વિજય રૂપાણીના નિવેદન મામલે નીતિન પટેલે કહ્યુ, 'શક્તિસિંહે બંધ બેસતી પાઘડી પહેરી લીધી'

News18 Gujarati
Updated: October 17, 2018, 2:21 PM IST
વિજય રૂપાણીના નિવેદન મામલે નીતિન પટેલે કહ્યુ, 'શક્તિસિંહે બંધ બેસતી પાઘડી પહેરી લીધી'
નીતિન પટેલ (ફાઇલ તસવીર)

"શક્તિસિંહ પોતે મોટા નેતા છે તેવું સાબિત કરવા માટે ખોટા આક્ષેપો કરી રહ્યા છે. આ માટે જ તેઓ મુખ્યમંત્રી સામે ખોટા આક્ષેપો કરીને મીડિયામાં છવાય જવાની હરિફાઈ કરી રહ્યા છે."

  • Share this:
અમદાવાદઃ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મંગળવારે પત્રકાર પરિષદ કરીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે માનહાનિનો અને ક્રિમિનલ કેસ કરવાની ચીમકી આપી હતી. શક્તિસિંહે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ ઉત્તર પ્રદેશની મુલાકાત દરમિયાન તેમની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું નિવેદન કર્યું હતું, તેમજ પ્રરપ્રાંતિયો પર થયેલા હુમલા અંગે તેમને જવાબદાર ગણાવ્યા હતા. આ મામલે તેમણે પત્રકાર પરિષદ કરીને મુખ્યમંત્રી માફી નહીં માગે તો માનહાનિનો કેસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ કરીને શક્તિસિંહના આક્ષેપને સસ્તી પ્રસિદ્ધિ માટેનું નાટક ગણાવ્યું હતું.

'શક્તિસિંહ બંધ બેસતી પાઘડી પહેરી લે છે'

આ અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે,"શક્તિસિંહ પોતે મોટા નેતા છે તેવું સાબિત કરવા માટે ખોટા આક્ષેપો કરી રહ્યા છે. આ માટે જ તેઓ મુખ્યમંત્રી સામે ખોટા આક્ષેપો કરીને મીડિયામાં છવાય જવાની હરિફાઈ કરી રહ્યા છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરવાની કોઈ જરૂર ન હતી. તેમણે બંધ બેસતી પાઘડી પહેરી લીધી છે. મુખ્યમંત્રીએ તેમના નિવેદનમાં શક્તિસિંહ કે અલ્પેશ ઠાકોરનું નામ લીધું નથી. શક્તિસિંહે ખોટા આક્ષેપો કરવાને બદલે તેમની પાસે કોઈ પુરાવા હોય તો તે રજુ કરવા જોઈએ."

'મુખ્યમંત્રીએ પત્રકારના સવાલનો જવાબ આપ્યો'

"લખનઉમાં પત્રકાર પરિષદ દરમિયાન ઉત્તર પ્રદેશના એક સ્થાનિક પત્રકારે સવાલ પૂછ્યો હતો કે અલ્પેશ ઠાકોરે પરપ્રાંતિયો પર હુમલો કરવા માટે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું તો તેમની સામે શું પગલાં લેવાયા છે. આ પ્રશ્નનો જવાબ મુખ્યમંત્રીએ આપ્યો હતો. આ દરમિયાન પણ તેમણે કોઈનું નામ લીધું ન હતું. અલ્પેશ ઠાકોરનું નામ પત્રકારે લીધું હતું, મુખ્યમંત્રીએ નહીં."

'અલ્પેશના ભાષણ જગજાહેર છે'"અલ્પેશ ઠાકોરે સામે જે આક્ષેપો થયા હતા તે જગજાહેર છે. તેમણે પોતાના પ્રસિદ્ધિ માટે જ બિહારીઓને ગુજરાત બહાર જવાનું એલાન કરતા વીડિયો વાયરલ કર્યા હતા. હાલ ગુજરાતમાંથી કોંગ્રેસના બે નેતાઓ બિહારના પ્રભારી અને સહપ્રભારી તરીકે કાર્યરત છે. આ દરમિયાન કોઈએ અલ્પેશના નામે વાત કરી હોય તે વાત શક્તિસિંહે પોતાને કહેવામાં આવ્યાનું માનીને બંધ બેસતી પાઘડી પહેરી લીધી છે. તેમણે જાતે જ તેમનું નામ ઉમેરી દીધું છે."

નોંધનીય છે કે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ હાલ બિહાર કોંગ્રેસના પ્રભારી છે. તેમજ અલ્પેશ ઠાકોર હાલ બિહાર કોંગ્રેસના સહ-પ્રભારી તરીકે કાર્યરત છે.
First published: October 17, 2018, 2:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading