ગુજરાતમાં પ્રથમવાર તમામ વકીલોને શિસ્ત બાબતે શપથ લેવડાવામા આવશે

News18 Gujarati
Updated: July 29, 2019, 9:26 PM IST
ગુજરાતમાં પ્રથમવાર તમામ વકીલોને શિસ્ત બાબતે શપથ લેવડાવામા આવશે
બાર કાઉન્સિલની તસવીર

અદાલતોમાં વકીલોની વર્તણુકને લઈને બાર કાઉન્સીલે ચિંતા વ્યક્ત કરી છે.. અને હવે ગુજરાતમાં પ્રથમવાર તમામ વકીલો ને શિસ્ત બાબતે ઓથ લેવડાવામા આવશે.

  • Share this:
સંજય જોશી, અમદાવાદઃ અદાલતોમાં વકીલોની વર્તણુકને લઈને બાર કાઉન્સીલે ચિંતા વ્યક્ત કરી છે..ૉ અને હવે ગુજરાતમાં પ્રથમવાર તમામ વકીલો ને શિસ્ત બાબતે ઓથ લેવડાવામા આવશે. વકીલોમાં પણ તેમના પ્રોફેશન અને તેની ગરીમાંની સમજણનો પુરતો ખ્યાલ ન હોવાનુ સામે આવતા બાર કાઉન્સીલે આ મહત્વનો નિર્ણય લીધો છે.. બાર કાઉન્સીલ હવે રાજયભરના તમામ વકીલોને શીષ્ત બાબતે ઓથ લેવડાવાશે અને તેમને કન્ડક્ટની સમજણ આપવામા આવશે તેનાથી બારને આશા છે કે વકીલોના સ્ટાનડર્ડમાં સુધારો આવશે અને તેના માટે ગુજરાત બાર કાઉન્સીલ પ્રથમ પહેલ કરી રહ્યુ છે.

હાઈકોર્ટમાં વકીલોની ગેરવર્તુણકો બાબતે સુઓમોટો પીઆઈએલ લેવામા આવેલી છે તેમાં બાર કાઉનસીલે ગંભીરતાથીથી નોધ લઈ કોર્ટમાં એફીડેવીટ રજુ કરી છે. જેમાં વકીલોમાં લીગલ એજ્યુકેશન માટે શુ પગલા લેવામા આવ્યા છે તે કોર્ટમાં મુકવામા આવ્યુ છે. જેમાં જે નવા વકીલો આવી રહ્યા છે તેમને સનદ આપતા પહેલા શપથ લેવડાવાશે તેમના વકીલાતના પ્રોફેશનમાં કોર્ટમાં કઈ રીતે વર્તવુ કે વર્કીંગ કરવુ તે બાબતના શપથ લેવડાવાના સાથે સાથે બે દિવસનો તાલીમ સેમીનાર પણ ફરજીયાત કરવામા આવનાર છે જેમાં તેણે કઈ રીતે વાત કરવી.

પ્રોફેસનલ ઘટસ કેવી રીતે રાખવા, કન્ડક્ટ મીસકન્ટક્ટ વિગેરે બાબતે તેમને તાલીમ જજીસ અને સીનીયર વકીલો દ્વારા ટ્રેનીંગ આપવામા આવશે. જુના વકીલો માટે પણ સ્ટડી સર્કલ જીલ્લા લેવલે કોર્ટ પરિસરની અંદર જ વકીલોના સ્ટડી સર્કલને કાર્યવંત કરવાનુ નક્કી કરાયુ છે. જેમાં અઠવાડીયે કે પખવાડીયે જીલ્લાના સીનીયર એડવોકેટેસ દ્વારા અને ત્યાના ન્યાયધીશો દ્વારા તેમની પણ ક્લાસીસો લેવડાવામા આવશે. સાથે સાથે તેમની વર્તુણક અને નવા નવા કાયદા બાબતે તેમને નોલેજ આપવામા આવશે. આથી જે કન્ટીન્યુસ લીગલ એજ્યુકેશન છે તેને સંપુર્ણ રીતે વકીલોમાં કાર્યરત કરાશે. અને તેમની વર્તુણકમાં પણ સુધારો થશે. અદાલતોમાં વકીલોની ગેરવર્તણૂકના કિસ્સાઓ મામલે હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધા બાદ બાર કાઉન્સિલે વકીલોને ઓથ અને તાલીમ આપવા બાબતે ઠરાવ કર્યો છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેને દિપેન દવેએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં પ્રથમવાર તમામ વકીલો ને શિસ્ત બાબતે ઓથ લેવડાવામા આવશે.. વકીલોમાં પણ તેમના પ્રોફેશન અને તેની ગરીમાંની સમજણનો પુરતો ખ્યાલ ન હોવાનુ સામે આવતા બાર કાઉન્સીલે આ મહત્વનો નિર્ણય લીધો છે. બાર કાઉન્સીલ હવે રાજયભરના તમામ વકીલોને  શિસ્ત બાબતે ઓથ લેવડાવાશે અને તેમને કન્ડક્ટની સમજણ આપવામા આવશે.
First published: July 29, 2019, 9:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading