કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને આપી મોટી જવાબદારી, AICCના સેક્રેટરી તરીકે વરણી

News18 Gujarati
Updated: August 23, 2018, 3:59 PM IST
કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને આપી મોટી જવાબદારી, AICCના સેક્રેટરી તરીકે વરણી
અલ્પેશ ઠાકોર (ફાઇલ તસવીર)

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિમાં અલ્પેશ સહિત કુલ આઠ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી છે.

  • Share this:
કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી તેમજ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરને મોટી જવાબદારી સોંપી છે. અલ્પેશ ઠાકોરની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિ (AICC)ના સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે. તેની સાથે સાથે તેમને બિહારના સહપ્રભારીની જવાબદારી પણ સોંપવામાં આવી છે. નોંધનીય છે કે હાલ બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે શક્તિસિંહ ગોહિલ કાર્યકરત છે. અલ્પેશ ઠાકોરને સહપ્રભારીનો ચાર્જ સોંપવામાં આવતા હવે બંને પદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સંભાળશે.

અલ્પેશ ઠાકોર રાધનપુરની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને ટક્કર આપવામાં અલ્પેશ ઠાકોરે મોટી ભૂમિકા નિભાવી હતી. અલ્પેશ ઠાકોરે ઠાકોર સેના તેમજ ઓબીસી મંચની સ્થાપના કરી છે. ઠાકોર સમાજમાં દારૂનું દુષણ દૂર થાય તે માટે તેઓ ઘણા લાંબા સમયથી કાર્ય કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિમાં અલ્પેશ સહિત કુલ આઠ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી છે.

નોંધનીય છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ પક્ષ તેમજ સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા જ સોનિયા ગાંધીના પૂર્વ સલાહકાર તેમજ પીઢ કોંગ્રેસી નેતા એહમદ પટેલની કોંગ્રેસના ખજાનચી તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે મોતીલાલ વોરાને મહાસચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. રાજસ્થાન સાથે સંબંધ રાખનાર પાર્ટીના વરિષ્ઠ નેતા સીપી જોશીના બદલે લુઇજિન્હા ફ્લેરિયોને પૂર્વોત્તરના રાજ્યના (આસામને બાદ કરીને) પ્રભારી બનાવવામાં આવ્યા છે. વરિષ્ઠ નેતા આનંદ શર્માને કર્ણસિંહની જગ્યાએ પક્ષના વિદેશી મામલાના વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

પસંદ કરેલા આઠ સેક્રેટરીના નામ

શકીલ અહમદ- જમ્મુ-કાશ્મીર
રાજેશ ધમાની - ઉત્તરાખંડવીપી સિંહ- પશ્ચિમ બંગાળ
મોહમ્મદ જાવેદ- પશ્ચિમ બંગાળ
શકત રાઉત - પશ્ચિમ બંગાળ
અલ્પેશ ઠાકોર- બિહાર
CVC રેડ્ડી- મહારાષ્ટ્ર
બીએમ સંદીપ - મહારાષ્ટ્ર
First published: August 23, 2018, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading