કોંગ્રેસના પૂર્વ MLA અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા

News18 Gujarati
Updated: July 18, 2019, 4:42 PM IST
કોંગ્રેસના પૂર્વ MLA અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા
કમલમ ખાતે અલ્પેશ ઠાકોરની તસવીર

ભાજપમાં જોડાવવા માટે અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલા આજે ગુરુવારે ગાંધીનગર ખાતે આવેલા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા.

  • Share this:
મયુર માંકડિયા/ પ્રણવ પટેલ, ગાંધીનગરઃ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ જ્યારથી કોંગ્રેસના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું છે ત્યારથી જ વાતો થવા લાગી હતી કે, તેઓ ભાજપમાં ક્યારે જોડાશે. જોકે,આજે એ વાતનો આજે અંત આવ્યો છે. અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલા આજે ગુરુવારે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારાણ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે ક્ષત્રિય સમાજની બેઠક બાદ લેવાયેલા નિર્ણય પછી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આજે ગુરુવારે ભાજપમાં જોડાવવા માટે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને બાડયના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગાંધીનગર ખાતે આવેલા ભાજપ ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમમાં પહોંચ્યા હતા. બંને નેતાઓના સમર્થકો પણ મોટી સંખ્યામાં તેમની સાથે કમલમ પહોંચ્યા હતા.

કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ટોચના નેતાઓએ બંને નેતાઓને આવકાર્યા હતા. જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ગળે લાગીને આવકાર્યા હતા. ત્યારબાદ વિધિવત રીતે જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. બંને નેતાઓ ભાજપમાં જોડાયાનો જીતુ વાઘાણીએ આનંદ વ્યક્ત કર્યો હતો.
First published: July 18, 2019, 4:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading