ઠાકોર સેનાના યુવાનો સામેના કેસ પાછા નહીં ખેંચો તો ઉપવાસ કરીશઃ અલ્પેશ

News18 Gujarati
Updated: October 8, 2018, 7:15 AM IST
ઠાકોર સેનાના યુવાનો સામેના કેસ પાછા નહીં ખેંચો તો ઉપવાસ કરીશઃ અલ્પેશ
સમગ્ર ઘટનાને લઈને ઠાકોર યુવાનોને બદનામ કરવાનું કાવતરું ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે

સમગ્ર ઘટનાને લઈને ઠાકોર યુવાનોને બદનામ કરવાનું કાવતરું ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે

  • Share this:
ઢૂંઢર રેપકાંડ બાદ પરપ્રાંતિઓ પર થઈ રહેલા હુમલા બાદ અલ્પેશ ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા. અલ્પેશે કહ્યું સરકાર અમારા સમાજ પર ખોટા આક્ષેપો કરી રહી છે અમે કોઈને હેરાન કરવા નથી માગતા. જો સરકાર ગુરુવાર સુધી ઠાકોર સેનાના યુવાનો પર થયેલા કેસ પરત નહીં ખેંચે તો સદભાવના ઉપવાસ પર ઉતરવાની અલ્પેશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે. અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી જવાબ આપતા કહ્યું છેલ્લા પાંચ-છ દિવસથી રાજ્યમાં શું થઈ રહ્યું છે તે જનતા જોઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસના ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર સરકાર ઉપર આકરા પ્રહાર કરી કહ્યું કે, સમગ્ર ઘટનાને લઈને ઠાકોર યુવાનોને બદનામ કરવાનું કાવતરું ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સરકારે ગુરુવાર સુધી ઠાકોર યુવાનો ઉપર થયેલ ખોટા પોલીસ કેસ પરત ખેંચવા જોઈએ અને જો સરકાર આ માંગ પુરી નહી કરે તો, ગુરુવાર સવારથી જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી માત્ર પાણી પીને સદભાવના ઉપવાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પરપ્રાંતિઓ પર થતા હુમલાના મેસેજને લઈને અલ્પેશ ઠાકોર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને સોસીયલ મીડિયામાં વાયરલ થતા મેસેજના કારણે વાતાવરણ વધુ તંગ થઇ રહ્યું છે તેમ જણાવ્યું. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ એક રાજકીય ષડ્યંત્ર છે અને નાનો મોટો આક્રોશ બહાર આવ્યો છે. આવા મામલામાં પર્ટીક્યુલર એક વ્યક્તિ હોય છે, સમગ્ર સમાજને સામીલ કરવો તે દૂરભાગ્ય પૂર્ણ છે, જ્યારે અમને ચોર લૂંટારું કે ગુંડા કહેવામાં આવે તે યોગ્ય નથી. ગુજરાત ભાજપાના જવાબદાર નેતા દ્વારા બેબાક નિવેદન કરવામાં આવી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે એ પણ જણાવ્યું કે, જે પ્રકારે કંપનીઓ પર એકત્ર થયા છે તે ઠાકોર સમાજ ના નહિ પરંતુ બેરોજગાર લોકો જે જેમને રોજગારી નથી મળી.

અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે, મને એમ હતું કે અમે જે ઈમાનદારીથી કામ કરી રહ્યા છીએ જે રીતે ગુજરાતમાં શાંતી ના ડોહળાય એનો પહેલા જ દિવસથી પ્રયત્ન કરી રહ્યા છીએ તો સરકારમાંથી જવાબદાર નેતા આને બિરદાવશે આની સાથે રાજનીતિ નહિ કરે, પણ રાજનીતિ કરી રહ્યા છે. માનનીય નાયબ મુખ્ય મંત્રી જેવા જવાબદાર વ્યક્તિ નામ લીધા વગર જે પ્રકારના વાણી વિલાસ આક્ષેપો કરી રહ્યા છે એમને એમના શબ્દો પાછા ખેંચવા જોઈએ કારણ કે અમે કોઈને પણ રંજાડીએ એ પ્રકૃતિના લોકો નથી નહિ તો પાંચ વર્ષમાં કેટલી વાર થયું હોય લાખો લોકો ભેગા થાય છે, લાખો લોકો જોડાય પ્રેમથી છુટા પડીએ કારણ અમને ભૂખ છે પોતાના વિકાસની, પોતાના પરિવારના વિકાસની, પોતાના સમાજના વિકાસની, પોતાના વિસ્તારના વિકાસની ભૂખ છે, વ્યસન મુક્તિની ભૂખ છે, શિક્ષણની ભૂખ છે, રોજગારીની, આ ભૂખ લઈને નીકળેલ લોકો જે નું પોતાનું પેટ ખાલી છે તે બીજા ભુખ્યાને ક્યારેય મારવાના નથી.

અલ્પેશે કહ્યું કે, મારી ઓફિસે બહાર હું સદભાવના ઉપવાસ કરીશ. આ સદભાવના ઉપવાસ એટલે કરવા જઈ રહ્યો છું કારણ કે હું નથી ઇચ્છતો કે મારા ગુજરાતમાં અશાંતિ ફેલાય, એમાં તમામ સમાજના તમામ પ્રાંતના તમામ ભારતીયોને આમંત્રિત કરું છું.
First published: October 7, 2018, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading