Home /News /madhya-gujarat /

'સંજય રાવત ગુજરાતીઓની માફી માંગે નહીં તો, ગુજરાતીઓ રાઉતનું મોંઢુ કાળું કરતા અટકશે નહીં'

'સંજય રાવત ગુજરાતીઓની માફી માંગે નહીં તો, ગુજરાતીઓ રાઉતનું મોંઢુ કાળું કરતા અટકશે નહીં'

કંગના રનૌતને પડકાર ફેંકતા સમયે શિવસેના સાંસદ ભાન ભૂલ્યા અને કહ્યું કે, કોઈની હિંમત છે કે, અમદાવાદને મિનિ પાકિસ્તાન કહી શકે.

કંગના રનૌતને પડકાર ફેંકતા સમયે શિવસેના સાંસદ ભાન ભૂલ્યા અને કહ્યું કે, કોઈની હિંમત છે કે, અમદાવાદને મિનિ પાકિસ્તાન કહી શકે.

અમદાવાદ : શિવસેના સાંસદ સંજય રાઉતે અમદાવાદને લઈને બફાટ કર્યો છે. તેઓએ અમદાવાદને મિની પાકિસ્તાન ગણાવી દીધું. કંગના રનૌતને પડકાર ફેંકતા સમયે શિવસેના સાંસદ ભાન ભૂલ્યા અને કહ્યું કે, કોઈની હિંમત છે કે, અમદાવાદને મિનિ પાકિસ્તાન કહી શકે. શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે અભિનેત્રી કંગના રણૌતને પડકારતા સમયે અમદાવાદ વિશે કરી વિવાદીત ટીપ્પણી કરી છે.

મહારાષ્ટ્રના સાંસદ સંજય રાઉતે અમદાવાદને પાકિસ્તાન સાથે સરખાવી દીધું. સંજય રાઉતના નિવેદનને ભાજપના નેતાઓએ વખોડ્યું છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સંજય રાઉતનું મોઢું કાળુ કરવાની વાત કરી છે. સંજય રાઉતના નિવેદનને ભાજપના નેતાઓએ વખોડ્યું છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ટ્વિટ કરી રાઉત માફી માગે તેવી માંગ કરી છે.

તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, ગુજરાત એ ગાંધી અને સરદારની ભૂમિ છે. અમદાવાદ પરાક્રમી અને દાનવીરોની ભૂમિ છે. અમદાવાદ તો દધિચિ જેવા ઋષિમુનીઓની ભૂમિ છે. સંજયજી તમારે આ શબ્દોનો પ્રયોગ કરવા બદલ શરમ આવવી જોઈએ. તમારે અમદાવાદના નાગરિકોની માફી માંગવી જોઈએ.

આ પણ વાંચો - અમદાવાદ: માતા-પિતા માટે શબક સમાન ઘટના! માતા સાથે ચાલતું બાળક વિખૂટું પડ્યું, કારમાંથી મળી લાશ

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો વળતો પ્રહાર કરતા સંજય રાઉતને કહ્યું કે, તેઓના વિવાદમાં અમદાવાદને વચ્ચે લાવવાની જરૂર નથી. જો તેમનાથી ભૂલથી બોલાઈ ગયું હોય તો માફી માંગી લે. અન્યથા તેઓ જ્યારે પણ અમદાવાદ આવશે તો તેમનું મોઢું કાળું કરવામાં આવશે. આ તેઓનું સભાનતાપૂર્વક કરેલું નિવેદન છે, માફી માંગવી જ પડશે.

શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનને ગુજરાત કોંગ્રેસે તેમનુ અંગત મંતવ્ય જણાવ્યુ છે .. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું હતુ કે આ મહાત્મા ગાંધી અને સરદારનું ગુજરાત છે. ગુજરાત વિષે કોઈ બોલે તે ચલાવી ન લેવાય. જાહેરજીવનમાં પડેલ વ્યક્તિએ કોઈ પ્રદેશ વિશે ન બોલવું જોઈએ, આવી વાત કરનારાઓએ આત્મદર્શન કરવાની જરૂર.

ગુજરાત શિવસેના સંજય રાઉતના બચાવમાં ઉતર્યું, શિવસેના નેતા અશોક શર્માએ જણાવ્યું હતુ કે, રાઉતનું નિવેદન અલગ રીતે રજુ કરાયું. સંજય રાઉતે ગુજરાતનું નામ લેવાની જરૂર ન હતી. કોઈ પણ વ્યક્તિએ દેશના કોઈ પણ શહેર માટે આવું નિવેદન ન આપવું જોઈએ.
Published by:kiran mehta
First published:

Tags: MLA Alpesh Thakor, Sanjay raut

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन