Home /News /madhya-gujarat /

Ahmedabad News: AMC ઝુંપડપટ્ટી પુન: વિકાસ અને EWS આવાસ યોજનમાં અન્ય શહેરો કરતા આગળ

Ahmedabad News: AMC ઝુંપડપટ્ટી પુન: વિકાસ અને EWS આવાસ યોજનમાં અન્ય શહેરો કરતા આગળ

હાલમાં 19 લોકેશન ઉ૫૨ અંદાજીત 20580 આવાસોનાં કામો જુદા જુદા તબક્કે પ્રગતિમાં છે.

AMC News: વધુમાં કમિશનર લોચન સહેરાએ કહ્યું હતુ કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે (EWS)ના આવાસોમાં અત્યાર સુધીમાં 10159 આવાસો અંદાજીત રૂ.543.58 કરોડના ખર્ચે તૈયાર કરી લોકાર્પણ કરેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation)ના કમિશનર લોચન સહેરાએ સરકારી આવાસ યોજના અંગે માહિતી આપતા કહ્યું હતુ કે, અમદાવાદ મહાનગર પાલિક (AMC) દ્વારા ઝુંપડપટ્ટી પુનઃ વિકાસ અને પુનઃ વસન યોજના EWS આવાસ યોજના અને જાહેર આવાસ યોજના પુન: વિકાસ માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોરોના સમયે પણ કામ અટક્યા નથી.

AMC કમિશનર લોચન સહેરાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ઝુંપડપટ્ટી પુન: વિકાસ અને પુન: વસન અંતર્ગત અત્યાર સુધીમાં 10 સ્લમનાં કામો 3298 આવાસો અને 143 દુકાનો અંદાજીત 261.23 કરોડના ખર્ચે તૈયાર કરી લોકાર્પણ કરેલ છે. ઓઢવ ખાતે ઇન્દિરાનગર આવાસ યોજના અંતર્ગત 1610 આવાસો અને ૫૨ દુકાનો અંદાજીત 165.75 કરોડના ખાર્ચે તૈયાર કરેલ છે. આમ આ લોકાર્પણ પૂર્ણ થયેથી કુલ 4908 આવાસો તથા 195 દુકાનોના કામો પૂર્ણ થશે.વધુમાં ટુંક સમયમાં 428 આવાસો અને 6 દુકાનો મળી અંદાજીત રૂ.33.20 કરોડના સ્લમના કામોને પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવશે. આ સિવાય હાલમાં 31 સ્લમના અંદાજીત 19011 આવાસોનાં કામો જુદા જુદા તબક્કે પ્રગતિમાં છે.

ઝુંપડપટ્ટી પુન: વિકાસ અને પુન: વસન અંતર્ગત અત્યાર સુધીમાં 10 સ્લમનાં કામો 3298 આવાસો અને 143 દુકાનો અંદાજીત 261.23 કરોડના ખર્ચે તૈયાર કરી લોકાર્પણ કરેલ છે.


વધુમાં કમિશનર લોચન સહેરાએ કહ્યું હતુ કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે (EWS)ના આવાસોમાં અત્યાર સુધીમાં 10159 આવાસો અંદાજીત રૂ.543.58 કરોડના ખર્ચે તૈયાર કરી લોકાર્પણ કરેલ છે. વધુમાં ટુંક સમયમાં 2499 આવાસો અંદાજીત રૂ.148.40 કરોડના કામોને પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવશે.આ સિવાય હાલમાં 19 લોકેશન ઉ૫૨ અંદાજીત 20580 આવાસોનાં કામો જુદા જુદા તબક્કે પ્રગતિમાં છે.

આ પણ વાંચો- અમદાવાદઃ ત્રણ લોકો મારા મોતનું કારણ, Video બનાવીને યુવકે કર્યો આપઘાત

વધુમાં કમિશનર માહિતી આપતા કહ્યું હતુ કે જાહેર આવાસોના પુનઃ વિકાસ અને પુનઃ વસન-2016 અંતર્ગત હાલમાં અંદાજીત 3970 આવાસોનાં જુદા જુદા 9 લોકેશન ઉપર જુદા જુદા તબક્કે કામ પ્રગતિમાં છે વધુમાં ૯૩૬ આવાસોનાં જુદા જુદા 4 લોકેશન ઉપર બનાવવા ટેન્ડર પ્રકીયા હાથ ધરવામાં આવેલ છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Muncipal corporation, Ahmedabad Municipal commissioner, Ahmedabad Municiple corporation, Ahmedabad news, AMC latest news, AMC project

આગામી સમાચાર