એમેઝોનના પાર્સલમાંથી મંગાવેલો વાયર ટૂંકો નીકળ્યો, ગ્રાહકની ફરિયાદ પર તંત્ર ત્રાટક્યું

News18 Gujarati
Updated: November 26, 2019, 8:44 PM IST
એમેઝોનના પાર્સલમાંથી મંગાવેલો વાયર ટૂંકો નીકળ્યો, ગ્રાહકની ફરિયાદ પર તંત્ર ત્રાટક્યું
પ્રતિકાત્મક તસવીર

એક ગ્રાહકે એમેઝોન પર HDMI ૨૦ મીટર વાયરનો ઓર્ડર કર્યો હતો. ઓર્ડર ડિલિવર થયો અને ગ્રાહકે તે વાયરનું માપ લીધુ તો, ૧૯ મીટર જ વાયર હોવાનું ધ્યાને આવ્યું હતું. ગ્રાહકની ફરિયાદના પગલે રાજયનો કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગ ત્રાટક્યો અને કાર્યવાહી કરી

  • Share this:
અમદાવાદ : ઈ-કોમર્સ વેબસાઈટ્સ પરથી ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યુ છે ત્યારે રાજયના ઈ-કોમર્સ ગ્રાહકો સાથે ઓનલાઈન ખરીદી દરમિયાન છેતરપિંડી ન થાય તે માટે રાજય સરકારના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર છેતરાતા ગ્રાહકોની સુરક્ષા માટે રાજય સરકાર પણ કટિબદ્ધ છે. તાજેતરમાં જ રાજય સરકારના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા એક જાગૃત ગ્રાહક સાથે થયેલી છેતરપિંડી અંગે તપાસ કરીને તોલમાપ અને પેકેઝ્ડ કોમોડીટીઝના નિયમોના ભંગ બદલ એમેઝોન વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન મારફતે અનેક ચીજવસ્તુઓનું વેચાણ થાય છે એક ગ્રાહકે એમેઝોન પર HDMI ૨૦ મીટર વાયરનો ઓર્ડર કર્યો હતો. ઓર્ડર ડિલિવર થયો અને ગ્રાહકે તે વાયરનું માપ લીધુ તો, ૧૯ મીટર જ વાયર હોવાનું ધ્યાને આવ્યું હતું. સમગ્ર મામલે જાગૃત નાગરિકે રાજયની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી ખાતે ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો :  પૂનમ માડમે લોકસભામાં વીમા કંપનીઓનો ઉધડો લીધો કહ્યું, 'વીમા કંપનીઓની મનમાની બંધ થવી જોઈએ'

ફરિયાદને ગંભીરતાથી લઈને અમદાવાદ વિભાગના જૂનિયર નિરિક્ષક જે.એમ.ચોહાણ મારફતે જયાંથી HDMI વાયરની ડિલિવરી થઈ હતી, તે એકમની આકસ્મિક મુલાકાત લઈ તપાસ શરૂ કરી હતી. તે એકમ ખાતે પડેલા HDMI વાયરનું ૨૦ મીટર વાયરનું સિલબંધ પેકેટ ખોલીને ચકાસણી કરાતા તેમાંથી પણ ૧૯ મીટરનો જ વાયર મળી આવ્યો હતો.

આ પણ વાંચો : નિત્યાનંદ આશ્રમ વિવાદ : હાઇકોર્ટે પોલીસને કહ્યું- 10 ડિસેમ્બર સુધીમાં બંને ગુમ યુવતીઓને હાજર કરો

તે ઉપરાંત પેકેટ ઉપર ઈમ્પોર્ટરનું નામ-સરનામુ પણ દર્શાવેલું ન હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના પગલે વજન માપ અને PCR કાયદાનું પાલન ન થતું હોવાનું ખુલતાં APPARIO RETAIL PVT. LTD. (મુ. બાવળા, જિ.અમદાવાદ) નામના એમેઝોન વિક્રેતા સામે લિગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ અને ધી ગુજરાત મેટ્રોલોજી(એન્ફો) રૂલ્સ-૨૦૧૧ અંતર્ગત નિયંત્રકશ્રી કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના માર્ગદર્શન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત મુદામાલ જપ્ત કરવાની અને દંડનીય પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવી હોવાની નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક, ગ્રાહક સુરક્ષા, ગુજરાત રાજય ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
First published: November 26, 2019, 8:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading