Home /News /madhya-gujarat /

AMC સત્તાધીશો એક વર્ષેના લેખા જોખા જાહેર કર્યા: ૩ હજાર કરોડના વિકાસના કામોના પાયા નાંખ્યા

AMC સત્તાધીશો એક વર્ષેના લેખા જોખા જાહેર કર્યા: ૩ હજાર કરોડના વિકાસના કામોના પાયા નાંખ્યા

અમદાવાદના વિકાસના કામો જાહેર

Ahmedabad News: એએમસી દ્વારા છેલ્લા એક વર્ષના ૩ હજાર કરોડના વિકાસના કામોના પાયા નાખવામા આવ્યા છે. એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન (Chairman of the AMC Standing Committee) હિતેશ બારોટ જણાવ્યુ હતું કે કદાચ આ પહેલું કોર્પોરેશન હશે.

અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકના (Amdavad municipal corporation) સતાધીશોએ ગત એક વર્ષની કામગીરી સિદ્ધી વર્ણન કરતી બુકનો લોન્ચીગ મેયરના (ahmedabad mayor) હસ્તે કરવામાં આવ્યું હતું . એએમસી દ્વારા છેલ્લા એક વર્ષના ૩ હજાર કરોડના વિકાસના કામોના પાયા નાખવામા આવ્યા છે. એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન (Chairman of the AMC Standing Committee) હિતેશ બારોટ જણાવ્યુ હતું કે કદાચ આ પહેલું કોર્પોરેશન હશે. કે કોરોના મહામારી વચ્ચે પણ વિકાસના કામો અટકયા નથી .

એએસમી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ જણાવ્યુ હતુ કે એએમસીના નવા સત્તાધીશોને સાશનમાં એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષમાં શહેરના નાગરિકોએ માટે એએમસા દ્વારા અનેક વિકાસ લક્ષી કામો કરવામાં આવ્યા છે. કોરોના જેવો વિકટ સમય હોવા છતા એએસમી સત્તાધીશોએ વિકાસના કામો પર ક્યારે બ્રેક મારી નથી.

નાગરિકોના હિતમાં ૪૦ ચો મી રહેણાકની મિલકતોને વર્ષ ૨૦૨૧/૨૨ માં ૧૦૦ ટકા ટેક્સ રાહત આપી સામાન્ય નાગરિકો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવેલ હતી. આ સાથે ચાલુ વર્ષે ૨૦૨૨/૨૩ માં ૭૦ ચોમી સુધીના રહેણાકની તમામ મિલકતોમાં ટેક્ષમાં ૨૫ ટકા રાહત આપવાની જાહેરાત કરાઇ છે. આ નિર્ણય છે શહેરના ૭૦ ટકા મિલકતદારોને ફાયદો થશે . આ ઉપરાત વેરાના વળતર રૂપે શહેરીજનોને નિશુલ્ક ડસ્ટબીન વિતરણ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ-ક્રૂર જનેતાઃ વડોદારના વાઘોડિયામાં માતાએ સવા વર્ષની પુત્રીની કરી હત્યા, પુત્રીને કેનાલમાં ફેકી માતા ફરાર

વધુમા ચેરમેન હિતેશભાઇ બારોટ કહ્યું હતુ કે શહેરીજનો માટે ૨૪ કલાક પાણીની સગવડ માટે વોટર પ્રોજેકટ અંતર્ગત કામગીરી કરવામાં આવી છે .અનેક વિસ્તારમાં પાણી લાઇનો નાખવામા આવી છે. તો કેટલાક વોર્ડમા આજે પણ કામગીરી પ્રગતિના જોવા મળી રહી છે. શહેરમાં ૨૮૭ કરોડથી વધુ ખર્ચે વિવિધ ઝોનમા ૧૩૫ કિમી રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. શહેરના જૂદી જૂદા વિસ્તારમાં ૧ લાખ ૫ હજાર ચોરસ મીટરમાં માઇક્રો સરફેસીગના કામો પૂર્ણ કરવામા આવેલ છે . હજુ પણ પ્રગતિમાં રૂપિયા ૩૫૬ કરોડથી વધુ ખર્ચે શહેરના વિવિધ ઝોનમા ૧૫૬ કિમી ના રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! અમદાવાદમાં મકાન માલિકના પુત્રએ ઘરમાં ઘૂસી ભાડુઆતની પુત્રીને ખાટલા સાથે બાંધી આચર્યું દુષ્કર્મ

વધુમા ચેરમેન હિતેશભાઇ બારોટ જણાવ્યુ હતુ કે ટ્રાફિક સમસ્યાનું સરળીકરણ માટે વિવિધ બ્રિજ પ્રોજેકટ કામગીરી પૂર્ણ કરાયેલ છે તો પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં નવા બ્રિજના કામ ચાલી રહ્યા છે.. એએમસી દ્વારા છેલ્લા એક વર્ષમાં સ્વિમીંગ પુલ તથા જીમ્નેશિયમ બનાવવા આવ્યા છે . હજુ નવા વિસ્તારમાં વટવા વોર્ડમા , જોધપુર , ગ્યાસપુર , વાડજ , અને રામોલ હાથીજણ વિસ્તારમાં નવા વિકાસના કામ મંજૂર કરાયા છે.

આર્થિક રીતે નબળા વર્ગના લોકોની રહેવાની સગવડ પુરી પાડવાના હેતુથી વિવિધ હાઉસિંગ પ્રોજેકટ કામગીરી છે . શહેરમાં વિવિધ રમત ગમત ક્ષેત્ર રૂચિ વધારવા હેતુથી આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પેલેક્ષની કામગીરી કરાઇ છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, AMC News, Gujarati news

આગામી સમાચાર