સાવધાન ! AMCના નામે ફરતી થયેલી ખોટી જાહેરાતે હજારો પેન્શનરોને દોડતા કર્યા


Updated: June 10, 2020, 3:00 PM IST
સાવધાન ! AMCના નામે ફરતી થયેલી ખોટી જાહેરાતે હજારો પેન્શનરોને દોડતા કર્યા
પ્રતિકાત્મક તસવીર

પેન્શનના નાણા લઇ જવાની અસામાજિક તત્વો દ્વારા જાહેરાત સોશિયલ મિડીયામા ફરતી કરતા એએમસી તંત્રે ખુલાસો આપ્યો છે.

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણા વિભાગના નામે સોશિયલ મિડીયામા જાહેરાત ફરતી થતા હજારો પેન્શનરો ધંધે લાગ્યા હતા. એએમસીના નામે પેન્શનરો માટે સિવિક સેન્ટર પર આવી પેન્શનના નાણા લઇ જવાની અસામાજિક તત્વો દ્વારા જાહેરાત સોશિયલ મિડીયામા ફરતી કરતા એએમસી તંત્રે ખુલાસો આપ્યો છે. તેમણે કહ્યું હતુ કે, આ પ્રકારની કોઇ જાહેરાત આપવામાં આવી નથી.

એએમસી નાણા વિભાગના ચીફ એકાઉન્ટર અમીષ શાહે ન્યુઝ18ગુજરાતી સાથે વાતચિતમા જણાવ્યું છે કે, એએમસી દ્વારા હજુ કોઇ જાહેરાત પેન્શનરો માટે કરાઇ નથી . હજુ તો સત્તાવાર મંજૂરી માટે કમિશનર સાહેબ પાસે ફાઇલ પેન્ડીંગ પડી છે.એએમસી આ અંગે જાહેરાત આપવાની હતી તે પણ 15 જૂન બાદ . પરંતુ કોરોના વાયરસના પગલે સિનિયર સિટીઝનને રૂબરૂ ન આવું પડે તેથી હાલ આ નિર્ણય પણ મોકુફ રખાયો છે. આગાની 15 ઓગષ્ટ બાદ રૂબરૂ પેન્શનરોને પેન્સના નાણા અપાશે. કોઇ અસામાજિક તત્વો દ્વારા મજાક કરવામાં આવી છે . અને એએમસીના નામે ખોટા જાહેરાત બનાવી સોશિયલ મિડીયામા ફરતી કરવામાં આવી છે. આ જાહેરાત સદંતર ખોટી છે . હાલ એએમસીએ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.

આ પણ જુઓ - 
 

નોંધનીય છે કે, પેપરના કટિંગ સાથે સોશિયલ મિડિયામાં ફરતી થયેલી એક જાહેરાતે હજારો પેન્શનરોને સિવિક સેન્ટરના ધક્કા ખાતા કરી દીધા હતા. જાહેરાતમાં લખ્યું હતુ કે, તમારા નાણા લેવા માટે તમારે રૂબરૂ આવું પડશે. તેમાં પણ 31 જૂન સુધી. નહિતર તમને ઓગષ્ટથી નાણા નહી મળે. આ પ્રકારની જાહેરાતથી ડરી સિનિયર સિટીઝન પેન્સરોએ સિવિક સેન્ટર પર દોડ મુકી હતી. જો આખરે એએમસી આ અંગે ખુલાસો કરાયો છે.  એક તરફ કોવિડ મામલે સિનિયર સીટીઝનને ઘર બહાર ન નીકળવા ઉચ્ચ અધિકારીઓએ અપીલ કરી છે.  તો બીજી તરફ આજ લોકોને પોતાની હયાતી સાબિત કરવા રુબરુ બોલાવવાના આદેશથી કુતૂહલ ઉભુ થયું હતુ. રુબરુ નહિ આવે તો ઓગસ્ટ 2020થી પેન્શન બંધ કરવાની પણ ચીમકી અહીં આ જાહેરાત કરાઇ હતી .
First published: June 10, 2020, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading