અલ્પેશ-શંકર ચૌધરીની જુગલબંધી! ઠાકોરો અને ચૌધરીઓની નવી ધરી BJPની શક્તિ વધારશે?

News18 Gujarati
Updated: September 13, 2019, 3:07 PM IST
અલ્પેશ-શંકર ચૌધરીની જુગલબંધી! ઠાકોરો અને ચૌધરીઓની નવી ધરી BJPની શક્તિ વધારશે?
અલ્પેશ ઠાકોર-શંકર ચૌધરી

ઉત્તર ગુજરામાં ભાજપના રાજકારણમાં અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીની જુગલબંધી રચાઇ છે અને આ બંને નેતાઓ સાથે મળી પ્રચાર કરતા જોવા મળે છે.

  • Share this:
મયુર માંકડિયા, ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. રાજ્યમાં સાત વિધાનસભાની બેઠકોમાં ઉત્તર ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો પર બધાની નજર છે.

આવા સમયે, હવે ઉત્તર ગુજરામાં ભાજપના રાજકારણમાં અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીની જુગલબંધી રચાઇ છે અને આ બંને નેતાઓ સાથે મળી પ્રચાર કરતા જોવા મળે છે.

આગામી 14 સપ્ટેમ્બરના રોજ, આ બન્ને નેતાઓ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માણેકપુર ગામની ગ્રામ સચિવાલયનું ઉદ્ઘાટન સાથે કરશે. ઘટના સાવ નાની હોઇ શકે પણ તેના અર્થઘટનો ઘણા નીકળી રહ્યાં છે.

ગુજરાત વિધાનસભાની સાત બેઠકો માટેની પેટા ચૂંટણી માટે પ્રદેશ ભાજપે નિરીક્ષકો ની નિમણૂક કરી તૈયારી માટે કમરકશી લીધી છે. આ સાત બેઠકોમાં ઉત્તર ગુજરાતની ચાર બેઠકો એટલે કે રાધનપુર,થરાદ,ખેરાલુ અને બાયડ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.

પેટા ચૂંટણી પહેલા જ ભાજપના ઉત્તર ગુજરાતના રાજકારણમાં અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી અનેક જાહેર કાર્યક્રમોમાં એક સાથે જોવા મળ્યાં છે.

ઉત્તર ગુજરાતના રાજકારણમાં ઠાકોર અને ચૌધરી સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે ત્યારે આ બન્ને નેતાઓની જોડીએ ઉત્તર ગુજરાત ની ચાર-ચાર બેઠકો પર કમળ ખીલવવા જુદા જુદા કાર્યક્રમોમાં સાથે જોવા મળતા સ્થાનિક સમાજ-રાજકારણમાં નવી ધરી રચાતી જોવા મળે છે.

આગામી 14 સપ્ટેમ્બર ના રોજ પણ બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકાના માણેકપુર ગામની ગ્રામ સચિવાલય નું ઉદ્ઘાટન સાથે કરવા જઈ રહ્યા છે.ગ્રામ સચિવાલય ના આ કાર્યક્રમમાં પણ મોટા પ્રમાણમાં ઠાકોર અને ચૌધરી સમાજ ના આગેવાનો હાજરી આપવાના છે.

ઉત્તર ગુજરાત ના રાજકારણમાં પાટીદાર સમાજ એ ભાજપની સાથે હર હમેશ રહ્યો છે ત્યારે હવે ઠાકોર અને ચૌધરી સમાજ પણ ભાજપમાં એક સાથે આવી જતા ભાજપની શક્તિમાં બમણો વધારો થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. બીજી તરફ ઠાકોર અને ચૌધરી સમાજ પણ હવે પાર્ટી અને સરકર માં મહત્વના હોદ્દાઓ ની દાવેદારી માટે મજબૂત થયા છે.ત્યારે આગામી દિવસોમાં આ બન્ને સમાજના નેતાઓને કેટલું મહત્વનું સ્થાન આપે તે જોવાનું રહેશે.
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर