હિટવેવના પગલે AMCની તકેદારી: ST સ્ટેન્ડ પર પાણી, BRTS સ્ટેન્ડ પર મળશે ORS

News18 Gujarati
Updated: April 25, 2019, 12:29 PM IST
હિટવેવના પગલે AMCની તકેદારી: ST સ્ટેન્ડ પર પાણી, BRTS સ્ટેન્ડ પર મળશે ORS
પ્રતિકાત્મક તસવીર

તા.26થી 28 એપ્રિલ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની અસર રહેશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં ઉત્તર પશ્ચિમના ગરમ પવન ફૂંકાતા અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાયો છે. આજે હવામાન વિભાગે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. તા.26થી 28 એપ્રિલ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની અસર રહેશે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવનો ફૂંકાશે. અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. 26 એપ્રિલે અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જવાની હવામાન ખાતાએ આગાહી કરી છે અને રેડ એલર્ટની આગાહી કરી છે.

આ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખતા મ્યુનિ.એ એક એડવાઇઝરી પણ જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બાગ બગીચાઓ હવે રાતનાં 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. એસટી ડેપો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત બીઅઆરટીએસનાં સ્ટેન્ડ પર ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવશે. નોંધનીય છે કે ગઇકાલે એટલે બુધવારે 102 લોકોને ગરમીની અસર થઇ હતી. જેમાં 24 લોકો બેભાન થઇ ગયા હતાં.

આગામી 6 દિવસમાં તાપમાન કેટલું રહેશેતારીખ તાપમાન
25 એપ્રિલ 44 ડિગ્રી
26 એપ્રિલ 45 ડિગ્રી
27 એપ્રિલ 45 ડિગ્રી
28 એપ્રિલ 45 ડિગ્રી
29 એપ્રિલ 44 ડિગ્રી
30 એપ્રિલ 44 ડિગ્રી

ગરમીથી બચવા આટલું જરૂર કરો

  • વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.

  • લાંબો સમય તડકામાં ન રહેવું.

  • હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા.

  • બપોરે 12થી 5 દરમિયાન કામ વગર બહાર ન નીકળવું. નાના બાળકો-વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

First published: April 25, 2019, 7:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading