અલ્પેશ ઠાકોર બનશે રૂપાણી સરકારનો ભાગ? CM સાથે કરી મુલાકાત

News18 Gujarati
Updated: July 23, 2019, 3:25 PM IST
અલ્પેશ ઠાકોર બનશે રૂપાણી સરકારનો ભાગ? CM સાથે કરી મુલાકાત
અલ્પેશ ઠાકોરની ફાઇલ તસવીર

આ બેઠકનો દોર જોઇને અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપવામાં આવશે તેવી ચર્ચાએ ઘણું જ જોર પકડ્યું છે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઇ ગયા છે. ત્યારે અલ્પેશ ઠાકોરને ભાજપ મંત્રીપદ આપશે તેવી ચર્ચાઓ ઘણી જ ચાલી રહી છે. આ અટકળો અને ચર્ચાઓ દરમિયાન અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઠાકોર આજે ભાજપનાં દંડક પંકડ દેસાઇને મળ્યાં છે. ત્યારબાદ તેઓ બંન્નેએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી છે. આ બેઠકનો દોર જોઇને અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપવામાં આવશે તેવી ચર્ચાએ ઘણું જ જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિજય રૂપાણી સરકારનાં મંત્રીબળની સંખ્યા વધવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.

રાજ્ય સરકારનું વિસ્તરણ કરવાનો તખતો ઘડાઇ રહ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહ વિજય રૂપાણી સરકારનું વિસ્તરણ કરાશે. અલ્પેશ ઠાકોર સહિત 10થી વધુને મંત્રી પદ મળી શકે છે. વિસ્તરણ કરાતાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે એવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું.
First published: July 23, 2019, 3:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading