રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઇ મતદાન નહી કરે કારણ કે..

News18 Gujarati
Updated: October 20, 2019, 9:16 PM IST
રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઇ મતદાન નહી કરે કારણ કે..
અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈની ફાઇલ તસવીર

આવતીકાલે રાજ્યમાં વિધાનસભાની 6 બેઠકો પર પેટાચૂંટણી, રાધનપુર બેઠક પર ભાજપ- કૉંગ્રેસના ઉમેદવાર મતદાન નહીં કરે

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : વિધાનસભાની પેટાચૂંટણીમાં (Gujarat Assembly bypolls) માટે આવતી કાલે રાજ્યની છ બેઠક પર મતદાન (Voting) યોજાશે. મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી પોતાના પ્રતિનિધિ પંસદ કરશે. પરંતુ રાધનપુર (Radhanpur) બેઠકના ભાજપ (BJP) અને કૉંગ્રેસના (Congress) બન્ને ઉમેદવાર આયાતી હોવાથી બન્ને ઉમેદવાર પોતાની જ વિધાનસભા બેઠક પર પોતાનો મત જ નહી આપી શકે, કારણ કે બન્ને ઉમેદવારનું નામ રાધનપુર વિધાનસભા બેઠકની ચૂંટણી પંચની યાદીમાં નથી.

રાધનપુર બેઠક પર થી ભાજપમાંથી અલ્પેશ ઠાકોર ( ઝાલા) અને કૉંગ્રેસમાંથી રઘુ દેસાઇ વચ્ચે સીધો જંગ ચાલી રહ્યો છે. જેમાં બન્ને ઉમેદવારો અમદાવાદના રહેવાસી છે અને રાધનપુર બેઠક પર ચૂંટણી માટે ઝંપલાવ્યુ છે. આથી રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઇ લોકો પાસે પોતાના માટે મત તો માગ્યો છે, પરંતુ ખુદ પોતે પોતાનો મત અહી નહી આપી શકે કારણ કે બન્ને ઉમેદવારો રાધનપુરની જનતા માટે આયાતી છે.

આ પણ વાંચો : ગૃહમંત્રીની સુચનાથી પોલીસ ભાજપને જીતાડવા દારૂની ખેપ મારે છે : ચાવડા

કૉંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અને હાલ રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર વિરમગામ વિધાનસભા બેઠકના એડલા ગામના મતદારો છે. તો બીજી તરફ કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇ અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના મતદાર છે આમ, બન્ને ઉમેદવાર આવતી કાલે મતદાન કરી શકશે નહીં.
First published: October 20, 2019
વધુ વાંચો
अगली ख़बर