Home /News /madhya-gujarat /

અલ્પેશ ઠાકોર દિલ્હીના પ્રવાસે, રાહુલ ગાંધી પાસે માંગી શકે છે રાજનૈતિક પદ

અલ્પેશ ઠાકોર દિલ્હીના પ્રવાસે, રાહુલ ગાંધી પાસે માંગી શકે છે રાજનૈતિક પદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે ભાજપ અને કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આજે રાધનપુર બેઠક જીતી ધારાસભ્ય બન્યા બાદ પહેલી વખત અલ્પેશ ઠાકોર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા દિલ્હી પહોંચ્યા છે.

આ મુલાકાતમાં ગુજરાત કોંગ્રેસ અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભામાં વિપક્ષના નેતા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. દિલ્હીમાં અલ્પેશ ઠાકોર રાહુલ ગાંધી પાસે રાજનૈતિક પદની પણ માગ કરી શકવાની શક્યતાઓ છે.

નોંધનીય છે કે આ ચૂંટણી પરિણામાં મળેલી હારનું પોસ્ટમોર્ટમ કરવા માટે કોંગ્રેસે મહેસાણા હોટેલ સેફ્રોની ખાતે 20મીથી 22મી સુધી એમ ત્રણ દિવસ બેઠકનું આયોજન કર્યું છે. 20મીના બુધવારે સવારે 11 વાગ્યે બેઠક શરૂ થવાની છે. આ બેઠકમાં પહેલાં દિવસે 17 જિલ્લાના પરિણામો અંગે પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અભિપ્રાય લેશે. પ્રદેશ કોંગ્રેસે જિલ્લા અને તાલુકા પ્રમુખો, ઉપપ્રમુખો સહિતના આગેવાનોને હાજર રહેવા માટે આદેશ કર્યો છે. જ્યારે 22મી ડિસેમ્બરના છેલ્લા દિવસે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી પણ ગુજરાત આવશે.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, ગુજરાત, રાહુલ ગાંધી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन