અમદાવાદઃ આંબાવાડી પાંજરાપોળની કોરોડની જમીનનો કેટલોક ભાગ પચાવી પાડ્યો, વિરલ-વિપુલ દેસાઈ સહિત ત્રણની ધરપકડ

અમદાવાદઃ આંબાવાડી પાંજરાપોળની કોરોડની જમીનનો કેટલોક ભાગ પચાવી પાડ્યો, વિરલ-વિપુલ દેસાઈ સહિત ત્રણની ધરપકડ
આરોપીઓની તસવીર

છારોડીનાં રેવન્યુ તલાટીએ એસજી હાઈવેની બન્ને તરફ આવેલી જમીનમાં 6 જેટલા આરોપીઓએ ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડવાનો પ્રયત્ન કરનારા 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
અમદાવાદ: શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ વખત ફરિયાદ નોંધાતા ભુમાફિયાઓમાં (Bumafiya) ફફડાટ ફેલાયો છે. અમદાવાદ શહેરમાં (Ahmedabad) પ્રથમ વખત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ લગાવતા અધિનિયમ એટલે કે લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ 2020 (Land Grabbing Prohibition Act 2020) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  અમદાવાદમાં એક જ દિવસમાં એક સાથે પોલીસ સ્ટેશનમાં (Police station) 3 અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે.

ભુમાફિયાઓ સામે પોલીસનો સકંજો શહેરમાં એક જ દિવસમાં ત્રણ ફરિયાદ જમીન પર ગેરકાયદે કબ્જો જમાવનાર વિરુદ્ધ ફરિયાદ 3 પોલીસ મથકમાં 10 ભુમાફિયાઓ વિરુદ્ધ ફરિયાદ 6 જમીન માફિયાઓની કરી ધરપકડ હતી.અમદાવાદ ઝોન7 DCP પ્રેમસુખ ડેલું અંગે માહિતી આપતા જણાવ્યું કે બોપલના પ્રણવ શેઠ નામના વેપારીની સરખેજ વિસ્તારની જમીનમાં અહેમદ અલ્લારખ્ખા નામના આરોપીએ ગેરકાયદેસર કબજો કરી જમીન રહેણાંકના ઝોન-1માં આવતી હોવા છતાં તેના ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી શીતલ એસ્ટેટના નામે ગોડાઉન દુકાનો બનાવી વેચાણ તથા ભાડેથી આપી આર્થિક લાભ મેળવી તેમજ આગળના ભાગે મસ્જિદ બનાવી ગેરકાયદેસર રીતે માલિકીની કિંમતની જમીન પચાવી પાડવાના ઈરાદે કબજો કરી લેતા ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચોઃ-

આ કામનાં ગુનાના આરોપી અહેમદ અલારખા પટેલની સરખેજ પોલીસે ધરપકડ કરી લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. અને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સરખેજની 8030 ચો. મી જગ્યાએ શીતળ આઇસ્કીમ માલિક અહેમદ અલ્લારખા પટેલ પચાવી પાડી હતી.

આ પણ વાંચોઃ-

આ ઉપરાંત ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એક્ટ હેઠળ બીજી એલીસબ્રિજ વિસ્તારમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં આંબાવાડી પોલીટેકનીક કોલેજની સામે આવેલી પાંજરાપોળની જમીનનો અમુક ભાગ પર ગેરકાયદેસર કબ્જો જમાવી આર્થીક લાભ મેળવવા માટે વિરલ દેસાઈ, વિપુલ દેસાઈ અને બચુ ચુનારા નામનાં 3 શખ્સો સામે એલીસબ્રિજ પોલીસે નવા કાયદા મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ-

પાંજરા પોળ સંસ્થાની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હતી. હાલ આરોપી ધરપકડની કાર્યવાહી કરી રિમાન્ડ તજવીજ હાથ ધરી છે. જો કે ત્રીજી ફરિયાદ સોલા પોલીસ મથકમાં નોંધાઈ છે જેમાં છારોડીનાં રેવન્યુ તલાટીએ એસજી હાઈવેની બન્ને તરફ આવેલી જમીનમાં 6 જેટલા આરોપીઓએ ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડવાનો પ્રયત્ન કરનારા 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જે 6 આરોપીઓમાં નાથાજી રમતાજી, જાલમજી રમતાજી, લક્ષ્મણજી રમતાજી, રાજાજી રમતાજી, અશોક રાજાજી અને લાલાજી રાજાજી નામનાં શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી 3 આરોપી પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે સરકારી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હતી. ત્યારે હાલ અમદાવાદ અલગ અલગ ત્રણ કેસમાં 7 ભુમાફિયાઓ પકડી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:January 14, 2021, 15:45 pm

ટૉપ ન્યૂઝ