અલ્પેશ ઠાકોર રાજનીતિમાં ફરી સક્રિય, મહિનામાં ત્રણ દિવસ રાધનપુરની મુલાકાત કરશે

News18 Gujarati
Updated: December 2, 2019, 4:11 PM IST
અલ્પેશ ઠાકોર રાજનીતિમાં ફરી સક્રિય, મહિનામાં ત્રણ દિવસ રાધનપુરની મુલાકાત કરશે
અલ્પેશ ઠાકોર જણાવ્યું કે, જે 74 હજાર લોકોએ મને મત આપ્યા છે તે લોકો માટે પણ મારી જવાબદારી બને છે. 2022માં જે કોઈ પણ ઉમેદવાર લડે તેની જીત સુનિશ્ચિત કરવાનું કામ હશે

અલ્પેશ ઠાકોર જણાવ્યું કે, 'જે 74 હજાર લોકોએ મને મત આપ્યા છે તે લોકો માટે પણ મારી જવાબદારી બને છે.'

  • Share this:
અમદાવાદ : રાધનપુર (Radhanpur) વિધાનસભા (Vidhansabha Election) બેઠકની પેટા ચૂંટણીમાં (Bye Election)માં હારનો સામનો કર્યા બાદ અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) હવે ફરી રાધનપુર વિધાનસભા બેઠક પર સક્રિય થયા છે. અલ્પેશ ઠાકોર રાધનપુરની જનતાના જુદા જુદા પ્રશ્નો માટે મહિનામાં ત્રણ દિવસ રાધનપુર ખાતે નીકળવાનું નક્કી કર્યું છે. પોતાના આ ત્રણ દિવસના પ્રવાસ દરમ્યાન રાધનપુર વિધાનસભાના કાર્યકર અને નાગરિકોના વિવિધ પ્રશ્નોને અલ્પેશ ઠાકોર દ્વારા વાચા આપવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ની પેટા ચૂંટણીના પરિણામ બાદ અલ્પેશ ઠાકોર ભાજપ ના કોઈ પણ જાહેર મંચ પર જોવા મળ્યા નથી. તે કમલમ માં યોજાયેલ પ્રદેશ બેઠક હોય કે પછી અમદાવાદ માં યોજાયેલ સ્નેહ મિલન હોય કે પછી જિલ્લામાં યોજાઈ રહેલા ભાજપના કાર્યક્રમો હોય. ચૂંટણીના પરિણામો બાદ અલ્પેશ ઠાકોરે રાધનપુર ખાતે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારબાદ જાણેકે ગુજરાતની રાજનીતિમાંથી તેઓ ગાયબ થયા હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ હવે અલ્પેશ ઠાકોરે ગુજરાતની રાજનીતિમાં ફરી કેન્દ્ર સ્થાન મેળવા કવાયત હાથ ધરી દીધી છે. તેના જ ભાગ રૂપે હવે અલ્પેશ ઠાકોર મહિનાના ત્રણ દિવસ એ રાધનપુર ખાતે જનતાની સેવા કરવા નક્કી કર્યું છે.

આ પણ વાંચો : હૈદરાબાદ ગેંગરેપ : જયા બચ્ચને કહ્યું, અપરાધીઓને જનતાને હવાલે કરી દો, એ જ ફેંસલો કરશે

આ મામલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા અલ્પેશ ઠાકોર જણાવ્યું હતું કે, “ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિવાર સાથે વિદેશ પ્રવાસે હતો.ત્યાંથી આવ્યા બાદ હવે ચાર થી પાંચ વિઝીટ એ રાધનપુરની લીધી છે.પ્રજાની વચ્ચે રહેવું એ મારો સ્વભાવ છે.રાધનપુર ના જે પાણી,પાક નુકશાન,કેનાલ,શિક્ષણ અને આરોગ્યના જે કઈ પ્રશ્નો છે તેના માટે જવાબદારી પૂર્વક હું કામ કરી રહ્યો છું.”

જાન્યુઆરીમાં આખા વર્ષનું  કેલેન્ડર જાહેર કરશે
અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભાની પેટ ચૂંટણીમાં 74 હજાર મત મળ્યા છે.ત્યારે આ તમામ મતદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવું એ પોતાની ફરજ ગણાવે છે.એટલા માટે જ અલ્પેશ ઠાકર એ મહિનાની પહેલી,પંદરમી અને અઠયાવીસમી તારીખે રાધનપુર મત વિસ્તરામાં ફરશે,જાન્યુઆરી મહિનાથી પોતાના કાર્યક્રમોનું આખા વર્ષનું કેલેન્ડર બનાવી પાર્ટીની હિતમાં કામ કરશે,તો ઠાકોર સેનાએ અને ઓબીસી,એસી,એસટી એકતા મંચના કાર્યકરોને પણ અઠવાડિયામાં એક દિવસ મળી તેમની સાથે સક્રિય રહવેનું કામ કરશે. સરકાર કક્ષા એ જુદા જુદા પ્રશ્નોના સમાધાન માટે દર મંગળ વારે ગાંધીનગર ખાતે મુલાકાત લેવાના કાર્યક્રમનું આયોજન કર્યું છે.

'2022માં પાર્ટીના કોઈ પણ ઉમેદવાર લડે તેના માટે જીત નિશ્ચિત કરવાનું કામ'

આ મામલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા અલ્પેશ ઠાકોર જણાવ્યું હતું કે, “પાર્ટીની તમામ રણનીતિ અને કામો માં હું સક્રિયતાથી કામ કરી રહ્યો છું.આવનારા જાન્યુઆરી મહિનાથી મારા આખા વર્ષનું કેલેન્ડર હું જાહેર કરવાનો છું.મારા દરેક મહિનાનાં ત્રણ દિવસ એ રાધનપુર માટે અનામત હશે.1,15 અને 28 તારીખે હું રાધનપુર રહેવાનો છું એ જ રીતે દરકે મંગળવારે વિધાનસભા માં રહીશ,એ સાથે દર ગુરુવારે ઠાકોર સેનાએ અને ઓબીસી એસી એસટી એકતા મંચ અનેપાર્ટીના કાર્યકર્તાઓને મારી ઓફિસ પર મળીશ,સાત દિવસ માંથી પાંચ દિવસ એ જાહેર જીવન માટે રિઝર્વ રહેવાના છે જયારે બે દિવસ એ પરિવાર ને આપીશ,24 કલાક માંથી સતત 15 થી 18 કલાક કામ કરી રહ્યો છું.”

આ પણ વાંચો : અમદાવાદ નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાની જામીન અરજી કોર્ટે ફગાવી

ઠાકોરે ઉમેર્યુ, “મને ચીવટ ભટયું કામ કરવું ગમે છે.ચૂંટણી હાર જીત મળ્યા કરે છે.જીત મળતી હોય ત્યારે આપણે ઉત્સાહ થી કામ કરતા હોયે છે.પરન્યું હાર મળ્યા બાદ પણ વ્યક્તિ એટલી તાકાત થી કામ કરે ત્યારે પ્રજા સ્વીકારતી હોય છે.હાર મળી છે ત્યારે મારા પણ ઘણા વ્યક્તિગત કારણો હશે,એ કારણોમાં મારી જે વ્યક્તિગત ખામીઓ હશે તેને દૂર કરી છું આવનારા દિવસોમાં સંગઠન ને વધુ મજબૂત કરવું અને પાર્ટીના કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડે તેને જીત મળે તે માટેનું મારું કામ હશે.2022માં રાધનપુર થી કોઈ પણ લડે પરંતુ ત્રણ વર્ષે માટે મને જે જનાદેશ મળ્યો છે.74 હજાર મત મળ્યા છે તે લોકો માટે ની પણ મારી જવાબદારી છે.”

આ પણ વાંચો : 30 વર્ષ મોટા સલમાન ખાન સાથે જામશે સૈફની દીકરી સારાની જોડી?

રાધનપુર વિધાનસભા બેઠક પર હવે વર્ષે 2022માં ચૂંટણી આવશે પરંતુ હાર્યા બાદ પણ વિધાનસભા વિસ્તારના પ્રશ્નોને ન્યાય આપી અલ્પેશ ઠાકોર એ પોતાના મૂળિયાં મજબૂત કરવાના છે ત્યારે જોવાનું એ રહશે કે પાર્ટી તેમના આ પ્રયત્નનું મૂલ્યાંકન કેવી રીતે કરશે.
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर