CM રૂપાણી કેબિનેટનું કરશે વિસ્તરણ, અલ્પેશને કેબિનેટમાં સ્થાન મળી શકે : સૂત્ર

News18 Gujarati
Updated: March 7, 2019, 9:44 AM IST
CM રૂપાણી કેબિનેટનું કરશે વિસ્તરણ, અલ્પેશને કેબિનેટમાં સ્થાન મળી શકે : સૂત્ર
અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, ભરત ઠાકોર (ફાઇલ તસવીર)

આ પહેલા કુંવરજી બાવળિયા અને આશાબેન પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : એવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે કે આજે (ગુરુવારે) અથવા આવતીકાલે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ શકે છે. તેની સાથે જ વિજય રૂપાણી સરકાર કેબિનેટનું વિસ્તરણ કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. સાથે જ અલ્પેશને પક્ષપલટાના ઇનામ સ્વરૂપે કેબિનેટમાં પણ સ્થાન મળી શકે છે. 2014ની ચૂંટણી પહેલા પણ ભાજપ તરફથી કોંગ્રેસના ધારાસભ્યોને ફોડવામાં આવ્યા હતા. હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ તરફથી ફરી એક વખત આ કવાયત શરૂ કરવામાં આવી છે. આ પહેલા કુંવરજી બાવળિયા અને આશાબેન પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે.

ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે

અલ્પેશ ઠાકોરની સાથે સાથે ભરત ઠાકોર અને ધવલસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાઈ શકે છે. આ બંને ધારાસભ્યો અલ્પેશના અંગત છે, તેમજ અલ્પેશની ઠાકોર સેના સાથે પણ જોડાયેલા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર ઘણા લાંબા સમયથી ભાજપના સંપર્કમાં છે.

અલ્પેશના જોડાવાથી ભાજપને શું ફાયદો?

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટણ બેઠક માટે ભાજપને કોઈ મજબૂત ઉમેદવાર નથી મળી રહ્યો. બીજી તરફ ભાજપને એવા કોઈ નેતાની શોધ હતી જે ઠાકોર સમાજ પર પ્રભુત્વ ધરાવતો હોય. અલ્પેશ ઠાકોર ભાજપની આ શોધમાં બરાબર ફીટ બેસે છે. આમ પણ અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોર અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે. એટલે કે અલ્પેશ ઠાકોરનું ગૌત ભાજપનું જ છે. બીજી તરફ ભાજપને પણ પાટણ બેઠક જીતવા માટે અને ઠાકોરોના મત મેળવવા માટે અલ્પેશની મદદની જરૂર હતી.

આ પણ વાંચો : ચર્ચા ગરમ : અલ્પેશ ઠાકોર  બે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છેવિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપના સંપર્કમાં હતો અલ્પેશ

બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ અલ્પેશ ભાજપના સંપર્કમાં હતો. આ માટે અલ્પેશ ઠાકોરે બીજેપી પ્રમુખ અમિત શાહ સાથે બેઠક પણ કરી હતી. એ સમયે અલ્પેશે તેના સહિત તેના 20 જેટલા સમર્થકો માટે વિધાનસભાની ટિકિટ માંગી હતી. ભાજપ તરફથી આ માંગણી સ્વીકારવામાં ન આવતા અલ્પેશ ભાજપમાં જોડાયો ન હતો અને કોંગ્રેસ સાથે જોડાઈને રાધનપુરનથી ચૂંટણી લડ્યો હતો.

કોંગ્રેસ છોડવી અલ્પેશની મજબૂરી?

નિષ્ણાતો માની રહ્યા છે કે અલ્પેશ મજબૂરીને કારણે કોંગ્રેસ છોડશે. કારણ કે અલ્પેશ માની રહ્યો છે કે કોંગ્રેસમાં તેનો કોઈ પ્રભાવ રહ્યો નથી. આથી જ પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીથી તે નારાજ છે. દિલ્હીમાં એકમાત્ર રાહુલ ગાંધી તેની વાત સાંભળે છે. બાકી પ્રદેશ નેતાગીરીમાં તેનું કોઈ માન નથી. આથી જ તે કદાચ એવું માની રહ્યો છે કે કોંગ્રેસ રહેશે તો તેની કારકિર્દી ખતમ થઈ જશે. જો ભાજપમાં જોડાશે તો તે કેબિનેટ મંત્રી બનશે અને મોટો નેતા પણ બનશે.
First published: March 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading