રક્ષાબંધન પર જ અમદાવાદનો આલ્ફા વન મોલ સીલ કરાયો, કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન


Updated: August 3, 2020, 7:28 PM IST
રક્ષાબંધન પર જ અમદાવાદનો આલ્ફા વન મોલ સીલ કરાયો, કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન
સીલ કરતા સમયની તસવીર

અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ આલ્ફાએ મોલમા રક્ષા બંધનના તહેવારને કારણે મોટી સંખ્યામાં ભારે ભીડ જોવા મળી હતી.

  • Share this:
અમદાવાદઃ શહેર ના સૌથી મોટા વન મોલ (આલ્ફા)ને (alpha one mall) મનપા (AMC) દ્વારા સીલ કરવામાં આવ્યો હતો. મોલમાં કોરોના ગાઈડલાઇન (corona guideline) અને સોશિયલ ડિસ્ટનસિંગના (Social distancing) લીરે લીરા ઉડ્યા હતા. ત્યારે મોલમા સોસિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળતા મનપા દ્વારા મોલ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

વસ્ત્રાપુર ખાતે આવેલ આલ્ફાએ મોલમા રક્ષા બંધનના (Rakshabandhan) તહેવારને કારણે મોટી સંખ્યામાં ભારે ભીડ જોવા મળી હતી. લોકોની ભીડ માસ્ક વગર જ જોવા મળતા આખરે કોર્પોરેશનની સોલિડ વેસ્ટ વિભાગની ટીમ મોલ ખાતે પહોંચી હતી. અને મોલમા રહેલા લોકોને બહાર કાઢી મોલ ખાલી કરાવ્યો હતો.

આ પણ વાંચોઃ-એક જ હુક્કાથી ફેલાયો Coronavirus, અત્યાર સુધી 24 લોકો મળ્યા પોઝિટિવ, એકના મોત બાદ ગામ સીલ

અચરજની વાત અહીં એ છે કે શું કોરોના કાળમા આ મોલ સત્તાધીશોને ભીડ ભેગી કરી કોરોનાને બેકાબુ કરવો હતો? સૌ કોઈને ગાઈડ લાઇનનું પાલન કરવા આહવાન કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-OMG! વ્યક્તિનું ગુપ્તાંગ શરીરથી અલગથી નીચે પડ્યું, ડોક્ટરોએ હાથ ઉપર વિકસાવ્યું નવું લિંગ

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રૂ. 2500 માટે ચોકીદારને લૂંટ્યો, વિરોધ કરતા 6 લૂંટારુઓએ પત્ની-પુત્રી સાથે કર્યો ગેંગરેપતેમ છતાં મોલના સત્તાધીશો એ ભીડ એકઠી કરી જેને લઈ મનપા દ્વારામોલને નોટિસ આપી સીલ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત તો એ પણ છે કે મોટા ઉપાડે વન મોલના સત્તધીશો લોકડાઉન બાદ જ્યારે મોલ ખોલવા પરવાનગી આપવામાં આવી હતી. ત્યારે મોટી મોટી વાતો કરી હતી.

પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ તેમની તમામ પોલ ખોલી નાખી છે. હવે કોર્પોરેશન દ્વારા નોટિસ આપ્યા બાદ મોલના સંચાલકો ને જવાબ રજૂ કરવો પડશે.
Published by: ankit patel
First published: August 3, 2020, 7:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading