અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહને ઇલેક્શન લડવાથી રોકવાની પિટિશન મામલામાં ફરી નવો વળાંક

News18 Gujarati
Updated: October 9, 2019, 9:34 PM IST
અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહને ઇલેક્શન લડવાથી રોકવાની પિટિશન મામલામાં ફરી નવો વળાંક
અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહને ઇલેક્શન લડવાથી રોકવાની પિટિશન મામલામાં ફરી નવો વળાંક

વકીલે આ કેસમાંથી ખસી જવાનો નિર્ણય બદલ્યો, કેસમાંથી નહી આપે રાજીનામુ

  • Share this:
સંજય જોશી, અમદાવાદ :અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ઇલેક્શન લડતા રોકવા હાઈકોર્ટમાં થયેલી પિટિશન માં રોજ નવા વળાંકો આવી રહ્યા છે. આજે પણ એક નવો વળાંક આવ્યો છે. પિટિશન કરતા સુરેશ સિંગલ દ્વારા તેમના જ વકીલ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા બાદ આજે પિટિશનકર્તાએ વકીલને ફોન કરી કેસ ના છોડવા વિનંતી કરી હતી. તથા ઉશ્કેરાટમાં આક્ષેપો કર્યા હોવાનું કહ્યા બાદ વકીલે પોતાને આ કેસમાંથી ખસી જવાનો નિર્ણય બદલ્યો છે અને કોર્ટ સમક્ષ રજૂઆત કરવા વધુ સમય માંગ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે સુરેશ સિંગલ દ્વારા તેમના જ વકીલ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપતી વખતે ફીનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો સામે તેમના વકીલ ધર્મેશ ગુર્જરે પણ સુરેશ સિંગલ સામે પ્રતિ આક્ષેપો કરી અને આ કેસમાંથી ખસી જવામાં આવશે અને સુરેશ સિંગલ વિરુદ્ધ તે પોલીસ ફરિયાદ નોંધાવશે તેવું પ્રેસ કોન્ફરન્સ કરી જણાવેલ હતું.

અલ્પેશે મારા જ વકીલ સાથે મળીને મારી સામે ષડયંત્ર રચ્યું છે તેવો આરોપ સુરેશ સિંગલે લગાવ્યો હતો. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરનાર સુરેશ સિંગલે અલ્પેશ ઠાકોર અને પોતાના વકીલ ઉપર સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. સુરેશ સિંગલે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ મારા જ વકીલ સાથે મળીને મારી સામે ષડયંત્ર રચ્યું છે. તો સામે વકીલ ધર્મેશ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે મારે અલ્પેશ ઠાકોર કે ધવલસિંહ ઝાલા સાથે કોઈ પણ પ્રકારના સંબંધો નથી. હું તેમને ક્યારેય મળ્યો નથી કે મારી પાસે એનો કોઈ કોન્ટેક્ટ નંબર નથી કે જેથી કરીને એમના સંપર્કમાં આવી શકું માટે મારા ઉપર કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે. તેને એમ પણ જણાવ્યું હતું કે તેમના ઉપર જે પૈસા લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે પૈસા તેમને સુરેશ સિંગલે તેમની 11 લાખની વકીલાત ની ફી પેટે આપ્યા હતા. જેની રીસીપ્ટ તેમણે સુરેશ સિંગલને આપેલ છે.

આ સાથે ધર્મેશે જણાવ્યું હતું કે મારા ઉપર લગાવેલા પાયાવિહોણ આક્ષેપો ને કારણે હું આવતીકાલ હાઇકોર્ટમાં પિટિશન ની સુનાવણી છે તે દરમિયાન આ કેસમાંથી રાજીનામું આપી દઈશ. સાથે સાથે એમ પણ આક્ષેપ કર્યો હતો કે સુરેશ સિંગલ ને તેના આકાઓ જે દિલ્હી માં બેઠાં છે તેમના તરફથી 200 કરોડની ઓફર કરવામાં આવી છે જેથી સુરેશ સિંગલ આ કેસને જેટલો બને એટલો વધુ ચગાવે. કોગ્રેંસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પેટા ચૂંટણી લડવા દેવાના વિરોધમાં હાઇકોર્ટમાં સુરેશ સિંગલ દ્વારા અરજી કરાઇ હતી.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે સુરેશ સિંગલે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સુરેશ સિંગલે અલ્પેશ અને ધવલસિંહ પર હાઇકોર્ટમાં પિટિશન કરનારને લાલચ આપવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. આ સિવાય સમાજના નામે રાજકીય રોટલા શેક્યાના આરોપ લગાવી રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો હતો. સુરેશ સિંગલે કરેલી અરજીમાં એડવોકેટ ધર્મેશ ગુર્જરે એવી દલીલ કરી હતી કે, આગામી 21મી ઓકટોબરે યોજાનારી રાધનપુર અને બાયડની બે બેઠક પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ઉમેદવારી રદ થવી જોઇએ. બન્નેને ગેરલાયક ઠેરવવા વિધાનસભા અધ્યક્ષ પાસે કોગ્રેંસની અરજી પેન્ડિંગ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશ સિંગલ દારૂબંધી ઝૂંબેશમાં અલ્પેશ ઠાકોર સાથે જોડાયા હતા. પરંતુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. જેના કારણે ગુજરાત હાઇકોર્ટમાં સુરેશ સિંગલે પિટિશન કરી હતી. સુરેશ સિંગલે પોતાની પિટિશનમાં અલ્પેશ વિરુદ્ધ કોર્ટમાં અનેક પુરાવા આપ્યા હતા. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે હાઇકોર્ટમાં થયેલી પિટિશન અંગે મોટો ખુલાસો થયો છે. પિટિશન કરનાર સુરેશ સિંગલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ પર અનેક આરોપ લગાવ્યા છે. તેમણે પોતાના વકીલને 11 કરોડની ઓફર આપવામાં આવી હોવાની વાત કરી હતી. હાલ વકીલને કોના દ્વારા ઓફર કોના દ્વારા કરાઈ તેનો સુરેશ સિંગલે સનસનીખેજ ખુલાસો કર્યો છે. પરંતુ વકીલે ઓફર ઠુકરાવતા મારી સામે અલ્પેશ અને ધવલસિંહ ઝાલાએ ષડયંત્ર કર્યું હતું. તેમણે એવું પણ ઉમેર્યું કે, મારા જ વકીલ સાથે મળીને બંનેએ ષડયંત્ર રચ્યું છે. તમને જણાવી દઇએ કે, સુરેશ સિંગલના 2 ભાઈઓ દારૂના નશાના કારણે મૃત્યુ પામ્યા હતા. ભાઈઓના મોત બાદ અલ્પેશે જ્યારે દારૂબંધીની લડત ઉપાડી હતી. તેમાં સિંગલ જોડાયા હતા.
First published: October 9, 2019, 9:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading