અમદાવાદ : કોરોના કેસ વધતા એએમસીનો મોટો નિર્ણય, આ આઠ વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર બંધ રહેશે

અમદાવાદ : કોરોના કેસ વધતા એએમસીનો મોટો નિર્ણય, આ આઠ વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર બંધ રહેશે
પ્રતિકાત્મક તસવીર

રાતના 10 વાગ્યા પછી મોલ, શો રૂમ, ટી સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડ દુકાન , પાન મસાલા , સ્પા જીમ ક્લબ બંધ રાખવાનો નિર્ણય કર્યો

 • Share this:
  અમદાવાદ : કોરોના વાયરસના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે. શહેરના આઠ વોર્ડમા રાત્રીના 10 કલાક પછી દુકાન ગલ્લાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોધપુર,( સાઉથ બોપલ સાથે), નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા, મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી મોલ, શો રૂમ, ટી સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડ દુકાન , પાન મસાલા , સ્પા જીમ ક્લબ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

  એમસીએ પ્રેસ નોટમાં કહ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં નોંધાયેલા કેસોનું એનાલિસિસ કરતાં કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.  આ પણ વાંચો - રાજકોટ : ધૈયરાજની સારવાર માટે રાજકોટના મેયર અને કલાકાર દેવાયત ખવડે રસ્તા પર ઉતરી ફંડ ભેગું કર્યું

  આ 8 વોર્ડમાં હાલમાં રિપોર્ટ થયેલા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને ધંધાકીય એકમ જેવા કે, રેસ્ટોરન્ટ, મોલ, શો-રૂમ, ટી-સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડની દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલૂન, સ્પા, જિમ, ક્લબ વગેરે એકમો રાતના 10 વાગ્યા બાદ બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત મધ્ય ઝોનના ખાડિયા વિસ્તારમાં આવેલા માણેકચોક ખાણીપીણી બજાર તથા રાયપુર દરવાજા પાસે આવેલા રાયપુર ખાણીપીણી બજાર પણ રાતના 10 વાગ્યા પછી બંધ રાખવાનો આદેશ કરાયો છે.

  આજે રાજ્યમાં કુલ 890 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ 590 વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 262, અમદાવાદમાં 209, રાજકોટમાં 95, વડોદરામાં 93, ભરૂચમાં 31, ખેડામાં 23, દાહોદમાં 15, આણંદ 14, નર્મદામાં 17, પંચમહાલમાં 14, જામનગરમાં 14, ભાવનગરમાં 12, ગાંધીનગરમાં 18, કચ્છ, મહેસાણામાં 10-10, મહીસાગરમાં 8, સાબરકાંઠામાં 9, અમરેલીમાં 6, જૂનાગઢમાં 9, પાટણમાં 5, ગીર સોમનાથમાં 4, મોરબી, સુરેન્દ્રનગરમાં 4-4, નવસારી અને તાપીમાં 2-2, અરવલ્લી, દેવભૂમિ દ્વારકામાં 1-1 એમ કુલ 890 કેસ નોંધાયા છે.
  Published by:Ashish Goyal
  First published:March 15, 2021, 19:51 pm

  ટૉપ ન્યૂઝ