાં વધારી નવા ખરીદવાના આવ્યા છે. કાઉન્સિલર અને ધારાસભ્ય બજેટમાં નવી 250 વેન્ટિલર ખરીદવાના આવ્યા છે.

આ પણ વાંચોઃ-ગોધરાઃ ACBએ જેલ સહાયક હિતેશ રબારીને રૂ.400ની લાંચ લેતા રંગેહાથે પકડ્યો, રૂ.500 લઈ રૂ.100 આપ્યા હતા પાછા

પરંતુ એગ્વા કંપનીના 100 વેન્ટિલર પીએમ કેર ફંડમાંથી આવ્યા છતા તેનો ઉપયોગ જ થયો નથી . કેમ તેનો ઉપયોગ કરાયો નથી. જો વેન્ટિલરમા ટેકનિકલ ખામી હોય તો અત્યાર સુધી કેમ સરકારનુ ધ્યાન દોરવામા આવ્યું નથી. એએમસીની બેદરકારી કરી હોવાનો આરોપ લગાવામા આવ્યો હતો.

આ પણ વાંચોઃ-મંગળગ્રહ ઉપર કેવો થાય છે સૂર્યાસ્ત? NASAએ પહેલીવાર દુનિયાને દેખાડી અદભૂત તસવીર

એએસમી કમિશનર મુકેશ કુમારે સામાન્ય સભામાં જ કાઉન્સિલરના આરોપનો વળતો જવાબ આપતા કહ્યું હતુ કે આરોપ ખોટા અને પાયા વિહોણા છે . એએમસી તરફથી આ વેન્ટિલટર ખરીદી કરવામાં આવ્યા નથી. જેથી એએમસી એગ્વા કંપની સામે કોઇ કાર્યવાહી કરી શકે નથી.

આ પણ વાંચોઃ-પાટણઃ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત, પોલીસ મારનો આરોપ, PMમાં સામે આવ્યું અલગ સત્ય

એએસમી દ્વારા 13 નવેમ્બરના રોજ રાજ્ય સરકારમાં આરોગ્ય વિભાગને પાંચ મુદ્દે પત્ર લખી જાણ કરાઇ છે. કાઉન્સિલર તરીકે તમારી પાસે માહિતી ખોટી છે કોઇ માધ્યમના આધારે તમે જે આરોપ લગાવ્યો છે અર્થ વગરના છે.

આ પણ વાંચોઃ-દાહોદઃ પ્રેમ સંબંધ રાખવાનો ઈન્કાર કરતા પ્રેમિકાની હત્યા, જંગલમાં લઈ જઈ સળગાવી, પ્રેમીની ધરપકડ

તમારું નિવેદન બોગ્સ અને વાહયાદ છે. અહીં આ મુદ્દે કોઇ ચર્ચા કરવાની જરૂર નથી. જો તમારે માહિતી જોઇએ છે તો રાજ્ય સરકારના આરોગ વિભાગ સમક્ષ રજૂઆત કરવી જોઇએ . એએમસી પાસે કોઇ પગલા લેવાની આ મુદ્દે સત્તા નથી.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, AMC News, Gujarati News News

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन