વાહ! દિવાળી વેકેશનમાં ઇમરજન્સીમાં ઘરેબેઠા જ મળશે તબીબી સુવિધા

News18 Gujarati
Updated: November 3, 2018, 9:33 AM IST
વાહ! દિવાળી વેકેશનમાં ઇમરજન્સીમાં ઘરેબેઠા જ મળશે તબીબી સુવિધા
પ્રતિકાત્મક તસવીર

દિવાળીમાં 5થી 12 નવેમ્બર સુધી અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (AFPA) દર્દીઓ માટે ડોક્ટર ઓન કોલની સેવા શરૂ કરશે.

  • Share this:
દિવાળીમાં ઘેરબેઠા તબીબી સુવિધા મળી રહેશે એટલે કે દિવાળીમાં 5થી 12 નવેમ્બર સુધી અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (AFPA) દર્દીઓ માટે ડોક્ટર ઓન કોલની સેવા શરૂ કરશે.

દિવાળી ટાણે શહેરમાં ઝીકા વાયરસ, સ્વાઈન ફ્લુ તથા ડેન્ગયુ જેવાં રોગોએ માથું ઉચક્યું છે ત્યારે દિવાળી ઓન કોલ મુહિમ હેઠળ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા 105 ડોક્ટર્સની એક ટીમ તૈયાર કરવામાં આવી છે. જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને આવરીને 24 કલાક તબીબી સેવા આપશે. આ ડોકટર માત્ર એક કોલ પર તબીબી સેવા પૂરી પાડશે.

આ પણ વાંચો : સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ જામ્યો: પ્રકાશનાં પર્વની તસવીરી ઝલક

અમદાવાદ મેડીકલ એસોસિએશનનું માનવુ છે કે દિવાળી દરમિયાન ફટાકડાથી દાઝી જવાના કિસ્સાઓ પણ વિશેષ પ્રમાણમાં જોવા મળતા હોય છે. તેથી નજીકના કલિનીકમાં કેવી રીતે સારવાર મેળવી શકાય તેની માહિતી પણ ફોન દ્વારા આપવામાં આવશે.

આ પણ વાંચો : આનંદો! સરકારે લીધો મહત્વનો નિર્ણય, વર્ગ-4ના કર્મીઓને અપાશે રૂ. 3500નું બોનસ

પ્રોગ્રામ કો ઓર્ડિનેટર, પ્રજ્ઞેશ વાછરાજાનીએ અમારી ટીમ સાથે વાત કરતા જણાવ્યું કે, '105 ડોક્ટર્સનું લિસ્ટ છે. દરેક એરિયામાં આ સેવા કાર્યરત છે. અમને જેવો દર્દીનો કોલ આવશે અમે એરિયા પુછીશું. એક લિસ્ટ અમે બહાર પાડવાના છે જેથી તાત્કાલિક કોઈપણ વિસ્તારમાં રહેતાં લોકોને ડાયરેક્ટ ડોક્ટરની સેવા મળી શકે. '
First published: November 3, 2018, 9:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading