ગર્ભવતી મહિલાનો કોરોના ટેસ્ટ કરવાની પરમિશન આપો : ખાનગી તબીબને આરોગ્ય તંત્રનો કડવો અનુભવ

ગર્ભવતી મહિલાનો કોરોના ટેસ્ટ કરવાની પરમિશન આપો : ખાનગી તબીબને આરોગ્ય તંત્રનો કડવો અનુભવ
અમદાવાદના ખાનગી તબીબને આરોગ્ય તંત્રનો કડવો અનુભવ

મહિલાની ડીલીવરી બાદ બાળક કે માતા પોઝિટિવ હોવાનું બહાર આવશે તો જવાબદાર કોણ તેવો સવાલ ઉભા થયો છે.

  • Share this:
અમદાવાદ : એકતરફ કોરોના જેવી મહામારી ચાલી રહી છે તેવામાં અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડૉક્ટરને આરોગ્ય તંત્રનો કડવો અનુભવ થયો છે. એક ગર્ભવતી મહિલાની ડીલીવરી માટે તેનો કોરોના ટેસ્ટ કરવાની જાણ આરોગ્ય વિભાગને કરી છતાં તેનો જવાબ સુદ્ધા મળ્યો નથી. ત્યારે તે મહિલાની ડીલીવરી બાદ બાળક કે માતા પોઝિટિવ હોવાનું બહાર આવશે તો જવાબદાર કોણ તેવો સવાલ ઉભા થયો છે.

કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે તેવામાં હવે આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલ અને ખાનગી કલીનીક ખોલવાની નોટિસ આપી દીધી. પરંતુ આ ખાનગી તબીબોની સૌથી મોટી મુશ્કેલી એ છે કે, આરોગ્ય તંત્ર અન્ય ઇમરજન્સી ના દર્દીઓના કોરોના ટેસ્ટની પરમીશન અપાતું નથી.અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ધ્વનિ હોસ્પિટલ ધરાવતા ડો. વસંત પટેલને આરોગ્ય તંત્રનો કડવો અનુભવ થયો છે. આ હોસ્પિટલમાં ડીલીવરી માટે પ્રસૂતા દાખલ થઈ છે. આ ગર્ભવતી મહિલાના ગમે ત્યારે પેઈન ઉપડે અને ડીલીવરી થઈ શકે છે અને જરૂર પડે ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ છે. જે માટે ડોક્ટર એ આરોગ્ય વિભાગે સૂચવેલ ઇમેઇલ આઈડી પર મેઈલ કરી એક વાર નહીં બે - બે વાર મેઈલ કરીને પરમિશન આપવા જાણ કરી. પણ ઘોર નિંદ્રા માં આરોગ્ય તંત્રએ પરમિશન ના આપી.આ અંગે ડો. વસંત પટેલ જણાવે છે કે, પ્રસૂતા ને ડીલીવરીની તારીખ નજીકમાં છે. અને કોઈપણ સમયે ડીલીવરી થઈ શકે તેમ છે જે માટે કોરોના ટેસ્ટ માટે મેઇલ કરવા છતાં તત્ર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આવી જ રીતે આ હોસ્પિટલમાં ઓઢવની ફેકટરીમાં અકસ્માતનો દર્દી પણ સારવાર માટે આવ્યો હતો તેના કોરોના ટેસ્ટ માટે પણ મેઈલ કર્યો હતો તેનો પણ જવાબ નથી મળ્યો. આરોગ્ય વિભાગ એ અન્ય ખાનગી હોસ્પિટલ-કલીનીક ખોલવા કહ્યુ છે તો પછી ઇમરજન્સી ના દર્દીઓ ના કોરોના ટેસ્ટની પરમીશન ઝડપથી આપવી જોઈએ.

કોવિડ હોસ્પિટલમાં ડોકટર અને નર્સ કામ કરતા હોય તો તેમને ચેપ લાગવાનો રેશિયો 0.5 ટકા જ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ ને ચેપ લાગવાનો રેશિયો 1.67 ટકા છે. એટલે કે ખાનગી હોસ્પિટલ ના ડોકટર્સ ને ચેપ લાગવાનો ચાન્સ કોવિડ હોસ્પિટલ કરતા ત્રણ ગણો વધારે છે. કોવિડ હોસ્પિટલમાં માત્ર કોરોનાના દર્દીઓ જ આવવાના છે જેનાથી ત્યાંના ડોક્ટર ને ખ્યાલ હોય છે. જ્યારે ખાનગી જનરલ હોસ્પિટલ હોય ત્યાં તો બધા જ દર્દીઓ આવે છે. એટલે એ ખ્યાલ ન રહે કોણ કોરોના પોઝિટિવ છે અને કોણ નથી. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશન એ પણ આરોગ્ય વિભાગ માં રજુઆત કરી છે.
Published by:News18 Gujarati
First published:May 27, 2020, 20:38 pm

ટૉપ ન્યૂઝ