Home /News /madhya-gujarat /

અમદાવાદઃ તહેવારો નિમિત્તે વેપારીઓ અને ફેરિયાઓ માટે AMCએ જાહેર કરી નવી ગાઈડલાઈન, પાળવા પાડશે આ નવા નિયમો

અમદાવાદઃ તહેવારો નિમિત્તે વેપારીઓ અને ફેરિયાઓ માટે AMCએ જાહેર કરી નવી ગાઈડલાઈન, પાળવા પાડશે આ નવા નિયમો

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવાર નિમિત્ત જાહેર રસ્તા પર હાટડી બાંધી, મંડપ, લારીમાં, ફુટપાથ, ખુલ્લી જગ્યામાં કે ડોમ બાંધીને કપડા વેચતા વેપારીઓ માટે ખાસ ગાઈડલાઈન બહાર પડાઇ છે.

અમદાવાદઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં (Gujarat) કોરોનાનો (coronavirus) કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે તંત્ર પણ કોરોનાને ભગાડવા માટે પૂરતો પ્રયત્ન કરી રહ્યું છે. અમદાવાદ શહેરમાં પણ કોરોના વાયરસના કેસો પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation) પણ શહેરમાં તહેવારોના સમયમાં વધુ કોરોના ન ફેલાય તે માટે કામગીરી હાથધી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવાર નિમિત્ત જાહેર રસ્તા પર રહેલા લારી ગલ્લા, ફેરિયા માટે એસ.ઓ.પી. (SOP) જાહેર કરી છે.  હાટડી બાંધી , મંડપ , લારીમાં, ફુટપાથ, ખુલ્લી જગ્યામાં કે ડોમ બાંધીને કપડા વેચતા વેપારીઓ માટે ખાસ ગાઈડલાઈન (corona guideline ) બહાર પડાઇ છે. ડોમના પ્રવેશ દ્વાર પર સેનિટાઈઝર અને થર્મલ ગન રાખવાની રહેશે. હાથલારીમાં કપડાં વેંચતા ફેરિયાઓએ ગ્લોવ્ઝ પહેરવાના રહેશે. ફેરિયાઓ અને સ્ટાફ ને દર 15 દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. વિવિધ પ્રકારના કપડાંને સાઈઝ મુજબ અલગ અલગ પેકિંગમાં જ રાખવાના રહેશે. ગ્રાહકોની ભીડ વધે તો લાઈન બનાવી વેચાણ કરવાનું રહેશે.

ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચિત કરતા સોલિડ વેસ્ટ વિભાગ ડાયરેક્ટર હર્ષદરાય સોલંકી જણાવ્યુ હતુ કે તહેવાર નિમિત્તે લોકો ખરીદી માટે દુકાનો , લારીઓ , જાહેર પ્લોટમા લાગેલા ડોમમાં કપડા સહિત અન્ય વેચાણ થાય છે. જ્યા હવે નવી એસ ઓ પી મુજબ વેપારીઓ અને લારીમાં વેચાણ કરતા કે ડોમ બનાવી વેચાણ કરતા કપડા હવે ખુલામા વેચી નહી શકાય. પરંતુ કપડા પાર્સલ પૈકિગ કરી આપવાના રહેશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ નવરાત્રીના પહેલા નોરતે સોના-ચાંદીમાં કેવો થયો ફેરફાર? ફટાફટ જાણી લો આજના નવા ભાવ

ગ્રાહકોને માલ સંમાનને વારંવાર સ્પર્શ નહી કરી શકે, ગ્રાહકને ટ્રાયલ કરવા દેવું નહી . પેન્ટ , શર્ટ , ટી શર્ટ કે અન્ય કોઇ પણ પ્રકારના કપડા ખુલ્લા વેચાણ કરવા નહી . તમામ વેરાઇટીઝના કપડા સાઇઝ અને ડિઝાઇન વાઇઝ અલગ અલગ અને વ્યવસ્થિત પ્રાંગણમાં વેચાણ કરવા . ગ્રાહક એક સાથે બે ભેગા થઇ શકશે નહી . જો ભેગા હોય તો દરેક ગ્રાહક દિઠ છ ફુટ અંતર ફરજીયાત રહેશે.

આ પણ વાંચોઃ-Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, નવ દિવસના આ નવ મંત્રો, જેના જાપથી માતાજીની થશે અસીમકૃપા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ શેરી કે સોસાયટીમાં ગરબા કરવાનું વિચારી રહ્યા છો તો ચેતજો, 110 ટીમો રાખશે બાજ નજર, થશે કડક કાર્યવાહી

નોંધનિય છે કે આ પહેલા એએમસી દ્વારા જાહેર રસ્તા પર થુંકવા પર પ્રતિબંધ મુકાયો હતો. અને ત્યાર બાદ માસ્ક ફરજીયાત પણ કરાયું છે. ફરી એકવાર તહેવાર નજીક આવી રહ્યા છે . ત્યારે નવી એસ ઓ પી બનાવી સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ -19 રોકથામ માટે જરૂરી તમામ પગલા લેવા માટે એએમસી પગલા ભરશે.ઉલ્લેખનીય છે કે નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે. જેના પગલે લોકો ખરીદી કરવા નીકળશે. જોકે, શહેરમાં ચાલતા કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસ વધારે ફેલાય નહીં તે માટે તંત્ર સજ્જ બનીને વેપારીઓ અને અન્ય ફેરિયાઓ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, COVID-19, Guideline, અમદાવાદ, કોરોના વાયરસ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन