હાર્યા પછી અલ્પેશ ઠાકોર રાધનપુરના મતદારોનો આભાર વ્યક્ત કરવા સંમેલન યોજશે

News18 Gujarati
Updated: October 29, 2019, 2:14 PM IST
હાર્યા પછી અલ્પેશ ઠાકોર રાધનપુરના મતદારોનો આભાર વ્યક્ત કરવા સંમેલન યોજશે
અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર પહેલી નવેમ્બરે સાંતલપુર અને રાધનપુર જયારે બીજી નવેમ્બરે સમી ખાતે અલ્પેશ ઠાકોર જાહેર જનતાનો આભાર માનશે.

  • Share this:
મયુર માંકડિયા, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાધનપુર બેઠક પર હારનો સામનો કર્યા બાદ હવે ભાજપના ઉમેદવાર અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભા બેઠકની જાહેર જનતાનો આભાર માનશે અને એ માટે જાહેર સંમેલનની જાહેરાત કરી છે.

અલ્પેશ ઠાકોર પહેલી નવેમ્બરે સાંતલપુર અને રાધનપુર જયારે બીજી નવેમ્બરે સમી ખાતે અલ્પેશ ઠાકોર જાહેર જનતાનો આભાર માનશે.

ગુજરાતમાં યોજાયેલી છ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં ત્રણ બેઠકો પર કૉંગ્રેસ અને ત્રણ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. કૉંગ્રેસે રાધનપુર, થરાદ અને બાયડ બેઠક કબ્જે કરી હતી.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા હેઠળ સામાજિક આંદોલન ચલાવી વર્ષે 2017 ની વિધાનસભા ચૂંટણી માં ઠાકોર સમાજના યુવા નેતા તરીકે ઉભરી આવનાર અલ્પેશ ઠાકોર માત્ર 16 મહિના ધારાસભ્ય પદ ભોગવ્યા બાદ ભાજપમાં સામેલ થયા હત. 2019ની રાધનપુર વિધાનસભાની પેટ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બન્યા અને કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે 3,814 મતથી હાર્યા.

જોકે, હાર્યા બાદ અલ્પેશ ઠાકોર તેમના મત વિસ્તારમાં મતદારોનો આભાર માનશે અને અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભાના ત્રણ તાલુકામાં ત્રણ આભાર દર્શન સંમેલન કરશે

અલ્પેશ ઠાકોર જનતાનો આભાર માનશે
ગુજરાતની રાજનીતિમાં સામાન્ય રીતે ચૂંટણીમાં હાર મળ્યા બાદ હારેલા ઉમેદવાર એ થોડો સમય એ જે તે વિસ્તારની જનતાથી થોડા દૂર થઇ જતા હોય છે..પરંતુ અલ્પેશ ઠાકોરને મળેલા 73 હજાર 513 મતનો આભાર માનવ અલ્પેશ ઠાકોરે રાધનપુર વિધાનસભા બેઠક ના ત્રણ તાલુકાઓમાં આભાર દર્શન સંમેલન કરવા જઈ રહ્યા છે.

જેનું પ્રથમ સંમેલન એ એક નવેમ્બરના રોજ જાજણસર ,બીજું સંમેલન એ રાધનપુર અને ત્રીજું સંમેલન બે નવેમ્બરના રોજ વરાણા ખાતે થવા જઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સંમેલન સાથે જ અલ્પેશ ઠાકોર પોતાના પતા ખોલશે.જે સામાજિક સંગઠન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને ફરીથી સમગ્ર રાજ્યમાં સક્રિય કરશે અને આ સંમેલન અંતર્ગત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદેદારો અને કાર્યકરો સાથે મુલાકાત કરી આગામી દિવસોનો રોડ મેપ તૈયાર કરશે.

 
First published: October 29, 2019, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading