લ્યો બોલો! અમદાવાદમાં બે દિવસ પહેલાં જ લોકાર્પણ થયેલી પાણીની ટાંકી લીક

News18 Gujarati
Updated: January 25, 2020, 12:43 PM IST
લ્યો બોલો! અમદાવાદમાં  બે દિવસ પહેલાં જ લોકાર્પણ થયેલી પાણીની ટાંકી લીક
હાંસોલમાં બનેલી પાણીની ટાંકી લીક થતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા

મોટી દુર્ઘટનાની રાહ જોતી એએમસી, 20 કરોડના ખર્ચે તૈયાર થયેલ ટાંકીનું મેયરના હસ્તે થયુ હતું લોકાર્પણ. ટાંકીમાંથી ફૂંવારાની જેમ પાણી લીક થયું.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બલિહારી ગણો કે ભ્રષ્ટ નીતિનો નમૂનો બે દિવસ પહેલા તૈયાર થયેલી પાણીની ટાંકી લીક થઇ. અમદાવાદ શહેરના સરદારનગર વોર્ડમાં આવેલ હાંસોલ વિસ્તારમાં તૈયાર થયેલી ટાંકીમાંતી ફુવારની જેમ પાણી લીક થતા સ્થાનિકોએ એએમસીને ફરિયાદ કરી છે.

અમદાવાદના હાંસોલના ઇસ્કોન વિલા પાસે પાણીની ટાંકી અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કરાયુ હતું.. મેયર બિજલ પટેલના હસ્તે ગત 21મીએ પાણીની ટાંકી લોકાર્પણ કારયુ હુતં.. પછી આ પાણીની ટાંકીમાં બે દિવસ બાદ પાણી લીક થવા લાગ્યુ હતું. સવાર પીક અવર્સમાં તો આ પાણીની ટાંકીનું પાણી ફુવારા સાથે આસપાસના ફ્લેટ ઉડતુ હતું.. તેવી ફરિયાદો સ્થાનિકો દ્વારા ઉઠવા પામી હતી.

આ પણ વાંચો : રાહુલ ગાંધી કરશે હુંકાર, રાજ્યમાં બેરોજગારી, મોંઘવારી અને આર્થિક સ્થિતિ અંગે સભાઓ સંબોધશે

20 કરોડના ખર્યે તૈયાર થયેલ પાણીની ટાંકી બે દિવસમાં જ લીક થતા એએમસીની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.. આ અંગે એએમસીના અધિકારી સાથે ફોન પર વાતચિતમાં જણાવ્યુ હતું,, કે ટાંકીમાં લીકેજ પર તપાસ કરાઇ છે. તેમજ કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપવામાં આવી છે.. ટાંકી સાથે નેટવર્ક અને કનેક્શન આપવાની કામગીરી હજુ બાકી છે. દરમ્યાનમાં ટેસ્ટીંગ માટે પાણી ભરાતા ત્રણેક જગ્યાએ લીકેજ જોવા મળ્યુ છે.

મેયર બિજલ પટેલે બે દિવસ પહેલાં જ પાણીની ટાંકીનું લોકાર્ણ કર્યુ હતું.


આ પણ વાંચો : ગુજરાત ભાજપના ધારાસભ્યોએ અચનાક કેમ ધમપછાડા શરૂ કર્યા?મહત્વપૂર્ણ છે કે નિકોલની નવી બનેલી ટાંકીનો સ્લેબ તુટી પડતા પાંચેક મજૂરોને ઇજાઓ થતા હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. આ જ ગાળમાં તેની નજીકમાં જ બનેલી લીલાનગરની પાણીની નવી જ ટાંકીમાંથી પાણીના ફુવાર છુટતા હોવાની બાબત સામે આવી હતી.. આ પહેલા નિકોલના સ્માશન પાસે તૈયાર થયેલી ટાંકી પણ લીકેજ થવાની ઘટના સામે આવી હતી.. ત્યારે એએમસીના એન્જિનિયરીંગ ખાતાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. કેમ ટાંકીનું સુપરવિઝન થતુ નથી.. શું માત્ર કોન્ટ્રાક્ટર કામ આપી સત્તાધીશો અને અધિકારીઓ છૂટી જાય છે.. જો કોઇ મોટી જાનહાનિ બનશે ત્યારે જ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરશે.
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर