Home /News /madhya-gujarat /

AMC બજેટ સત્ર રૂ.૮૮૦૭ કરોડના બજેટના પર ચર્ચા, ચેરમેન હિતેશ બારોટે બજેટમાં સર્વાંગી વિકાસ આપતું ગણાવ્યુ

AMC બજેટ સત્ર રૂ.૮૮૦૭ કરોડના બજેટના પર ચર્ચા, ચેરમેન હિતેશ બારોટે બજેટમાં સર્વાંગી વિકાસ આપતું ગણાવ્યુ

ચેરમેન હિતેશ બારોટ

Ahmedabad News: બજેટ સત્રના બીજા દિવસે જનરલ બજેટ પર સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) ચેરમેન હિતેશ બારોટે શહેરમાં વિકાસ કામોના આયોજન, વિકાસ કામ પ્રગતિ અને સત્તા પક્ષે રજૂ કરેલ રૂપિયા 8807 કરોડના બજેટ વિકાસ કામ અંગે માહિતી આપી હતી.

વધુ જુઓ ...
અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકાના (Amdavad municipal corporation) સત્તા પક્ષે વર્ષ ૨૦૨૨/૨૩નું રૂપિયા ૮૮૦૭ કરોડના બજેટ (Budget) પર ચર્ચા હાથ ધરાઇ હતી. એએસમી સભા ગૃહમાં બે દિવસ માટે બજેટ પર ચર્ચા કરવા વિશેષ સત્રનું (Special budget session) આયોજન કરાયું હતું . સત્તા પક્ષ ભાજપ તરફથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન (Chairman of the Standing Committee) હિતેશભાઇ બારોટ દ્વારા શહેરના વિકાસ કામો , ભવિષ્યના વિકાસના કામો આયોજન અને ભુતકાળમા થયેલા કામો અંગે બજેટ સત્રમા કાઉન્સિલર માહિતગાર કર્યા હતા.

એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યુ હતુ કે કમિશનર દ્વારા રૂપિયા ૮૧૧૧ કરોડના ટ્રાફટ બજેટ ઉપર સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા ૬૯૬ કરોડના સુધારા સાથે કુલ રૂપિયા ૮૮૦૭ કરોડ નું સને ૨૦૨૨/૨૩ નાણાકિય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરતા હું ગૌરવ અનુભવી રહ્યો છું . ભાજપ સાશનમાં પહેલા વાર ૭૦ ચોમી સુધીના રહેણાક તમામ મિલકતોમાં વર્ષ ૨૦૨૨/૨૩ માં ૨૫ ટકા ટેક્ષ માફી આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે . કોરોના મહામારીની અસરને ધ્યાને રાખતા શહેરના ગરીબ અને મધ્યવર્ગના નાગરિકોને નાણાકિય રાહત આપવા નિર્ણય કરાયો છે . આ ઉપરાત   પ્રોપર્ટી ટેક્ષ, વોટર ટેક્ષ કે કોન્જેરવન્સ ટેક્ષમા કોઇ વધારો સુચવ્યો નથી.

વધુમા ચેરમેન હિતેશ બારોટ જણાવ્યુ હતુ કે આજે શહેર ૫૦૫ ચોરસ કિલો મીટરનો વિસ્તાર અને અંદાજીત ૭૨ લાખમાં જન સંખ્યા સામે શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર વધાર્યા છે. વોટર ટ્રીટમ્ન્ટ પ્લાન્ટમા ક્ષમતા વધારો કર્યો છે . શહેરમાં નવા ભળેલા વિસ્તારમાં પણ નર્મદા નીર આપવાનું આયોજન કરાયું છે . વધુમા ડ્રેનેજ પ્રોજેકટ અંતર્ગત ૯૦૦ કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ કામગીરી કરવામાં આવશે . જે અંતર્ગત કેનાલની બન્ને બાજુ સ્ટ્રોમ વોટર ડક્ટ તેમજ ડ્રેનેજ લાઇન નાંખી રોડ ડેવલપની કામગીરી કરવામાં આવશે.

શહેરમાં સરકારે આપેલા નવા તળાવનો વિકાસ કરવા અલંગથી ગ્રાન્ટની જોગવાઇ કરાઇ છે. વધુમા ચેરમેન હિતેશ બારોટ જણાવ્યુ હતુ કે રોડ પ્રોજેકટ માં ચાલુ વર્ષે શહેરના વિવિધ ઝોનમા રૂપિયા ૨૮૭ કરોડથી વધુના ખર્ચે ૧૩૬ કિમીના રોડ બનાવવાનું કામગીરી પૂર્ણ કરી છે . વધુમા શહેરમાં જૂદા જૂદા ૧ લાખ  ૫ હજાર ચોરસ મીટરમાં માઇક્રો સરફેસીગ કરવામાં આવશે . શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં નવા અનેક બ્રિજ બનાવાનુ પણ બજેટમાં આયોજન કરાયું છે.

આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણી રૂપ અમદાવાદનો કિસ્સો! ઈન્સ્ટાગ્રામે દાટ વાળ્યો, બોર્ડની પરીક્ષાની ચિંતા કર્યા વગર સગીરાએ કર્યું આવું કામ

વધુમા ચેરમેન હિતેશ બારોટ જણાવ્યુ હતું કે એએમટીએસ અને બીઆરટીએસ બસમાં નવી ઇ બસો અને સીએનજી બસો લાવાનું આયોજન કરાયું છે . શહેરમાં ઇલેક્ટ્રિકલ વાહન પ્બલિક ચાર્જીગ માળતા સુવિધા પોલીસી અંતર્ગત શહેરમાં તબક્કા વાર ૩૦૦ લોકેશન નક્કી કરી ઇવી ચાર્જીગ સ્ટેશનો ઉભા કરવાનું આયોજન છે . નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટર કોમ્પલેક્ષ રૂપિયા ૫૯૦ કરોડના ખર્ચે ભારત સરકારના સહયોગીથી બનાવાનુ આયોજન કરાયું છે.

આ પણ વાંચોઃ-દાહોદઃ પ્રેમમાં ખીલી રૂપ પતિની પત્નીએ કરી હત્યા, કાસળ કાઢી નાંખવા ઘડ્યો હતો જોરદાર પ્લાન

વધુમા ચેરમેન હિતેશ બારોટ જણાવ્યુ હતુ કે મહાનગર પાલિકાના ભાજપ શાસકો દ્વારા શહેરમાં તમામ વર્ગે સુવિધાઓ મળી રહે તેવું સર્વાંગી વિકાસ કરતું બજેટ સભા ગૃહમાં મુક્યુ છે . વિપક્ષ પણ સત્તા પક્ષે રજૂ કરેલા  બજેટને સર્વ સહમતીથી મજુર કરવા દરખાસ્ત કરુ છું. બજેટ સત્ર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ કાઉન્સિલર વચ્ચે ચકમક જોવા મળી હતી. કોંગ્રેસ કાઉન્સિલર એકા એક ઉભા થઇ સવાલો મારો કરતા એક સમયે માટે મેયર પણ કોંગ્રેસ કાઉન્સિલર વચ્ચે રોક્યા હતા. તો સત્તા પક્ષ પણ કોંગ્રેસ સવાલ વળતો આક્રમક જવાબ આપ્યા હતા . આખરે બજેટ બહુમતીથી બજેટ સત્રમા મંજૂર કરાયું હતું. વિપક્ષ આપેલા સુધારા વિચારાધીન રખાયા હતા.

વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણના સત્તા પક્ષના વિકાસ પર કર્યા કટાક્ષ
AMC બજેટ સત્ર દરમિયાન વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણના સત્તા પક્ષના વિકાસ પર કર્યા કટાક્ષ કરતા કહ્યું હતુ કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા છેલ્લા એક દાયકાથી અમદાવાદ શહેરની આગળ નવા-નવા વિશેષણ લગાડીને શહેરીજનોને છેતરવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પહેલાં અમદાવાદ શહેરને જીરો વેસ્ટ સીટી બનાવવાનો વાયદો કરાયો હતો પણ તેની હવા નીકળી ગઇ છે પછી અમદાવાદ શહેરને ડસ્ટ ફ્રી સીટી બનાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો પણ તે માત્ર કાગળ ઉપર રહ્યું છે. અમદાવાદ શહેરને લીવેબલ-લવેબલ સીટી બનાવવાની ગુલબાંગો ફુંકવામાં આવી હતી પણ તેમાં કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, AMC News, Gujarati news

આગામી સમાચાર