મેયરને આવેદન આપવા ગયા, ઓફિસમાં અધિકારીઓ ઊંઘતા ઝડપાયા : કોંગ્રેસ કાર્યકરો


Updated: June 12, 2020, 10:58 PM IST
મેયરને આવેદન આપવા ગયા, ઓફિસમાં અધિકારીઓ ઊંઘતા ઝડપાયા : કોંગ્રેસ કાર્યકરો
કોંગ્રેસ કાર્યકરોનો આક્ષેપ

અમદાવાદમાં કોરોના કહેર વચ્ચે લોકો મરી રહ્યા છે, ભારે હાડમારી ભોગવી રહ્યા છે અને અધિકારીઓ પોતાની ઓફિસમાં બેસીને આરામ ફરમાવી રહ્યા છે.

  • Share this:
અમદાવાદ : કોંગ્રેસ કાર્યકર્તાઓ આજે લોકોને ટેક્સમાં માફી અને શિક્ષણમાં માફી આપવાની માંગ સાથે એક આવેદન પત્ર આપવા માટે મેયરની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં અધિકારીઓ પોતાની ઓફિસમાં આરામ ફરમાવતા જોવા મળ્યાનો કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ કર્યો છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ શસિકાંત પટેલે જણાવ્યું હતું કે, અમે મેયરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જોકે મેયર તો ન મળ્યા. પરંતુ હાજર અધિકારીઓને અમે ઊંઘતા ઝડપ્યા હતા. શશીકાંત પટેલે જણાવ્યું કે, અમે ઘણા સમય સુધી ઓફીસનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ કોઈ બહાર આવ્યું ન હતું. ત્યારે અમે અમારા સૂચક પોસ્ટરો પ્રજાને રાહત મળે એવા સૂચનો કે દરવાજા ઉપર જ લગાવ્યા હતા, જેથી અધિકારીઓ તેને આવતા જતા જોઈ શકે અને અમારી રજૂઆતો તેમના કાને પડે.

થોડીવારમાં અંદરથી હાજર સ્ટાફે ઓફિસનો દરવાજો ખોલ્યો હતો, અને તેઓ આરામ કરતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે શશીકાંત પટેલે આક્ષેપ કર્યો છે કે, સમગ્ર અમદાવાદમાં કોરોના કહેર વચ્ચે લોકો મરી રહ્યા છે, ભારે હાડમારી ભોગવી રહ્યા છે અને અધિકારીઓ પોતાની ઓફિસમાં બેસીને આરામ ફરમાવી રહ્યા છે. અમે તેમને ઊંઘતા ઝડપ્યા છે, ત્યારે લોકોને અધિકારીઓ શું રાહત આપશે તે હાલ ચિંતાનો વિષય બન્યો છે.

અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા આજે કોરોનાની મહામારી વચ્ચે લોકોને ટેક્સમાં માફી, શિક્ષણ ફીમાં માફી વગેરેમાં રાહત મળે તે માટે સૂચક પોસ્ટરો સાથે શહેર કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉસ્માનપુરા ઓફિસ ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ આવેદનપત્ર આપવા અધિકારીની ઓફિસ પહોંચ્યા હતા. જોકે મેયર અને કમિશ્નર કોઈ હાજર ન રહેતા, હાજર અધિકારીને આવેદનપત્ર આપવા કોંગ્રેસી કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. અહીં દરવાજો ખોલ્યો ત્યારે અધિકારીઓ અંદર આરામ ફરમાવી રહ્યા હોય તેવું જણાઇ આવ્યું હતું, ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અધિકારીઓ કોરોનાની મોટી મહામારી વચ્ચે પણ આરામ ફરમાવી રહ્યા હતા તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલે કહ્યું કે, અમે અધિકારીઓને ઊંઘતા ઝડપ્યા છે. આ ઘટના સામે આવતા શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને લોકોને કોરોનાની મહામારી વચ્ચે રાહત આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી.
First published: June 12, 2020, 10:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading